• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ

ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ

10:23 PM May 10, 2026 Gujju News Channel Share on WhatsApp

લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ અને વચ્ચેની મેચમાં CSKને 204 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેમાં મૂળ ગુજરાતી પણ ચેન્નાઈની ટીમમાં રમતા ઉર્વીલ પટેલે 23 બોલમાં તાબડતોડ 65 રન બનાવ્યા હતા.



IPL 2026ની 53મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ મેચ રમાઈ રહી છે. જેમાં ચેન્નઈના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. CSK એ આ મેચમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટ પર 203 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈએ અત્યાર સુધી 5 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા છે. એમાં ચેન્નઈના ઉર્વીલ પટેલે 23 બોલમાં તાબડતોડ 65 રન બનાવ્યા હતા.


► એબી ડી વિલિયર્સનો 11 વર્ષ જૂનો મોટો રેકોર્ડ તોડ્યો


મૂળ ગુજરાતના ઉર્વીલ પટેલે આ ઇનિંગમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા. જેમાં તેની સ્ટ્રાઈક રેટ 288 ની હતી. આ મેચમાં ઉર્વિલે માત્ર 23 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ખાસ વાત એ છે કે, ઉર્વિલે ફક્ત 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. ઉર્વિલે પોતાની આ ઇનિંગના જોરે એબી ડી વિલિયર્સનો 11 વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ પણ ચકનાચૂર કરી દીધો છે.


► IPLમાં ફટકારી સંયુક્ત રીતે ‘સૌથી ઝડપી ફિફ્ટી’


ઉર્વિલ પટેલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં પોતાની ઇનિંગની શરૂઆત અત્યંત ધમાકેદાર રીતે કરી હતી, જેમાં તેણે મોટાભાગના બોલને સીધા સ્ટેન્ડમાં પહોંચાડ્યા હતા. ઉર્વિલે આ મેચમાં પોતાની ફિફ્ટી માત્ર 13 બોલમાં પૂરી કરી હતી, જેની સાથે જ તે હવે યશસ્વી જયસ્વાલ સાથે આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ‘ઉર્વિલ પટેલ’ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા આઈપીએલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે, જે અગાઉ સુરેશ રૈનાના નામે હતો. રૈનાએ વર્ષ 2014માં પંજાબ કિંગ્સ સામે 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.


► આખરે ઉર્વિલે ચિઠ્ઠીમાં શું લખ્યું હતું?



ઉર્વિલ પટેલ જ્યારે આ મેચમાં બેટિંગ કરવા ઉતર્યો, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 45 રન બનાવી લીધા હતા. મેદાન પર આવતાની સાથે જ ઉર્વિલે તેની ઇનિંગના પ્રથમ 8 બોલમાં 6 સિક્સર ફટકારી દીધી હતી. તેણે 13 બોલમાં ફિફ્ટી પૂરી કરીને આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના યશસ્વી જયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ફિફ્ટી પૂરી કર્યા બાદ ઉર્વિલે પહેલા બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો અને પછી ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી જેમાં લખ્યું હતું, “આ તમારા માટે છે પપ્પા.” આ ઉપરાંત ઉર્વિલે તે ચિઠ્ઠીમાં ગુજરાતીમાં પણ ખાસ સંદેશ લખ્યો હતો.


► LSGના જોશ ઈંગ્લિસે 33 બોલમાં 85 રન બનાવ્યા


લખનઉ તરફથી જેમાં મિશેલ માર્શ અને નિકોલસ પૂરન આઉટ થયા છે. આ મેચમાં જોશ ઈંગ્લિસે તાબડતોડ 85 રન બનાવી આઉટ થયો તો રિષભ પંત પણ 15 રન બનાવી આઉટ થયો હતો. એમાં ઇંગ્લિસે 85 રન કર્યા હતા. તેણે 33 બોલની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અંતમાં શહબાઝ અહમદે અણનમ 43 રન બનાવ્યા હતા.


► ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન:


સંજુ સેમસન (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ઉર્વિલ પટેલ, કાર્તિક શર્મા, ડીવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટોન, અકીલ હુસૈન, અંશુલ કંબોજ, નૂર અહેમદ અને મુકેશ ચૌધરી.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: ગુર્જપનીત સિંહ, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, સરફરાઝ ખાન અને આકાશ મધવાલ.


► લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈંગ ઈલેવન:


મિશેલ માર્શ, જોશ ઈંગ્લિસ, નિકોલસ પૂરન, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), એડન માર્કરામ, અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી અને પ્રિન્સ યાદવ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: મુકુલ ચૌધરી, આવેશ ખાન, અબ્દુલ સમદ, એમ સિદ્ધાર્થ અને મયંક યાદવ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - fastest 50 from urvil patel gujju man from csk team in ipl



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજ્જુ પ્લેયર ઉર્વિષ પટેલે 13 બોલમાં 50 રન બનાવી જયસ્વાલના રેકોર્ડની કરી બરાબરી, CMએ કર્યા વખાણ

  • 10-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-05-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ગરમીનો કહેર વધશે, 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની શક્યતા
    • 09-05-2026
    • Gujju News Channel
  • સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર
    • 09-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 મે 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-05-2026
    • Gujju News Channel
  • ધરતીપુત્રો સાવધાન! આજથી આ રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ
    • 08-05-2026
    • Gujju News Channel
  • તમિલનાડુ : વિજયને આખરે મળી ગઇ બહુમત, કોંગ્રેસ સહિત આ દળોએ આપ્યું સમર્થન, રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું
    • 08-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 મે 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-05-2026
    • Gujju News Channel
  • રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપ્યું નથી
    • 07-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 મે 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us