• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક

10:04 PM March 19, 2026 Gujju News Channel Share on WhatsApp

Gujarat Rain Forecast ગુજરાતમાં અચાનક બદલાયુ હવામાન: પવન, વરસાદ અને કરા સાથે ચેતવણી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે



Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કમોસમી વરસાદ અને જોરદાર પવનની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ આજે એટલે કે, 19 માર્ચ અને બુધવારની વહેલી સવારથી જ અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં તેજ પવન ફૂંકાવા લાગ્યો હતો. આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રસ્તાઓ પર ધૂળ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. કેટલાક વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે.


► રાજકોટમાં કરા સાથે વરસાદ


આ તરફ બપોર પછી સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાનમાં વધુ ફેરફાર નોંધાયો હતો. રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં પણ તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ અચાનક બદલાયેલા હવામાનથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. દિવેલા, ઈસબગુલ, વરિયાળી, જીરૂ અને કેરી જેવા પાકોને નુકસાન પહોંચતા ખેડૂતોએ આર્થિક ચિંતા વ્યક્ત કરી છે.


►રાજકોટના અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો


રાજકોટ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. વિગતો મુજબ રાજકોટના અનેક વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ તરફ રાજકોટમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. રૈયા રોડ પર કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે તો પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. આ સાથે જીવાપર,વીસામણ,પીઠડીયા,ખાખરા,જીલરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે. આ તરફ હવે માવઠાથી ઘઉં,ધાણા,જીરું,રાયડો સહિતના પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.


► શું કહ્યું હવામાન વિભાગે ?


હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ આ સ્થિતિ પાછળ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે. કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં કરા સાથે વરસાદની શક્યતા છે. તટીય વિસ્તારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે પવન અને દરિયાની લહેરો ખતરનાક બની શકે છે.


► આવતીકાલે આ વિસ્તારમાં પડી શકે વરસાદ


આવતીકાલે ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં હળવો વરસાદ રહી શકે છે. ત્યારબાદ હવામાન ધીમે ધીમે સ્થિર થવાની શક્યતા છે. 24 કલાક પછી તાપમાનમાં વધારો જોવા મળશે અને આગામી સાત દિવસમાં તાપમાન 4 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને પવન દરમિયાન ખુલ્લા સ્થળોથી દૂર રહેવું, વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Rain Forecast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક

  • 19-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel
  • Oscars 2026 Winners: માઈકલ બી. જોર્ડન અને જેસી બકલી બન્યા શ્રેષ્ઠ અભિનેતા-અભિનેત્રી; અહીં જુઓ વિજેતાઓની સંપૂર્ણ યાદી
    • 16-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 માર્ચ 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us