Reliance AGM 2026 Highlights : મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી AGMમાં જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓ વિશે મોટી જાહેરાત કરી હતી, જે દેશના સૌથી વધુ ચર્ચિત આઇપીઓમાંના એક છે.
Reliance AGM 2026 Highlights : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં જિયો પ્લેટફોર્મ્સના આઈપીઓ (Jio IPO) વિશે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જિયો પ્લેટફોર્મ્સના બોર્ડે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)ને મંજૂરી આપી દીધી છે અને તે આજે એટલે કે 19 જૂને સેબી સમક્ષ ફાઇલ કરવામાં આવશે.
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ઇશા, આકાશ અને અનંત જિયો આઇપીઓની પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે અને ભવિષ્યમાં વેલ્યૂ બનાવવાની નવી તકો તરફ દોરી જશે. જિયોની પ્રસ્તાવિત લિસ્ટિંગ વિશ્વને બતાવશે કે ભારત વૈશ્વિક સ્તર, વૈશ્વિક ક્ષમતા અને વૈશ્વિક મૂલ્ય સાથે ટેક્નોલોજી કંપનીઓ બનાવી શકે છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, દસ વર્ષ પહેલા જિયોએ ભારતમાં ડિજિટલ અસમાનતાને ખતમ કરવાના મોટા સપના સાથે તેની સફર શરૂ કરી હતી. તે સમયે, વોઇસ કોલ્સ મોંઘા હતા. ડેટા મોંઘો હતો. સ્પીડ ઓછી હતી. જિયોએ વોઇસ કોલ્સ ફ્રી અને હાઇ સ્પીડ ડેટા સસ્તો બનાવ્યો. તેણે દરેક ભારતીય માટે ડિજિટલ લાઇફ શક્ય બનાવ્યું. જિયોએ વિદ્યાર્થીઓને શીખવામાં, નાના વ્યવસાયોનો વિકાસ, પરિવારોને જોડવા, ઉદ્યોગસાહસિકોના સપના અને ભારતને વિશ્વનું સૌથી મોટું ડેટા માર્કેટ બનવામાં મદદ કરી.’ RIL એ આ મામલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું છે કે, કંપનીની સૌથી મહત્વપૂર્ણ સબસિડિયરી જિયો પ્લેટફોર્મ લિમિટેડ (JPL) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ 19 જૂન 2026ના રોજ સેબી, BSE અને NSE પાસે જમા કરવામાં આવનાર ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ (DRHP) ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી તેના પ્રસ્તાવિત IPO માટે મળી છે, જેમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 27 કરોડ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે.
માર્ચ 2026માં પૂરા થયેલા ક્વાર્ટર માટે, કંપનીએ રૂ. 33,381 કરોડની આવક નોંધાવી હતી, જે અગાઉના ક્વાર્ટરની તુલનામાં 1.9% વધારો દર્શાવે છે. EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને એમોર્ટાઇઝેશન પહેલાંની કમાણી) પાછલા ક્વાર્ટરમાં 18,408 કરોડ રૂપિયાથી વધીને 18,771 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીનું EBITDA માર્જિન 56.2% પર સ્થિર રહ્યું છે. આ દરમિયાન ટેલિકોમ કંપનીઓ માટે મુખ્ય માપદંડ, 'એવરેજ રેવન્યુ પ્રતિ યુઝર' (DRHP) ક્વાર્ટર દરમિયાન 214 રૂપિયા હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Reliance AGM 2026 Highlights - Reliance Jio Ipo Dates And Details
