
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર હાલ રાજ્યમાં આગામી 15 દિવસ સુધી વરસાદની શક્યતા નહીવત્ત છે. રાજ્યમાં હાલ એક પણ સિસ્ટમ સક્રિય નહી હોવાનાં કારણે વરસાદની શક્યતા નહીવત્ત છે. ઓગસ્ટ મહિનો અને આગામી દિવસોમાં કેવું હવામાન અને વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે.
Rain Forecast For Next 15 Days In Gujarat : રાજ્યમાં વરસાદ પર બ્રેક લાગી છે, પરંતુ રાજ્યના ઘણા ખરા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના પગલે એવું લાગી રહ્યું છે કે વરસાદ પડશે. પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી અનુસાર હાલ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના હાલ પૂરતી દેખાતી નથી. કેમ કે, રાજ્યમાં કઈ સિસ્ટમ સક્રિય નથી. આવો જાણીએ કે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વરસાદ અંગે કરેલી આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. તે પણ ક્યાંય છુટો છવાયો વરસાદ પડી શકે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 4થી 6 ઓગસ્ટ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. દરિયામાં પવનની ગતિ તેજ રહેવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
રાજ્યમાં 1 જૂનથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં 27 ટકા વધુ વરસાદ પડી ચુક્યો છે. જ્યારે રિજન પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 30 ટકા વધુ વરસાદ પડી ચુક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 23 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જો કે ઓગસ્ટ મહિનામાં અડધો મહિનો તો વરસાદ પડે તેની શક્યતા નહીવત્ત છે. 1 થી 17 ઓગસ્ટ દરમિયાન માત્ર છુટોછવાયો વરસાદ નોંધાશે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 3 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે પરંતુ કોઇ સાર્વત્રિક વરસાદની શક્યતા નહીવત્ત છે. 6થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડશે. 18થી 22માં કેટલી જગ્યાએ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જો કે સાર્વત્રિક વરસાદ પડે તેની શક્યતા નહીવત્ત છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 2થી 15 ઓગસ્ટ સુધી વરસાદનો વિરામ રહેશે. આ દરમિયાન વરસાદી ઝાપટા પડશે પરંતુ ક્યાંય વરસાદની શક્યતા નહીવત્ત છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં હાલ કોઈ સારી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા નથી. 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. ક્યાંક ક્યાંક ઝાપટાં પડી શકે છે. પરંતુ ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નહીવત્ત છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , Rain Forecast For Next 15 Days In Gujarat