Businessman Success Story : સરકારી નોકરી મધર સ્પર્શ નામથી બિઝનેસ શરૂ કરનાર હિમાંશુ ગાંધી એ સફળતા માટે કોઇ શોર્ટ કટ નહીં પણ ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. Mother Sparsh કંપનીમાં ITC એ પણ જંગી રોકાણ કર્યું છે.
Success Story, Himanshu Gandhi Founder Of Mother Sparsh : આજના સમયમાં પણ મોટાભાગના લોકો સરકારી નોકરીને સૌથી સુરક્ષિત માને છે. જો કે અમુક એવા હિમ્મતવાન યુવાનો હોય છે જેમણે સરકારી નોકરી છોડી પોતાનો બિઝનેસ શરૂ કર્યો અને સફળ થયા છે. બિઝનેસ સક્સેસ સ્ટોરીના આ પ્રકરણમાં આજે આપણે વાત કરીશું ડો. હિમાંશુ ગાંધી વિશે, જેઓ સરકારી નોકરી છોડીને બેબી કેર પ્રોડક્ટનો બિઝનેસ Mother Sparsh શરૂ કર્યો છે. તેમની કંપનીમાં ITC એ પણ જંગી રોકાણ કર્યું છે.
ચંડીગઢના ડો. હિમાંશુ ગાંધી એ સુરક્ષિત સરકારી નોકરી છોડી ઉદ્યોગસાહસિકતાનો માર્ગ પસંદ કર્યો અને પત્ની સાથે મળી વર્ષ 2016માં બેબી કેર પ્રોડક્ટ Mother Sparsh (મધર સ્પર્શ) કંપનીની શરૂઆત કરી. તેમણે પોતાની પાસે રહેલી 10 લાખ રૂપિયાની મૂડી માંથી આ બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેમણે ભારતીય બજારમાં સુરક્ષિત અને નેચરલ બેબી કેર પ્રોડક્ટની અછતને ઓળખી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમણે એવી પ્રોડક્ટો વિકસીત કરવા પર ધ્યાન આપ્યું, જે પરંપરાગત ઘરેલુ નુસ્ખા અને નિષ્ણાંતોની સલાહથી પ્રેરિત હોય.
Mother Sparsh કેપિકલ આધારિત પ્રોડક્ટના બદલે ગુણવત્તા અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. આ વિચારસરણી હેઠળ ડો. હિમાંશુ ગાંધી એ ભારતની 99 ટકા શુદ્ધ પાણી વાળી બેબી વાઇપ્સ પર બજારમાં રજૂ કરી, જેને ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તેમની કંપનીએ કોઇ મોટા માર્કેટિંગ બજેટ કે પ્રમોશન જાહેરાત વગર શરૂઆત કરી હતી. તેમણે સફળતા માટે શોર્ટ કટ રસ્તો અપનાવવાના બદલે પ્રોડક્ટની ગુણવત્તા અને ગ્રાહકોના વિશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
મધર સ્પર્શ (Mother Sparsh) કંપનીએ બેબી કેર પ્રોડક્ટ માર્કેટમાં પોતાની મજબૂત સ્થિતિ બનાવી અને હાલ લોકપ્રિય પ્રીમિયમ બ્રાન્ડ બની ગઇ છે. લગભગ 10 લાખ રૂપિયાના મૂડીરોકાણથી શરૂ કરેલી કંપની આજે 150 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહી છે.
મધર સ્પર્શ બ્રાન્ડની લોકપ્રિયતાથી દિગ્ગજ FMCG કંપની ITC પણ આકર્ષાઇ છે. ITC એ સૌથ પ્રથમ વર્ષ 2021મા Mother Sparshમાં રોકાણ કર્યું હતું અને ત્યારબાદ તબક્કાવાર શેરહોલ્ડિંગ વધારીને 49.3 ટકા કર્યું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Success Story, Himanshu Gandhi Founder Of Mother Sparsh
