• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે, પરેશ ગોસ્વામીની આગાહી - ગુજરાતમાં માવઠાની પણ શક્યતા

જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે, પરેશ ગોસ્વામીની આગાહી - ગુજરાતમાં માવઠાની પણ શક્યતા

09:14 PM January 19, 2026 Gujju News Channel Share on WhatsApp

26 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ જાન્યુઆરી માસમાં અત્યાર સુધી નોંધાયેલી ઠંડી કરતાં પણ વધુ તીવ્ર ઠંડીનો અનુભવ થશે.



Paresh Goswami Weather Forecast : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન(Gujarat Weather) અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાસ કરીને માવઠાની આશંકા છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ને કારણે રહેશે. આ ઉપરાંત, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની શક્યતા છે.


► માવઠાનો ખતરો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર


પરેશ ગોસ્વામી(Paresh Goswami) એ જણાવ્યા અનુસાર, શિયાળા દરમિયાન અરબ સાગર કે બંગાળની ખાડીથી સામાન્ય રીતે ગુજરાતને કોઈ ખતરો રહેતો નથી. માવઠાનો ખતરો મુખ્યત્વે ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાંથી પસાર થતા વેસ્ટર્બન ડિસ્ટર્બન્સને કારણે સર્જાય છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યારે ત્યાં બરફવર્ષા થાય છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ (પ્રણાલી) ગુજરાત સુધી પહોંચે, તો રાજ્યમાં માવઠાના ઝાપટાં પડવાની શક્યતા રહે છે.


► 26 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડી શકે


પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નિકટતાને કારણે તાજેતરમાં પવનની દિશા બદલાતા ગઈકાલથી તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જોકે, આ ઘટાડો લાંબો સમય ટકશે નહીં. ટૂંક સમયમાં ફરીથી ઠંડીનું જોર વધશે અને ખાસ કરીને 26 થી 30 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. આ જાન્યુઆરી માસમાં અત્યાર સુધી નોંધાયેલી ઠંડી કરતાં પણ વધુ તીવ્ર ઠંડીનો અનુભવ થશે અને તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે, જે રેકોર્ડબ્રેક ઠંડીનો સંકેત આપી રહી છે.


► 21 જાન્યુઆરીથી માવઠાની શક્યતા


માવઠા અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છેકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ત્યારે પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમની થાય છે, જેને કારણે ધુમ્મસ અને ઝાકળ અનુભવાય છે. આજે પણ આવા વાતાવરણનો અનુભવ થયો છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ઝાકળભર્યું વાતાવરણ જોવા મળશે. માવઠા અંગેની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 21 થી 26 જાન્યુઆરી વચ્ચે રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા વરસી શકે છે. જોકે, આ સમયગાળાના તમામ દિવસોએ નહીં, પરંતુ મુખ્યત્વે 23, 24 અથવા 25 જાન્યુઆરીના રોજ એકથી બે દિવસ આવા ઝાપટા વરસી શકે છે.


► રાજ્યના આ ભાગોમાં માવઠું થઇ શકે


માવઠાની શક્યતાઓ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં સ્વરૂપે રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા સૌરાષ્ટ્ર કરતાં થોડી વધુ તીવ્ર રહેશે. મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા નજીવી છે, પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે કોઈ એકલદોકલ વિસ્તારમાં અપવાદરૂપ ઝાપટું જોવા મળી શકે છે. નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેત રહેવા સૂચવાયું છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Paresh Goswami Weather Forecast - Paresh Goswami Agahi



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે

  • 04-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel
  • Budget 2026 : ભારતનું બજેટ 165 દેશોના GDP કરતાં પણ વધુ, શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમને શું ફાયદો થશે ?
    • 01-02-2026
    • Gujju News Channel
  • GPSCની ક્લાસ ૧, ૨ અને ૩ ની વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન, જાણો સંપૂર્ણ વિગત
    • 01-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us