• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’

અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’

10:08 PM June 16, 2026 Gujju News Channel Share on WhatsApp

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. કરાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવવા પર સહમત થયું છે. આ સાથે જ તેમણે ઈરાનને મોટી રકમ ચૂકવવાની મીડિયા વાતોને 'ફેક ન્યૂઝ' ગણાવીને ફગાવી દીધી છે.



અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે થયેલા શાંતિ કરાર બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર ન બનાવવા પર સહમત થઈ ગયું છે. આ સાથે જ તેમણે એવા મીડિયા અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે; અમેરિકા આ ડીલના બદલામાં ઈરાનને 300 મિલિયન ડૉલરની ચુકવણી કરી રહ્યું છે. ટ્રમ્પે આને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યા છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે લખ્યું, “ઈરાન ક્યારેય પણ પરમાણુ હથિયાર ન રાખવા પર સહમત થઈ ગયું છે. આ સિવાય, અમેરિકા ઈરાનને 300 મિલિયન ડૉલર આપી રહ્યું છે, તે સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે, જે ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવવામાં આવી રહી છે.”


► અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર


ટ્રમ્પનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડીમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યાના થોડા કલાકો બાદ આવ્યું છે. રવિવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફે ઈલેક્ટ્રોનિક રીતે આ સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ એપ્રિલમાં જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામને આગામી 60 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. જો કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય, તેની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ અને પ્રતિબંધો હટાવવા જેવા મુખ્ય મુદ્દાઓ પર હજી પણ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે.


► 300 અબજ ડૉલરનું રિકન્સ્ટ્રક્શન ફંડ


ભલે ટ્રમ્પે 300 મિલિયન ડૉલર આપવાના સમાચારને અફવા ગણાવી હોય પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના જ એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે, આ સોદામાં યુદ્ધથી પ્રભાવિત ઈરાન માટે 300 અબજ ડૉલરનું એક સંભવિત રિકન્સ્ટ્રક્શન (પુનર્નિર્માણ) ફંડ હોઈ શકે છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, આ ફંડ ઈરાનને સીધું નહીં મળે પરંતુ તેને ઈરાનના ‘પ્રદર્શન અને વર્તન’ સાથે જોડવામાં આવશે.


► હોર્મુઝને ફરીથી ખોલવા પર બની ‘સહમતિ’


આ શાંતિ કરારની સૌથી મોટી અસર વૈશ્વિક તેલ વ્યાપાર પર જોવા મળશે. ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે, વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) થી જહાજોની અવરજવર ફરી શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું, “તેલથી ભરેલા જહાજો હોર્મુઝ સ્ટ્રેટથી બહાર નીકળવા લાગ્યા છે. તેઓ સધર્ન હાઈવે પરથી જઈ રહ્યા છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે.” અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ સીએનબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ઈરાન સાથે એવી સહમતિ બની છે કે આ દરિયાઈ માર્ગને લાંબા સમય માટે ‘ટોલ-ફ્રી’ રાખવામાં આવશે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી થોડા અઠવાડિયામાં જહાજોની અવરજવર યુદ્ધ પહેલાના સ્તર પર આવી જશે.


► ટોલ ટેક્સને લઈને ઈરાનનું અલગ વલણ


ભલે અમેરિકા આને સંપૂર્ણપણે ફ્રી ગણાવી રહ્યું હોય પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે થોડું અલગ વલણ અપનાવ્યું. ઈરાનનું કહેવું છે કે, આ કરાર હેઠળ તેમને જહાજો પર કોઈ ‘ટોલ’ લગાવવાની નહીં પરંતુ દરિયાઈ સેવા શુલ્ક (સર્વિસ ચાર્જ) વસૂલવાની મંજૂરી હશે. આ પ્રારંભિક કરાર બાદ હવે અમેરિકા અને ઈરાન પાસે સમગ્ર મામલાને ઉકેલવા માટે 60 દિવસનો સમય છે. આ સમયસીમાની અંદર બંને દેશો એક પૂર્ણ શાંતિ કરારનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કરશે. એક અમેરિકી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, આગામી ટેકનિકલ વાર્તાલાપમાં ‘પરમાણુ ચર્ચા’ને સૌથી ઉપર અને પ્રાથમિકતા પર રાખવામાં આવશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Us Iran Peace Agreement Donald Trump Claims Iran Agrees To Never Build Nuclear Weapons



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’

  • 16-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 જુન 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-06-2026
    • Gujju News Channel
  • ફ્રીમાં પૈસા આપવા જઈ રહી છે ટાટાની આ કંપની, દરેક સ્ટોક પર મળશે 25 રૂપિયા
    • 14-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2026
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અલ નીનોની અસરને લઈને પણ ચેતવણી
    • 13-06-2026
    • Gujju News Channel
  • એલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર, SpaceXના IPOએ કર્યો કમાલ
    • 13-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 14 જુન 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2026
    • Gujju News Channel
  • સોના-ચાંદીની ચમક ફીકી પડી પણ ETF માં આવ્યો ‘જંગી ઉછાળો’, રોકાણકારોમાં ભારે ઉત્સાહ
    • 12-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us