
આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.
Tarnetar Fair 2025 : ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી તરણેતર લોકમેળાનો શુભારંભ કરાવતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.
તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યો બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને પંચાયત વિભાગ દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.
આ મેળો આસપાસના ગામના લોકો માટે રોજગારીનું, સાંસ્કૃતિક વિરાસતની જાળવણીનું, કલાકારો માટે કલાના પ્રદર્શનનું અને હળવા મળવાનું, ફરવાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેળામાં મહાલવા સાથે સ્વચ્છતા જાળવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પણ તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરાયું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન–અર્ચન બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ સહિતના મહાનુભાવોએ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા.
તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામીણ ઓલિમ્પિક અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં યોજાયેલી દ્વિતીય પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર હરેશ મકવાણા, પ્રાંત અધિકારી સર્વ હર્ષદીપ આચાર્ય, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, પદાધિકારીઓ, અગ્રણી ઓ સહિત સંબધિત વિભાગોના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Tarnetar Fair 2025 : તરણેતર નો મેળો 2025