• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ

ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ

11:27 PM May 28, 2026 Gujju News Channel Share on WhatsApp

Rudram-3 Missile Test : ભારતે સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ ‘રુદ્રમ-3’ ને સુખોઈ Su-30MKI ફાઇટર જેટ સાથે સફળતાપૂર્વક ઈન્ટિગ્રેટ કરી મોટી સિદ્ધિ મેળવી છે. DRDOના આ પરીક્ષણથી વાયુસેનાની દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની ક્ષમતા વધુ મજબૂત બનશે.



Rudram-3 Missile Test : ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી ઊંચાઈ આપવા DRDO દ્વારા વિકસિત સ્વદેશી હાઈપરસોનિક મિસાઈલ 'રુદ્રમ-3' ને વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાન સુખોઈ (Sukhoi Su-30MKI) સાથે ઈન્ટિગ્રેટ કરવાના પરીક્ષણમાં મહત્વની સફળતા મળી છે. આ મિસાઈલના જોડાણથી વાયુસેનાની 'સપ્રેશન ઓફ એનિમિ એર ડિફેન્સ' (SEAD) એટલે કે એન્ટી એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની વ્યુહરચના વધુ મજબૂત બનશે.


India Successful Test Rudram 3 Hypersonic Missile Integrated With Sukhoi Su 30MKI


► વાયુસેનાના 'સુપર સુખોઈ અપગ્રેડ પ્રોગ્રામ' નો ભાગ


આ પડકારજનક પ્રોજેક્ટ માટે વિમાનના માળખા અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં જરૂરી ફેરફારો કરાયા હતા. તાજેતરના પરીક્ષણમાં સફળ ફાયરિંગ દ્વારા સુખોઈ વિમાન આ ભારે હથિયાર વહન કરવા સક્ષમ હોવાનું સાબિત થયું છે. આ પ્રોજેક્ટ વાયુસેનાના 'સુપર સુખોઈ અપગ્રેડ પ્રોગ્રામ' નો ભાગ છે, જેનાથી ફાઈટર જેટ ન્યૂ જનરેશન રડાર અને આધુનિક સેન્સર્સથી સજ્જ બનશે. પ્રાદેશિક સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્ષમતા ચીન અને પાકિસ્તાન સામે ભારતને સરસાઈ આપશે અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મજબૂત કરશે.


India Successful Test Rudram 3 Hypersonic Missile Integrated With Sukhoi Su 30MKI


• Read Also : Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક

• Read Also : શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!


► રુદ્રમ-3 મિસાઈલની મુખ્ય ખાસિયતો


• તે હવામાંથી લોન્ચ કરવામાં આવતી એન્ટી-રેડિયેશન અને પ્રિસિઝન સ્ટ્રાઈક હાઈપરસોનિક મિસાઈલ છે.

• આ મિસાઈલની પ્રહાર ક્ષમતા આશરે 550 થી 600 કિલોમીટર સુધીની છે.

• તે 550 કિમીથી વધુ દૂરથી હુમલો કરી શકતી હોવાથી ફાઈટર જેટ્સે દુશ્મનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવો નહીં પડે, જેથી પાયલોટોનું જોખમ ઘટશે.

• મિસાઈલની ઝડપ મેક-5 થી વધુ એટલે કે કલાકના 6000 થી 7000 કિલોમીટર જેટલી છે.

• હુમલાના અંતિમ ચરણમાં (ટર્મિનલ ફેઝ) તે મેક-5 થી મેક-5.5 ની ગતિ પકડી લે છે, જેથી તેને આંતરીને તોડી પાડવી અશક્ય બને છે.

• મિસાઈલમાં ડ્યુઅલ પલ્સ્ડ સોલિડ રોકેટ મોટર છે, જે તેને જટિલ ઉડાન ભરીને એર ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં મદદ કરે છે.

• તેમાં અત્યાધુનિક ગાઈડન્સ અને ટાર્ગેટિંગ સિસ્ટમ છે, જે ઇલેક્ટ્રોનિક જેમિંગ વચ્ચે પણ સચોટ નિશાન સાધે છે.

• આ મિસાઈલ દુશ્મનના રડાર નેટવર્ક, એર ડિફેન્સ સિસ્ટમ, બંકર અને સૈન્ય ઠેકાણાઓને લાંબા અંતરેથી નષ્ટ કરી શકે છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India Successful Test Rudram 3 Hypersonic Missile Integrated With Sukhoi Su 30MKI



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિ ભવિષ્ય 29 મે 2026: શુક્રવારે માતા લક્ષ્મીની કૃપા કઈ રાશિ પર વરસશે?

  • 28-05-2026
  • Gujju News Channel
  • Oshia Mall Ahmedabadના માલિકોએ 250 કરોડનું ફુલેકું ફેરવ્યું ! 267 વેપારીના એડવાન્સ ચેકના પૈસા ફસાતા કરી ફરીયાદ
    • 28-05-2026
    • Gujju News Channel
  • ચીન-પાકિસ્તાન માટે એલર્ટ ! ‘રુદ્રમ-3’ મિસાઈલએ, 600 કિમી રેન્જ સાથે સફળ પરીક્ષણ
    • 28-05-2026
    • Gujju News Channel
  • Confirm Tatkal Ticket: એજન્ટની ઝંઝટ છોડો, રેલવેની આ જાદુઈ ટ્રીકથી પળવારમાં થશે ટિકિટ બુક
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું ક્વોલિફાયર-૨ માં જોવા મળશે વૈભવનું તોફાન? ગુજરાત સામે આ ૩ મોટા રેકોર્ડ ધ્વસ્ત કરવા મેદાને ઉતરશે આ વિસ્ફોટક ઓપનર!
    • 28-05-2026
    • Gujju News Channel
  • શું સોનાની ચમક અચાનક ફીકી પડશે? ₹૩૦,૦૦૦ સુધી ભાવ ઘટવાની આશંકાથી સોનાના બજારમાં ફફડાટ!
    • 28-05-2026
    • Gujju News Channel
  • બોબી દેઓલ સાથેના પ્રેમ સંબંધ પર પૂજા ભટ્ટે વર્ષો પછી તોડ્યું મૌન, કહ્યું- 'તેની સાથે વિતાવેલી એ ક્ષણો...'
    • 28-05-2026
    • Gujju News Channel
  • Health Tips: સવારે ખાલી પેટે કેમ ચાવવા જોઈએ ફુદીનાના પાન? જાણો ૪ અદ્ભુત ફાયદા
    • 28-05-2026
    • Gujju News Channel
  • 1 જૂનથી બદલાશે આ 5 નિયમો: UPI થી LPG સુધી અનેક મોટા બદલાવ, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે...
    • 28-05-2026
    • Gujju News Channel
  • 'કચ્ચા બાદામ ગર્લ' અંજલી અરોરાએ બિકની પહેરી બોલ્ડનેસથી લગાવી આગ ! જુઓ ફોટોઝ
    • 28-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us