
Devayat Khavad : દેવાયત ખવડે ગીરમાં સામસામી કાર અથડાવી મારામારી થતા ધ્રુવરાજસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થયાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે.
Devayat Khavad Controversy : ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે દેવાયત ખવડ અને તેના સાથીઓ પર અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. હુમલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થતા હાલ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હુમલાખોરોએ ધ્રુવરાજસિંહની 17 તોલાની સોનાની ચેન અને કારમાં રહેલા 43 હજાર રોકડા પણ લૂંટી લીધા હોવાનો આરોપ કરાયો છે.
હુમલાની ઘટના બાદ ધ્રુવરાજસિંહે દેવાયત ખવડ પર આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું કે, અમે સવારે 11 વાગ્યે સોમનાથ જવા નીકળ્યા. તો ફોર્ચ્યનર કાર આગળ ઊભી હતી. તેમણે 5 વાર સીધી ઉપર ચડાવી દીધી. પછી પાછળ ક્રેટા કાર હતી. બંને કારમાં બ્લેક ફિલ્મ હતી અને નંબર પ્લેટ નહોતી. બે ગાડીમાંથી 12-13 લોકો લોખંડના ધોકા લઈને નીકળ્યા. આખી ગાડીના કાચ તોડી નાખ્યા અને મને બહાર કાઢ્યો. મને રિવોલ્વર બતાવી અને મને પાડી દેવાનો છે એમ કહીને પગમાં ચાર-પાંચ ધોકા માર્યા. મને પગમાં અને હાથમાં ફ્રેક્ચર થયું છે.
આ હુમલા પાછળ દેવાયત ખવડ પોતે જ છે. બધા 12-13 લોકો હતા બધાએ મોઢે બાંધેલું હતું. પછી છેલ્લે દેવાયતનું મોઢું ખુલી ગયું, એટલે મેં એને કહ્યું- દેવાયતભાઈ રહેવા દે. પણ તે માન્યો નહીં અને પગમાં માર્યું અને કહ્યું કે, આ રિવોલ્વર તારા માટે જ લાવ્યો છે. ભડાકે આપી દઈશ મારી સામે કેસ કર્યો તો.
ધ્રુવરાજસિંહે કહ્યું કે, અમારા ગામમાં મારા દાદાનો પ્રોગ્રામ રાખ્યો હતો. તેમાં તે નહોતા આવ્યા. અમે તેને 8 લાખ રૂપિયા આપીને બોલાવ્યા હતા. એ તો મીડિયામાં પણ બધાને ખબર છે. 8 લાખ આપીને અમે બોલાવ્યા છતાં તે આવ્યા નહીં. પછી જે બધી ઘટના થઈ તો અમારા પર નાખ્યું કે તમે કર્યું છે આ બધું, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી. પણ અમે આવું કશું કર્યું નહોતું. તાલાલા પી.આઈ. જે.એન. ગઢવીએ ETV BHARATને જણાવ્યું કે, ચિત્રોડ ગામે બે કાર સામસામે અથડાઈ હતી, જેમાં એક યુવકને પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને જિલ્લા LCB ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉ 10 ફેબ્રુઆરીએ સનાથલ ગામે ડાયરાના કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડ હાજર ન રહેતાં તેમની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ ચૌહાણ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, હુમલાખોરોમાંના એક ભગવતસિંહે દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati folk artist Dayra kalakar Devayat Khavad in controversy again accused of beating up ahmedabad youth in gir