• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • ગોપાલ ઈટાલિયાનો રાજુ કરપડાને વળતો જવાબ: કહ્યું, "જેલથી બચવા ખેડૂત આંદોલનની બલી ચઢાવી"

ગોપાલ ઈટાલિયાનો રાજુ કરપડાને વળતો જવાબ: કહ્યું, "જેલથી બચવા ખેડૂત આંદોલનની બલી ચઢાવી"

09:33 PM February 12, 2026 Gujju News Channel Share on WhatsApp

રાજુ કરપડાએ ગઈકાલે આપ પાર્ટીમાં રાજીનામું આપ્યા બાદ આજે તેઓએ મીડિયા સમક્ષ આપ પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા, જેના વળતા જવાબમાં આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્સરન્સ યોજી નિવેદનો આપ્યા છે.



આગામી થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ સમયે ગુજરાતના રાજકારણમાં સક્રિય નેતા રાજુ કરપડાએ AAP(આમ આદમી પાર્ટી) છોડી દેતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મળ્યો છે. રાજુ કરપડાએ ગઈકાલે (11 ફેબ્રુઆરી, 2026)એ આપ પાર્ટીમાં તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેઓએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી આપ પાર્ટી પર ગંભીર પ્રહારો કર્યા હતા, જેના વળતા જવાબમાં આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી નિવેદનો આપ્યા છે.


► કડદા કાંડમાં 100 દિવસથી જેલમાં હતા રાજુ કરપડા


વિગતે વાત કરીએ તો, ગત વર્ષે ઓક્ટોબર 2025ના મહિનામાં બોટાદના હડદડ ગામે કડદાપ્રથાના વિરોધમાં આમ આદમી પાર્ટીની આગેવાનીમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને તે સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટના થતા પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ જ સમયે કડદાપ્રથાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમદાવાદ સ્થિત AAPના કાર્યાલય ખાતે ઉપવાસ પર બેસેલા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓની ધરપકડ કરી હતી. જે બાદ તેઓ 100 દિવસથી વધુ જેલમાં રહ્યા હતા અને તાજેતરમાં બંને નેતાઓને એક સાથે જ જામીન મળ્યા બાદ તેઓ જેલ બહાર આવતા રાજુ કરપડાએ પોતાનું રાજીનામું ધરી દીધું છે.


► જેલવાસથી બચાવવા પાર્ટીએ કોઈ વકીલ ન રાખ્યો : કરપડા


આજે સવારે 12મી ફેબ્રુઆરીએ રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે, 'જે મુદ્દે હું જેલવાસ ભોગવીને આવ્યો તે હળદડની ઘટનામાં જેલવાસથી મને બચાવવા પાર્ટીએ કોઈ વકીલ ન રાખ્યો, જેના લીધે મારે 100થી વધુ દિવસ જેલમાં વિતાવવા પડ્યા.' આવી વાત રજૂ કરી તેમણે પાર્ટી છોડી હોવાનું તથ્ય રજૂ કર્યું હતું, ત્યારે આ મુદ્દે હાલ ગુજરાતના રાજકારણમાં ફરીથી ભડકો થયાની સ્થિતિ સર્જાઈ છે. દરમિયાન વળતા જવાબમાં ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટીનો પક્ષ રજૂ કર્યો છે.


► આજે એમના શબ્દો સ્ક્રિપ્ટમાંથી આવ્યા હતા : ઈટાલિયા


ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રાજુભાઈ આપણી સાથે નથી એ વાતનું દુ:ખ છે. તેમના અવાજમાં ગર્જના હતી, તેમના અવાજમાં જુનૂન અને આક્રોશ હતો. જોકે આજે તેમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું એમાં કોઈ દમ નહોતો. આજે એમના શબ્દો સ્ક્રિપ્ટમાંથી આવ્યા હતા, તેમાં કોઈ તાકાત નહોતી. આજે એક લડાયક અને તાકાતવર યોદ્ધા સમાન માણસ લાચાર દેખાઈ રહ્યો છે. તેમના શબ્દોમાં જેલમાં જવાનો ડર છે.


► જેલ જવાથી બચવા તેમણે આ પગલું ભર્યું : ગોપાલ


ગોપાલ ઈટાલિયાએ ભૂતકાળના તથ્યો રજૂ કરી કહ્યું હતું કે, 'રાજુ કરપડાના પાર્ટી છોડવા પાછળના નિર્ણય માટે ત્રણ મહત્વના પાસા જવાબદાર છે. તેમની પર કુલ ત્રણ કેસો નોંધાયેલા છે. 2022ની ચૂંટણીનાં એફિડેવિટમાં તેમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો એ મુજબ, તેમના પર એક કેસ 326 એટલે કે પગ ભાંગી નાખવાનો કેસ, જેમાં તેમને 5 વર્ષની સજા થઈ છે. જ્યારે અન્ય બે કેસ જાનથી મારી નાખવાની કોશિશના છે. જે બે કેસની આજે(12મી ફેબ્રુઆરીએ) સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે. કોર્ટમાં આજે આ બંને કેસમાં આખરી નિર્ણય થવાનો હતો. જેમાં જેલ જવાથી બચવા તેમણે આ પગલું ભર્યું છે. આ બંને કેસોમાં આજે સુરેન્દ્રનગર કોર્ટ તેમને કોઈ મોટી સજા ફટકારવાની હતી, જોકે તે સજામાંથી બચવા ભાજપે રાજુ કરપડાને પ્રેસ કોન્ફરન્સ યોજી આમ આદમી પાર્ટી પર આ આરોપો લગાવવાનું કહ્યું હતું. મીડિયા સમક્ષ રાજુભાઈએ શું બોલવું એની સ્ક્રિપ્ટ પણ ભાજપે જ આપી હતી અને જો રાજુભાઈ ભાજપની સ્ક્રિપ્ટ મુજબ ન બોલ્યા હોત તો તેઓને આજે મોટી સજા પણ થઈ શકેત. જેથી તેમને લાલચમાં, મજબૂરીમાં ડરના કારણે આ પગલું ભરવું પડ્યું છે.


► પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા સુનવણી અટક્યાનો ઉલ્લેખ


રાજુ કરપડાના પાર્ટી પર આરોપ છે કે, પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો. જે મામલે જવાબ આપતા ગોપાલ ઈટાલિયાએ લોકલ 5-7 જેટલા વકીલનું તથા સુપ્રીમ કોર્ટના 3-4 વકીલનું નામ લઈને આ તમામ રાજુ કરપડાના કેસની તમામ મુદ્દતમાં હાજર રહ્યા હોવાની વાત રજૂ કરી હતી. પરંતુ પોલીસે આ કેસમાં એફિડેવિટ રજૂ ન કર્યું હોવાથી તેમની સુનવણી અટકી હતી, પોલીસ દર મુદ્દતે પોલીસ, અથવા સરકારી વકીલ અથવા જજ હાજર ન હોવાથી તેમને જામીન મળવામાં વિલંબ થયો.


► કડદા આંદોલનમાં ઈટાલિયા કેમ નહીં?


આ અંગે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, કડદાપ્રથાના વિરોધમાં બનેલા આ ઘટનાક્રમની શરૂઆત ગત 12મી ઓક્ટોબર 2025થી થઈ હતી, જેની એક રાત પહેલા એટલે કે 11મીએ હું અને રાજુભાઈ એક સાથે સુરેન્દ્રનગર રતનપર ગામે બેઠા હતા. અમે રાતે 8થી 2 રાતના બે વાગ્યા સુધી સાથે હતા અને સવારે પાર્ટીએ રાજકોટમાં મારી સભાનું આયોજન કર્યું હતું. જેથી એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બસ આ મામલે હવે મારે વધુ ખુલાસો આપવાની જરૂર નથી.


► જેલમાં જવાથી બચવા ખેડૂત આંદોલનની બલિ ચઢાવી દીધી : ગોપાલ


ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, 'રાજુભાઈને મારાથી વ્યક્તિગત રીતે કોઈ વાંધો હોય તો તેઓ સોશિયલ મીડિયા પર લખી શકેત, તેઓ પાર્ટી હાઈકમાન્ડને મારી કમ્પ્લેન કરી શકેત પણ આ લડાઈ કોઈ વ્યક્તિગત લાભ માટે નહોતી, આ લડાઈ હતી ગુજરાતના હજારો ખેડૂતોની, જેથી હવે દુ:ખ એ વાતનું કે રાજુભાઈએ આ પગલું ભરી હજારો ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું. 'રાજુ કપરડા જેલમાં જવાથી બચવા ખેડૂત આંદોલનનો ભોગ લીધો છે, તેઓએ જેલમાં જવાથી બચવા ખેડૂત આંદોલનની બલિ ચઢાવી દીધી છે.'


► રાજુ કરપડાના સમર્થનમાં પાર્ટીએ ઘણા કાર્યક્રમો કર્યા


ગોપાલ ઈટાલિયાએ આગળ ઉમેર્યું કે, 'જ્યારે વાત રહી કે, તેમના(રાજુ કરપડા)ના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ કશું જ નથી કહ્યું તો તેમના સમર્થનમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ તેમને જેલમાં મળવા આવ્યા હતા. આ મામલે મેં પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. પરંતુ પોલીસે મળવા ન દીધા, આટલું જ નહીં આપ પાર્ટીએ ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા.


• સુરેન્દ્રનગરમાં-31 ઓક્ટોબર

• ખંભાડિયામાં-9મી નવેમ્બરે

• તાલાલા-ગીરમાં 11મી નવે

• વ્યારામાં-23 નવે

• આંકલાવમાં-29 નવે

• પાલનપુરમાં -30 નવે

• અમરેલી-7 ડિસે

• રાપરમાં-14 ડિસે


વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે જેલમાં માત્ર રાજુ કરપડા જ નહોતા, તેમની સાથે પ્રવીણ રામ, મહેશ કોટડિયા, રાજુ ગોરખતરિયા સહિતના 8થી 10 જેટલા નેતાઓ હતા. પ્રદેશકક્ષાના 10 નેતાઓ જેલમાં હતા, જેમાંથી 9ને કોઈ વાંધો નથી. માત્ર રાજુભાઈને જ વાંધો છે કારણ કે, આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં તેમના કેસની હિયરિંગ છે એટલે જેથી જેલની બીકે રાજુભાઈ જૂઠું બોલે છે. તેમણે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું.


► માત્ર બે મામૂલી કેસમાં રાજુભાઈનું વર્તન બદલાયું : ઈટાલિયા


અંતે ઈટાલિયાએ રાજુ કરપડા અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે રાજુભાઈએ આટલી પ્રસિદ્ધિ આપી એ ખેડૂતોની મહાનતા છે. જોકે માત્ર બે મામૂલી કેસમાં રાજુભાઈનું વર્તન બદલાયું. ગાંધીનગરમાં રાજુભાઈએ ખેડૂતોનો સોદો કર્યો છે. રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતભરના લોકોના સપનાઓ તોડવાનું કામ કર્યું, ભરોસો તોડ્યો છે. તેમના બે કેસોની ડિલ થઈ છે, આ માટે તેઓ 31 તારીખે IPS અધિકારી એની માહિતી પણ મારી પાસે છે. જોકે તેમનો રસ્તો હવે ભાજપ તરફ છે એટલે તેમને જૂઠું બોલતા શીખવું પડશે અને એ જ તો તેઓ કરી રહ્યા છે, ત્યારે હું અંતે ફરી એકવાર તેમનો આભાર માનું છું, પાર્ટીનું જે કામ કર્યું તે માટે આભાર.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - raju karpada read bjps script sacrificed farmer movement to avoid jail aam admi party gopal italia statment

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગોપાલ ઈટાલિયાનો રાજુ કરપડાને વળતો જવાબ: કહ્યું, "જેલથી બચવા ખેડૂત આંદોલનની બલી ચઢાવી"

  • 12-02-2026
  • Gujju News Channel
  • અમદાવાદમાં યુવકે પ્રેમિકાનું માથું છુદી નાખ્યું : સગીરાના પિતાને કહ્યું, 'તમારી છોકરીને મારી નાખી છે'
    • 12-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-02-2026
    • Gujju News Channel
  • શિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને સુવિચાર | Shivratri Quotes in Gujarati 2026
    • 11-02-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, રાજુભાઈ કરપડાનું રાજીનામું
    • 11-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-02-2026
    • Gujju News Channel
  • Gold Silver ETF : સોનામાં સોના જેવી તક.. ગોલ્ડ ETF પર રૂપિયાનો વરસાદ, ફંડ મેનેજરોની કમાલથી 100%થી પણ વધ્યો ઇનફ્લો
    • 10-02-2026
    • Gujju News Channel
  • BCCI Central Contract: દર મહિને કે વર્ષે… પ્લેયર્સને કઈ રીતે મળે છે સેલેરી? ગ્રેડ સિસ્ટમ શું છે?
    • 10-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-02-2026
    • Gujju News Channel
  • T-20 વર્લ્ડકપમાં ભારત સામે રમશે પાકિસ્તાન, ICCએ માગ ન સ્વીકારી
    • 09-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us