આગામી અઠવાડિયું IPO રોકાણકારો માટે વ્યસ્ત રહેશે. કેમ કે, આ દરમિયાન અનેક IPO લોન્ચ અને લીસ્ટ થવાના છે. ચાલો તેની પર નજર કરીએ.
Next Week IPO : શેર માર્કેટમાં છેલ્લા અમુક મહિનાઓથી સુસ્તી બાદ IPO માર્કેટ ફરી ગતિ પકડી રહ્યું હોય તેવું લાગે છે. શેરબજારમાં અસ્થિરતા, વૈશ્વિક તણાવ અને રોકાણકારોની સાવચેતીએ લાંબા સમયથી નવા IPO માટે ઉત્સાહ ઘટાડ્યો હતો, પરંતુ પરિસ્થિતિ બદલાતી દેખાય છે. CMR ગ્રીન ટેક્નોલોજીસ અને હેક્સાગોન ન્યુટ્રિશન જેવા IPO ને મળેલા મજબૂત પ્રતિભાવ દર્શાવે છે કે રોકાણકારો ફરી એકવાર મજબૂત બિઝનેસ મોડેલ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા માટે તૈયાર છે. જેમાં આગામી અઠવાડિયું IPO રોકાણકારો માટે પણ વ્યસ્ત રહેવાની તૈયારીમાં છે. જેમાં સાત કંપનીઓ લિસ્ટ થવાની તૈયારીમાં છે અને એક નવો SME IPO લોન્ચ થવાનો છે.
જેમાં IPO CMR ગ્રીન ટેક્નોલોજીસ IPO છે. આ 631 કરોડ રૂપિયાના IPO ને રોકાણકારો તરફથી જબરદસ્ત મદદ મળી હતી અને તેને 127.04 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જેમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે (QIBs) એ આ ઇશ્યૂમાં મજબૂત રસ દર્શાવ્યો હતો, તેમનો ક્વોટા 270 ગણો ભરાયો હતો. તો રિટેલ ઇન્વેસ્ટર્સે પણ મજબૂત રીતે ભાગ લીધો હતો. આ IPO ની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 182 થી 192 રૂપિયા હતી અને તે 10 જૂને BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે. રોકાણકારો હવે લિસ્ટિંગ બેનિફિટ પર આતુરતાથી નજર રાખી રહ્યા છે.
Read Also : આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં મોટો ખતરો
Read Also : મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું
હેક્સાગોન ન્યુટ્રિશન IPO નો પણ પહેલા દિવસે જોરદાર પ્રારંભ થયો હતો. આ 139 રૂપિયા કરોડનો ઇશ્યૂ લોન્ચ થયાના થોડા કલાકોમાં જ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીએ તેના શેર માટે 42 થી 45 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આ ઇશ્યૂ 9 જૂન સુધી ખુલ્લો રહેશે અને 12 જૂને સંભવિત લિસ્ટિંગ સાથે.
આ દિવસોમાં SME સેગમેન્ટ પણ સમાચારમાં છે. SMR જ્વેલ્સ, મેરિટ્રોનિક્સ, વાહ કેમિકલ્સ, UHM વેકેશન અને GenXAI એનાલિટિક્સ જેવી કંપનીઓ બજારમાં લિસ્ટ થવા માટે તૈયાર છે. જેમાંથી, મેરિટ્રોનિક્સના IPO એ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. જેને 220 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મેળવ્યા છે. આ બતાવે છે કે સ્મોલ અનેમીડીયમ સાઈઝની કંપનીઓના IPO માં રોકાણકારોનો રસ પણ ઝડપથી વધી રહ્યો છે.
SME સેગમેન્ટમાં SMR જ્વેલ્સના IPOની ઈશ્યુ સાઇઝ 63.74 કરોડ રૂપિયા છે. તો તેની પ્રાઈઝ બેન્ડ 125 થી 128 રૂપિયા છે. 4 જૂને તેનું એલોટમેન્ટ થયું હતું અને લિસ્ટિંગ 8 જૂને થશે. એ રીતે Merritronix ના IPOની ઈશ્યુ સાઇઝ 70.03 કરોડ રૂપિયા છે. તો તેની પ્રાઈઝ બેન્ડ 141 - 149 રૂપિયા છે. 4 જૂને તેનું એલોટમેન્ટ થયું હતું અને લિસ્ટિંગ 8 જૂને થશે. તો Vahh કેમિકલ્સના IPOની ઈશ્યુ સાઇઝ 13.45 કરોડ રૂપિયા છે. તો તેની પ્રાઈઝ બેન્ડ 60 રૂપિયા છે. 9 જૂને તેનું એલોટમેન્ટ થશે અને લિસ્ટિંગ 11 જૂને થશે.
એ રીતે UHM વેકેશનના IPOની ઈશ્યુ સાઇઝ 36.0 કરોડ રૂપિયા છે. તો તેની પ્રાઈઝ બેન્ડ 157 - 166 રૂપિયા છે. 9 જૂને તેનું એલોટમેન્ટ થશે અને લિસ્ટિંગ 11 જૂને થશે. આ સિવાય GenXAI એનાલિટિક્સના IPOની ઈશ્યુ સાઇઝ 54.84 કરોડ રૂપિયા છે. તો તેની પ્રાઈઝ બેન્ડ110 - 116 રૂપિયા છે. 10 જૂને તેનું એલોટમેન્ટ થશે અને લિસ્ટિંગ 12 જૂને થશે. આ સિવાય હોરાઇઝન રિક્લેમ (ઇન્ડિયા)નો નવો SME IPO 12 જૂને ખુલશે. કંપની આ ઇશ્યૂમાંથી આશરે 54 કરોડના ફંડનો ઉપયોગ કાર્યકારી મૂડી, દેવાની ચુકવણી અને ક્ષમતા વિસ્તરણ માટે કરશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, Gujjunewschannel.in કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Next Week IPO Segment - SME IPO GMP - Gray Market Premium
