નાની બચતના રોકાણકારો માટે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે ચાલુ સમયગાળા માટે નાની બચત યોજનાઓના નવા વ્યાજ દર જાહેર કર્યા છે. PPF, NSC, SCSS, Sukanya Samriddhi સહિત કઈ યોજનામાં કેટલું વ્યાજ મળશે અને કઈ સ્કીમમાં સૌથી વધુ લાભ મળશે, તેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.
Small Saving Account Rate In Scheme : નાની બચત કરનારા લોકો માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2026ના સમયગાળામાં નાની બચતની યોજનાઓ પર વ્યાજ દરો યથાવત રાખ્યાં છે એટલે આ ત્રિમાસિકમાં પણ લોકોએ પહેલાની જેમ જ વ્યાજ મળતું રહેશે. તો આવો જોઈએ કંઈ બચતમાં કેટલું વ્યાજ મળે છે...?
નાણા મંત્રાલયે મંગળવારે એક જાહેરનામું બહાર પાડીને કહ્યું કે નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક માટે બચત યોજનાઓના દર પહેલાની જેમ યથાવત રહેશે.
નાની બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS) જેવી લોકપ્રિય સરકારી બચત સામેલ છે.
હાલ સરકાર અલગ અલગ બચત યોજનાઓ પર અલગ અલગ ટકાવારીએ વ્યાજ આપે છે જે વધુમાં વધુ 8.2% સુધી થવા જાય છે.
1 - સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) - 8.2 ટકા
2 - સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) - 8.2 ટકા
3 - 2 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.0 ટકા
4 - 3 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.1 ટકા
5 - પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) - 7.4 ટકા
6 - કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5 ટકા
7 - કિસાન વિકાસ પત્ર (KVP) - 7.5 ટકા
8 - નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) - 7.7 ટકા
9 - 5 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 7.5 ટકા
10 - 5 વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) - 6.7 ટકા
11 - 1 વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ - 6.9 ટકા
નવા લેટેસ્ટ રેટ મુજબ સરકાર બે યોજનાઓ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર સૌથી વધુ 8.2 ટકા વ્યાજ આપે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Small Saving Account Rate In Scheme : નાની બચત પર કેટલું વ્યાજ મળશે
