• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ

મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ

08:20 PM June 15, 2026 Gujju News Channel Share on WhatsApp

WPI inflation In May 2026: મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.68 ટકા થયો છે, જે એપ્રિલમાં 8.26 ટકા હતો. ઇંધણ અને વીજળી, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ અને ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારોથી ફુગાવાનો દર ચિંતાજનક દરે વધ્યો છે.



WPI inflation In May 2026 : મોંઘવારી દર બેફામ ગતિએ વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.68 ટકા થયો છે, જે 43 મહિનાનો સૌથી ઉંચો ફુગાવાનો દર છે. છેલ્લે સપ્ટેમ્બર 2022માં WPI 10,70 ટકા નોંધાયો હતો. ઉલ્લેખનિય છે કે, એપ્રિલ 2026માં હોલસેલ ફુગાવો 8.26 ટકા હતો. ઇંધણ અને વીજળી, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ અને ખાદ્ય ચીજોના ભાવમાં તીવ્ર વધારોથી ફુગાવાનો દર ચિંતાજનક દરે વધ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 2011-12 થી 2022-23 સુધીના આધાર વર્ષમાં સુધારો કર્યા પછી સોમવારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવાના ડેટા જાહેર કરવામાં આવ્યા છે. ઇંધણ અને વીજળીમાં મોંઘવારી દર એપ્રિલના 24.98 ટકાથી વધીને મે મહિનામાં 30.33 ટકા થયો છે. ક્રૂડ પેટ્રોલિયમમાં ફુગાવો મે મહિનામાં 61.51 ટકા રહ્યો હતો, જે એપ્રિલમાં 56.31 ટકા હતો.


► જથ્થાબંધ ફુગાવામાં તીવ્ર વધારો


જથ્થાબંધ ફુગાવામાં તીવ્ર વધારો પશ્ચિમ એશિયાની કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટમાં કડક નાકાબંધીને કારણે થયો છે, જ્યાંથી ભારત તેના મોટાભાગના ક્રૂડ ઓઇલની આયાત કરે છે. તેની અસર ખાદ્યપદાર્થોના ભાવો પર પણ પડી હતી. મે મહિનામાં ખાદ્ય ચીજોવસ્તુઓના ભાવ 3.60 ટકા વધ્યા છે, જ્યારે એપ્રિલમાં ફૂડ ઇન્ફ્લેક્શન 2.43 ટકા નોંધાયો હતો. તો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટમાં મોંઘવારી દર વધીને 7.48 ટકા થયો છે, જે એપ્રિલમાં 6.68 ટકા હતો. 


► રિટેલ ફુગાવો 16 મહિનાની ટોચે


રિટેલ અથવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો પણ મે મહિનામાં વધીને 3.93 ટકા નોંધાયો હતો, જે 16 મહિનાનો સૌથી ઉંચો ફુગાવાનો દર છે. તો એપ્રિલમાં તે 3.48 ટકા હતો.


► RBI એ ફુગાવો વધવાના ડરથી વ્યાજદર સ્થિર રાખ્યા


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) મુખ્યત્વે નાણાકીય નીતિ નક્કી કરતી વખતે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. સરકારે બંને પક્ષે બે ટકાના ફેરફાર સાથે એકંદર ફુગાવાનો દર ચાર ટકા જાળવી રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે ફુગાવાની આગાહી 4.6 ટકાથી વધારીને 5.1 ટકા કરી હતી. 


► પેટ્રોલ ડીઝલ મોંઘા થયા 


ગ્લોબલ એનર્જીના ભાવમાં વધારાને કારણે કાચા માલના ખર્ચમાં વધારો આનું મુખ્ય કારણ ગણાવવામાં આવ્યો હતો, જેના કારણે  પેટ્રોલ અને ડીઝલના છુટક ભાવ પણ વધ્યા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે મે મહિનાના બીજા ભાગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7.50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો.


► ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?


દેશમાં બે પ્રકારના ફુગાવો (રિટેલ અને જથ્થાબંધ) છે. રિટેલ ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જથ્થાબંધ ફુગાવો એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) એ કિંમતોનો સંદર્ભ આપે છે જે એક વેપારી અન્ય વેપારી પાસેથી વસૂલે છે. ફુગાવાને માપવા માટે વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જથ્થાબંધ ફુગાવામાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનો હિસ્સો 63.75 ટકા, પ્રાયમરી આર્ટીકલ્સ 22.62 ટકા અને ઇંધણ અને ઊર્જાનો હિસ્સો 13.15 ટકા છે. તો બીજી બાજુ રિટેલ ફુગાવામાં ખાદ્ય અને પ્રોડક્ટનો હિસ્સો 45.86 ટકા, હાઉસિંગ 10.07 ટકા અને ઇંધણ સહિતની અન્ય વસ્તુઓનો હિસ્સો છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , WPI inflation In May 2026 - મોંઘવારી દર બેફામ ગતિએ વધ્યો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us