• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

09:06 PM March 25, 2026 Gujju News Channel Share on WhatsApp

અમરેલીમાં વિજય વિશ્વાસ સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં 1,000 રુપિયા જમા કરવામાં આવશે. જો કોઈ ઘરમાં માતા, પુત્રવધૂ અને પુત્રી હશે તો તે પરિવારને દર મહિને 3,000 રુપિયા મળશે



AAP Vijay Vishwas Sabha in Amreli : અમરેલીમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બુધવારે એક વિશાળ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આપ જીતે તો મહિલાઓને 1,000  આપવાની જાહેરાત કરી છે. અમરેલીમાં વિજય વિશ્વાસ સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં બધી મહિલાઓના ખાતામાં હજાર-હજાર રૂપિયા આવવાના શરુ થઇ જશે.


► "18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં રૂ.1,000 જમા થશે"


સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબમાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાના ખાતામાં 1,000 રુપિયા જમા કરવામાં આવશે. જો કોઈ ઘરમાં માતા, પુત્રવધૂ અને પુત્રી હશે તો તે પરિવારને દર મહિને 3,000 રુપિયા મળશે. વિરોધી પક્ષોએ ગાળો આપી કે મહિલાઓ બગડી જશે. મેં કહ્યું કે તમે આટલા કરોડ રૂપિયા ડકારી ગયા તમે ના બગડ્યા મહિલાઓ બગડી જશે. ત્યારબાદ કેજરીવાલે જાહેરાત કરી કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં પણ બધી મહિલાઓના ખાતામાં હજાર-હજાર રૂપિયા આવવા લાગશે.


► ભાજપ પર કેજરીવાલના પ્રહાર


આ સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે દ્વારકાધિશના મંદિરે લોકો દૂર-દૂરથી આશીર્વાદ લેવા માટે આવે છે. આજે હું પણ સૌરાષ્ટ્ર ભગવાનના આશીર્વાદ લેવા આવ્યો છું. દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસ માટે, સુખ-સમૃદ્ધિ માટે અને જે 30 વર્ષથી ગુજરાતમાં બીજેપીએ જબરજસ્તીથી કબજો કરી રાખ્યો છે. બીજેપીનો ભ્રષ્ટાચાર, બીજેપીનું કુશાસન તેનાથી ગુજરાતના લોકોને ભગવાન મુક્તિ અપાવે તેવા આશીર્વાદ લેવા આવ્યો છું.


► 30 વર્ષની અંદર ભાજપના લોકોએ તમને લુંટી લીધા - કેજરીવાલ


કેજરીવાલે કહ્યું કે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 48 સીટો છે. ગત વખતે 2022માં તમે લોકોએ 40 સીટો ભાજપને આપી હતી. આથી વધારે પ્રેમ, માન-સન્માન શું આપશો. તેના બદલામાં તમને ધક્કા મળ્યા, ગાળો મળી, અપમાન મળ્યું, દંડા પડ્યા, જેલ મળી. છેલ્લા 30 વર્ષમાં ભાજપે શું આપ્યું. તમારો વોટ લઇને ભાજપના લોકો મંત્રી બની ગયા, એમએલએ બની ગયા, મોટી-મોટી ગાડીઓ આવી ગઇ, મોટા-મોટા બંગલા બની ગયા. 30 વર્ષની અંદર ભાજપના લોકોએ તમને લુંટી લીધા. એટલો ભ્રષ્ટાચાર કે રસ્તો બનાવે છે અને બે દિવસમાં તુટી જાય છે.  પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે કેજરીવાલે સામાન્ય લોકોની ભલાઇ માટે આમ આદમી પાર્ટી બનાવી. જે થોડા જ વર્ષોમાં એક નેશનલ પાર્ટી બની ગઇ છે. પંજાબમાં 10 લાખ રુપિયા સુધીની સારવાર મફત છે.  કોઇ વ્યક્તિ પૈસાના કારણે સારવાર વગર રહેશે નહીં. ભાજપને લુટતા 30 વર્ષ થઇ ગયા છે. કોંગ્રેસવાળા તેની સાથે ભેગા છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તમારા દિલમાં રાજ કરે છે.  


► વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો માટે સરકારને કંઇ પડી નથી :ઇટાલિયા


આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતની જનતાએ વર્ષો સુધી ભાજપને મત આપ્યા છતાં, જનતાની સમસ્યાઓનું સમાધાન ના આવે એનું કારણ શું? વિસાવદરના જનતાના આશીર્વાદથી મને વિધાનસભામાં જનતાનો અવાજ બુલંદ કરવાનો મોકો મળ્યો, હું વિધાનસભામાં બેસું છું અને જનતાને જણાવવા માંગુ છું કે વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો માટે સરકારને કંઇ પડી નથી, માત્ર ભાજપના નેતાઓના વખાણ કરવા સિવાય બીજું કંઈ કામ નથી.


► ઇશુદાને ભાજપને આડે હાથ લીધી


ઇશુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની જનતા પર ભાજપે ખૂબ અન્યાય કર્યા અને હવે જનતા ભાજપને જવાબ આપવા તૈયાર છે. આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ ભાજપનો સફાયો કરવાનું મન બનાવી લીધું છે.


► ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - AAP તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે


ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા AAP પાર્ટી એક્શનમાં આવી ગઇ છે. આપ પાર્ટી તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે. આ અંતર્ગત 455 બેઠકોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - AAP Vijay Vishwas Sabha in Amreli - Kejarival On BJP - Politics News In Gujarati OF Gujarat 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અમરેલીમાં કેજરીવાલની મોટી જાહેરાત, "ગુજરાતમાં 'આપ' ની સરકાર બની તો મહિલાઓના ખાતામાં આપીશું રૂ.1000"

  • 25-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 માર્ચ 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-03-2026
    • Gujju News Channel
  • જીવનમાં દિવ્યતા લાવતા ત્રિકાળ સંધ્યાના શ્લોક : દિવસના ત્રણ ચરણ માટેના ત્રણ શ્લોક | સ્વાધ્યાય પરિવાર | Trikal Sandhya Shlok
    • 25-03-2026
    • Gujju News Channel
  • શું ગુજરાત UCC લાગુ કરનાર બીજું રાજ્ય બનશે? વિધાનસભામાં બિલ રજૂ, જાણો UCC લાગુ થવાથી શું બદલાશે?
    • 24-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-03-2026
    • Gujju News Channel
  • અંબાલાલની આગાહી : આ તારીખથી 40થી 50ની કિમીની ઝડપે પવન સાથે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ
    • 23-03-2026
    • Gujju News Channel
  • અમદાવાદમાં પેટ્રોલની અછતની અફવા બાદ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભીડ ઉમટી પડી
    • 23-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-03-2026
    • Gujju News Channel
  • Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ
    • 22-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us