Gujarat Weather Forecast : ગુજરાતમાં ઉનાળો આ વર્ષે વધુ તીવ્ર? હવામાન વિભાગની શરૂઆતની આગાહી ચિંતાજનક, અહીં જાણો તમામ વિગતો એક જ ક્લિકે
Gujarat Weather Forecast : રાજ્યમાં માર્ચની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે, રાજ્યમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આથી રાજ્યવાસીઓએ ઉનાળાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ.
તાજેતરમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં વધારે ગણાય છે. જ્યારે ડીસામાં રાજ્યનું સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કુલ મળીને તાપમાન સામાન્ય કરતાં અંદાજે 3.5 ડિગ્રી વધારે રહ્યું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, 4થી 6 માર્ચ દરમિયાન ભેજના પ્રમાણમાં વધારો થવાથી લોકોને ડીસકમ્ફર્ટ અનુભવાઈ શકે છે. ખાસ કરીને બપોરના સમયે ગરમી વધુ કંટાળાજનક બની શકે છે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. જોકે કચ્છ અને દ્વારકા વિસ્તારમાં તાપમાન સામાન્યની આસપાસ રહેવાની સંભાવના છે.
આ વર્ષે માર્ચ મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી સક્રિય રહેવાની શક્યતા છે. સામાન્ય રીતે માર્ચમાં જેટલો વરસાદ નોંધાય છે, તેના કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ ગરમી સાથે અચાનક વાતાવરણમાં ફેરફાર પણ લાવી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Gujarat Weather Forecast for summer season
