Valentine's day નહીં મોર્ડન યુવતીઓ 'એન્ટી વેલેન્ટાઈ ડે'નું કરી રહી છે સેલિબ્રેશન, જે મહિલાઓને છે વધારે પ્રિય!
એન્ટી વેલેન્ટાઈન ડે સિંગલ કે રોમાન્સથી દૂર રહેતા લોકો માટે કોઈ સેલિબ્રેશનથી ઓછું નથી. આ પ્રેમનો વિરોધ નહીં પણ સેલ્ફ લવ અને દોસ્તીનું સેલિબ્રેશન છે. મહિલાઓમાં આ ખાસ ફેમસ છે કારણ કે તેમને સિંગલ હોવાના બોઝથી મુક્તિ, મહિલા મિત્રો સાથે દોસ્તીને મજબૂત કરવા અને રૂઢિને તોડવાની તક આપે છે.
14 ફેબ્રુઆરીના દિવસે 'વેલેન્ટાઇન ડે'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલ માટે ખાસ છે. પોતાના પાર્ટનર અથવા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો આ દિવસ છે. વેલેન્ટાઈન વીકની ઉજવણી થઈ રહી છે. ત્યારે "એન્ટિ-વેલેન્ટાઇન ડે" પણ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને મોર્ડન યુવતીઓ આ દિવસનું શાનદાર સેલિબ્રેશન કરે છે. "એન્ટિ-વેલેન્ટાઇન ડે" એટલે 'ગેલેન્ટાઈન ડે'. આ દિવસ પ્રેમી પંખીડાઓ માટે નહીં, પણ સ્ત્રી મિત્રો આ દિવસે તેમની મિત્રતાની ઉજવણી કરે છે. આધુનિક યુવતીઓમાં 'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.
એન્ટી વેલેન્ટાઈન ડેનો મતલબ પ્રેમનો વિરોધ કરવાનો નથી પણ સેલ્ફ લવ અને દોસ્તીનું સેલિબ્રેશન છે. આ દિવસે થનારી પાર્ટીઓ પારંપરિક કેન્ડલ લાઈટ ડિનરની એકદમ ઊલટુ હોય છે. અહીંયા લાલ ગુલાબની જેમ કાળા રંગનો ઉપયોગ થાય છે અને રોમાન્ટિક ગીતોની જગ્યાએ ઈન્ડિપેડેન્સ અને બ્રેકઅપ એન્થમ વગાડવામાં આવે છે. જેને ગેલેન્ટાઈન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે જે મુખ્ય રીતે મહિલા મિત્રો સાથે કરવામાં આવતું સેલિબ્રેશન કહે છે.

જેઓ સિંગલ છે, અથવા જેમનું બ્રેકઅપ થયું છે, લગ્ન તૂટયા હોય અથવા એવા લોકો જે ફક્ત રોમાંસની ધમાલથી દૂર રહેવા માંગે છે તેઓ 'એન્ટી વેલેન્ટાઈન ડે' મનાવે છે. "એન્ટિ-વેલેન્ટાઇન ડે" એટલે પ્રેમનો વિરોધ નહીં પરંતુ સ્વની ઓળખ કરવાનો દિવસ. આ દિવસે યુવતીઓ પાર્ટીનું આયોજન કરે છે. જયાં ગુલાબ, કેન્ડલના ડિનર અને કુલ વાતાવરણના સ્થાને કાળા ગુલાબ, ઘોંઘાટીયું સંગીત, પાર્ટીમાં રોમેન્ટીક નહીં સ્વતંત્રતા અને બ્રેકઅપ ગીતો વગાડવામાં આવે છે. ભૂતપૂર્વ પ્રેમીના ફોટા અને ભેટ ફેંકી દઈ નવી શરૂઆત કરાય છે. પાર્ટીમાં મનોરંજક રમતો અને ડાન્સ કરે છે.
'ગેલેન્ટાઈન ડે' સેલિબ્રેશન કોઈ સદીઓ જૂની પરંપરા નથી, પરંતુ એક ટીવી શોમાંથી જન્મેલો વિચાર છે. વર્ષ 2010માં આની શરૂઆત થઈ. અમેરિકન કોમેડી શોમાં પોતાની મહિલા મિત્રો માટે 13 ફેબ્રુઆરીએ બ્રેકફાસ્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેને 'ગેલેન્ટાઈન ડે' નામ આપ્યું હતું. ત્યારબાદ કોમેડીશોના આ વિચાર સોશિયલ મીડિયા પર એટલો લોકપ્રિય થયો કે આજે તે વાસ્તવિક દુનિયામાં એક ટ્રેન્ડ બની ગયો છે. વેલેન્ટાઇન ડે નજીક આવે છે, લોકો એવું માની લે છે કે જો તમે કોઈ સંબંધમાં નથી, તો તમારી પાસે કંઈક ખૂટતું હશે. એટલા માટે પણ યુવતીઓ આ ડેનું સેલિબ્રેસન કરવા લાગી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Modern Girls are Celebrating Anti Valentines Day instead of Valentines day know why
