મુકેશ અંબાણી Jio મેગા IPO લાવવા જઈ રહ્યા છે. સરકારે લિસ્ટિંગ રિક્વારમેન્ટમાં ફેરફારોને મંજૂરી આપ્યા બાદ IPO ને વધુ બુસ્ટ મળ્યું છે.
Jio IPO : મુકેશ અંબાણી તેમના Jio મેગા IPO માટે તૈયારીઓ કરી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના ટેલિકોમ યુનિટ Jio પ્લેટફોર્મ્સ લિમિટેડના પ્રસ્તાવિત શેર વેચાણ માટે અનેક બેંકો સાથે કામ કરી રહી છે. ભારતના સૌથી મોટા વાયરલેસ ઓપરેટરની માલિકી ધરાવતી કંપની તેના IPO માટે BofA સિક્યોરિટીઝ, સિટીગ્રુપ ઇન્ક., ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇન્ક., JM ફાઇનાન્શિયલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને મોર્ગન સ્ટેનલી સાથે કામ કરી રહી છે.
Jio ભારતની અત્યાર સુધીના સૌથી મોટા IPO સાથે આગળ વધી રહી છે અને લગભગ બે દાયકામાં મુકેશ અંબાણીની મુખ્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેઈન યુનિટ દ્વારા પ્રથમ પણ હોઈ શકે છે. સરકારે લિસ્ટિંગ રિક્વારમેન્ટમાં ફેરફારોને મંજૂરી આપ્યા બાદ IPO ને વધુ બુસ્ટ મળ્યું છે. હવે મોટા ઇશ્યુઅર્સ તેમની ઇક્વિટીનો ઓછામાં ઓછો 2.5 ટકા જ વેચી શકે છે.
બેંકર્સે અગાઉ Jio પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન 170 બિલિયન ડોલર સુધી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મતલબ કે કંપની મિનિમમ જરૂરિયાતના આધારે આશરે 4.3 બિલિયન ડોલર ભેગા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અંતિમ શરતો પૂરી થયા બાદ કંપની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરવાની પ્રોસેસ શરૂ કરશે. તેમને એમ પણ જણાવ્યું હતું કે, આ સંભવિત ઓફરની શરતો અને સમયરેખા હજુ પણ બદલાઈ શકે છે. બેંકોના પ્રતિનિધિઓએ કોમેન્ટ માટેની રિકવેસ્ટનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Jio IPO
