• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • દૈનિક રાશિફળ | Aaj nu Rashifal for 20 Octomber 2023 : તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ?

દૈનિક રાશિફળ | Aaj nu Rashifal for 20 Octomber 2023 : તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે ?

08:36 PM October 19, 2023 admin Share on WhatsApp



આજનું રાશિફળ | Today Horoscope | Aaj Ka Rashifal : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર-ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ, નોકરી અને કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું દૈનિક રાશિફળ | દૈનિક રાશિ ભવિષ્ય... 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   મેષ | Aries

  (જેનું નામ અ. લ. ઈ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મેષ રાશિ : આજે શારિરીક અને માનસિક રીતે હળવાશ અનુભવશો. દિવસની શરૂઆતમાં જ કોઇ ઇચ્છિત કાર્ય પૂર્ણ થવાથી મનમાં ઉત્સાહ રહેશે. ઘરે અથવા કાર્યસ્થળે કોઇ સમસ્યા ઉત્પન્ન ના થાય તે માટે વાણી મધુર રાખો. બપોર બાદ કામકાજમાં અડચણો આવી શકે છે. સરકારી અથવા જૂની યોજનાઓમાં પૈસા ફસાઇ શકે છે. લેવડ દેવડ વખતે સાવધાન રહો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   વૃષભ | Taurus

  (જેનું નામ બ. વ. ઉ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ વૃષભ રાશિ : આજે તમારાં વિચારોમાં સતત બદલાવ જોવા મળશે, જેના કારણે નિર્ણયો લેવામાં અસમંજસની સ્થિતિ રહેશે. લાભના અવસર મળશે, પરંતુ અનિર્ણયાત્મકતાના કારણે તેનો લાભ નહીં ઉઠાવી શકો. મોટાંભાગના કામ આજે આવતીકાલ પર ટાળશો. સામાજિક ક્ષેત્રે તમારી છબી એક ધનવાન વ્યક્તિની માફક રહેશે, પરંતુ આડંબરથી દૂર રહો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મિથુન | Gemini

  (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મિથુન રાશિ :  આજે સંયમિત વ્યવહાર રાખો, સ્વભાવમાં આક્રમકતાના કારણે નજીકના લોકોની સાથે નાખુશી ઉત્પન્ન થઇ શકે છે. તમારી કામ કરવાની રીત અન્ય વ્યક્તિઓ માટે પરેશાની ઉભી કરી શકે છે. મહેનત બાદ પણ કામ અધૂરું રહે તેવી સંભાવનાઓ છે. જરૂરિયાતના સમયે ધન નહીં મળવાથી નિરાશા મળશે. ભાગદોડ દરમિયાન કોઇની મદદ મળી રહેશે. આધ્યાત્મથી સંબંધિત શાંતિ મળશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કર્ક | Cancer

  (જેનું નામ ડ. હ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ કર્ક રાશિ : આજનો દિવસ ઉતાર-ચઢાવવાળો રહેશે. પારિવારિક સભ્યોની સાથે કોઇ વાત પર મતભેદ થઇ શકે છે, ગેરસમજથી તમને વધારે પરેશાની રહેશે. આજે અન્ય વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી શકે છે. ધનલાભ માટે તમારે કોઇની મદદ લેવી પડી શકે છે. લાંબી યાત્રાની યોજના સ્થગિત કરવી પડી શકે છે. પારિવારિક ખર્ચ વધવાથી પરેશાની રહેશે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  સિંહ | Leo

  (જેનું નામ મ. ટ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ સિંહ રાશિ : આજે કાર્યક્ષેત્રની સાથે સાથે ઘરેલુ કામકાજમાં પણ વ્યસ્તતા રહેશે. મધ્યાનનો સમય આર્થિક લાભના અવસર લઇને આવશે, પરંતુ આશા અનુરૂપ સફળતા નહીં મળે. કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધા ઓછી હોવાનો લાભ ઉઠાવી શકશો. અવિવાહિત લોકોને વિવાહના પ્રસ્તાવ મળશે. નોકરીયાત વર્ગને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડશે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August   કન્યા | Virgo

   (જેનું નામ પ. ઠ. ણ. થી શરૂ થાય છે)

   શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ કન્યા રાશિ :  આજે તમારાં કાર્યોમાં અડચણો આવી શકે છે, જેના કારણે નવા વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. પૈસાને લઇને કોઇની સાથે સામાન્ય વિવાદ પણ ગંભીર સ્વરૂપ લઇ શકે છે, તેથી નાણાકીય મુદ્દાઓને પ્રાથમિકતા આપો. કામધંધામાં આર્થિક લાભ થશે પરંતુ ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક પરેશાનીઓ પણ થઇ શકે છે. અનાવશ્યક વિષયો પર ચર્ચા કરવાથી દૂર રહો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  તુલા | Libra

  (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ તુલા રાશિ :  આજનો દિવસ આનંદદાયક રીતે પસાર થશે અને તમે લગભગ દરેક ક્ષેત્રમાં સફળ રહેશો. જેની પાછળ પરિવારજનોનું વિશેષ યોગદાન રહેશે. આર્થિક દ્રષ્ટિકોણથી દિવસ ઉત્તમ સાબિત થશે, ખાસ કરીને વેપારી વર્ગને આજે લાભના અવસરો મળશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  વૃશ્ચિક | Scorpio

  (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ વૃશ્ચિક રાશિ : આજે બિનજવાબદાર વ્યવહારથી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. દરેક કામમાં સંદેહના કારણે પરિવાર અથવા કાર્યક્ષેત્રે તણાવ રહી શકે છે. કોઇ દૂરના સંબંધી તરફથી દુઃખદ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઇની બીમારી પાછળ ખર્ચ થઇ શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  ધન | Sagittarius

  (જેનું નામ ભ. ધ. ફ. ઢ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ ધન રાશિ : આજે ઘરેલુ અને સામાજિક ક્ષેત્રે તમારાં વિચારોના વખાણ થશે, અજાણ્યા લોકો પણ તમારી વાતોથી પ્રભાવિત થશે, નવા મિત્રો તથા જનસંપર્ક વધશે. બપોર બાદ સ્વાસ્થ્યને લગતી કોઇ ફરિયાદ થઇ શકે છે. જૂના અટકેલા કાર્યોમાં આશ્ચર્યજનક રીતે ગતિ આવશે, આકસ્મિક ધન લાભ પણ થશે. પરિવારના લોકો સહયોગ કરશે.


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મકર | Capricorn

  (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મકર રાશિ : આજે કોઇને કોઇ કારણોસર માનસિક કષ્ટમાં રહેશો, સાવધાનીપૂર્વક કરેલા કાર્યમાં પણ સફળતા નિશ્ચિત છે. સરકારી હસ્તક્ષેપથી કાર્યક્ષેત્રે દબાણ રહેશે. કાર્યભાર વધારે રહેવાથી સ્વભાવ ચિડિયો રહી શકે છે. જૂના કામને પૂરાં કરવા પર અધિક ધ્યાન આપો. પરિવારજનોની વાત સાંભળો. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  કુંભ | Aquarius

  (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ કુંભ રાશિ : આજે સામાજિક અને પારિવારિક ક્ષેત્રે માહોલ આશા અનુરૂપ રહેશે, આજે સંપત્તિ સંબંધિત કાર્યો કરવા શુભ રહેશે. સરકાર તરફથી શુભ સમાચાર મળી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. ધાર્મિક ક્ષેત્રમાં યોગદાન માટે તમારું સન્માન થઇ શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, આર્થિક લાભ મોડેથી મળી શકે છે. 


Horoscope Today | Aaj Nu Rashifal 3 August

  મીન | Pisces

  (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

  શુક્રવાર, 20 ઓક્ટોબર 2023

દૈનિક રાશિફળ મીન રાશિ : આજનો દિવસ તમારાં માટે મિશ્ર ફળદાયી રહેશે. દિવસના પહેલાં ભાગમાં તમે શારિરીક રીતે અક્ષમ રહેશો અને વધારે આળસના કારણે ઉત્સાહમાં ઉણપ રહેશે. બપોર સુધી માહોલ સ્થિર થશે, તમે તમારી જવાબદારીઓને સમજશો અને વિશેષ વ્યક્તિના માર્ગદર્શનથી કાર્યક્ષેત્રે લાભ મેળવી શકશો. સ્વાસ્થ્ય પણ સામાન્ય થશે. સાંજે આર્થિક લાભના અવસર પ્રાપ્ત થશે. 


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel

(Home Page- gujju news channel) 

આજ નું રાશિફળ, દૈનિક રાશિફળ, Get Today Horoscope, Daily, Weekly, Monthly Rashifal of Aries, Taurus, Gemini, Cancer, Leo, Libra, Scorpio, Virgo,  Sagittarius, Capricorn, Aquarius,  Pisces, Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us