શેરબજારના રોકાણકારો માટે કમાણીની શાનદાર તક આવી રહી છે. લિકર સેક્ટર (Liquor Sector) ની એક દિગ્ગજ કંપની ટૂંક સમયમાં જ તેનો આઈપીઓ (IPO) લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ માટેના જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દીધા છે અને હવે માત્ર માર્કેટ રેગ્યુલેટરની લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.
શેરબજારમાં થોડી સ્થિરતા આવતા જ કંપનીઓ IPO લાવવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. આ વર્ષે ભારતની મોટી કંપનીઓ NSE અને Jio પણ પોતાનો આઈપીઓ લોન્ચ કરવાના છે. તેની સાથે અનેક SME અને મેઈન બોર્ડ આઈપીઓ પણ આવી રહ્યા છે. જેમાં રોકાણ કરવાથી તમને અનેક ગણુ રિટર્ન મળી શકે છે. આ દરમિયાન ડેનમાર્કની દારૂ એટલે કે લીકર બનાવતી કંપની કાર્લ્સબર્ગ ઈન્જિયાનો પણ IPO લાવવાની તૈયારી બતાવી છે. રિપોર્ટ અનુસાર ગુપ્ત રીતે તેમણે દસ્તાવેજ તૈયાર કરીને ફાઈલ કર્યા છે. આ આઈપીઓ દ્વારા કંપની 700 મિલિયન ડોલર એટલે કે 6,665 કરોડ એકઠા કરવા માંગે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ડેનિશ બ્રુઅર' દારૂ બનાવતી કંપની દ્વારા શેયરના સેકન્ડરી સેલ (OFS) ના માધ્યમથી લિસ્ટિંગ કરવામાં આવશે અને તે આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કંપની આ પ્રસ્તાવિત આઈપીઓ માટે કોટક મહિન્દ્રા કેપિટલ કંપની તેમજ જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને સિટીગ્રુપ ઇન્કની ભારતીય યુનિટ્સ સાથે મળીને કામ કરી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શેરની સાઈઝ, સ્ટ્રક્ચર અને સમય સહિતની અન્ય વિગતોમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે. આ કંપની ભારતમાં બીયર બનાવવા, તેના ડિસ્ટ્રિબ્યુશન અને માર્કેટિંગના બિઝનેસમાં સક્રિય છે. ભારતમાં આ કંપનીનો ખૂબ મોટો માર્કેટ શેર છે અને હવે તે ઓપન માર્કેટમાંથી પૈસા એકઠા કરવાની તૈયારી કરી રહી છે.
નોંધનીય છે કે કંપનીઓ દ્વારા જૂન મહિનામાં ફાઈલ કરવામાં આવેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ દ્વારા રેકોર્ડ બ્રેક રકમ એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં જીઓ પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (NSE) જેવી મેગા ડીલના દસ્તાવેજો પણ સામેલ છે, જે ભારતના અત્યાર સુધીના બે સૌથી મોટા આઈપીઓ સાબિત થઈ શકે છે. પ્રાઇમ ડેટાબેઝ (Prime Database) ના આંકડા અનુસાર, ગયા મહિને લગભગ ૧૨ IPO એ ₹૮૮૫ અબજ (૯.૩ અબજ ડોલર) થી વધુ રકમ એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ આંકડો ગયા વર્ષના જુલાઈ મહિનામાં નોંધાયેલા ₹૭૦૦ અબજથી વધુના માસિક રેકોર્ડને પણ પાર કરી ગયો છે, જ્યારે ૩૨ કંપનીઓએ ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યા હતા.
કાર્લ્સબર્ગ ઈન્ડિયા દેશની બીજી સૌથી મોટી લિકર કંપની છે, જે આશરે ૨૨% બજાર હિસ્સો (Market Share) ધરાવે છે. વર્ષ ૨૦૦૭માં ભારતમાં પ્રવેશ કરનારી આ ડેનિશ કંપની તેની વેબસાઈટ અનુસાર, દેશભરમાં ૧૪ બ્રુઅરીઝ (દારૂ બનાવવાની ફેક્ટરીઓ) ચલાવે છે, જેમાં ૮ કંપનીની પોતાની માલિકીના પ્લાન્ટ છે.
નોંધ: કોઈપણ શેર કે આઈપીઓ (IPO) માં રોકાણ કરતા પહેલાં તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર (નાણાકીય સલાહકાર) ની મદદ ચોક્કસ લો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Share Market IPO This Year - IPO GMP And Listing Date
