
GST Income : રાજ્યની જૂન 2025માં જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરા હેઠળ કુલ રૂપિયા 9880 કરોડની આવક થઇ છે.
GST Income : જીએસટી હેઠળ રાજ્યને જૂન 2025માં રૂપિયા 6150 કરોડની આવક થઇ છે. ગત વર્ષ કરતા જીએસટી ની આવકમાં 11 ટકાનો વધારો થયો છે. ગુજરાત રાજ્યને જૂન 2025માં વેટ હેઠળ રૂપિયા 2833 કરોડની આવક થઇ હતી. જ્યારે GST દેશમાં લાગુ કરવામાં આવ્યો છે, ત્યારબાદ સરકારના ખજાનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, હવે સરકારે GST કલેક્શન દ્વારા રેકોર્ડ બનાવી દીધો છે.
નાણાકીય વર્ષ 2024-25માં સરકારે રેકોર્ડબ્રેક GST કલેક્શન કર્યુ છે. વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 876 કરોડ તો વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઇ છે જ્યારે મોબાઈલ સ્ક્વોડ દ્વારા જૂન માસમાં તપાસ માં ૩૨ કરોડની આવક થઇ છે. રાજ્યની જૂન 2025માં જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરા હેઠળ કુલ રૂપિયા 9880 કરોડની આવક થઇ છે.
નાણામંત્રી દ્વારા જીએસટી ડે ઉજવણીના ભાગરૂપે રાજ્વેરા વિભાગની ઓળખ દર્સાવતા નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. જેમાં કોમ્યુનિકેશન અને પારદર્શિતા દર્શાવતા વાદલી રંગ અને કરવેરા અને વિકાસના પ્રતિક સમા સોનેરી રંગ દર્શાવે છે. જ્યારે જીએસટી દેશમાં લાગુ કરવામાં આવ્યો છે, ત્યારબાદ સરકારના ખજાનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, હવે સરકારે જીએસટી કલેક્શન દ્વારા રેકોર્ડ બનાવી દીધો છે. GST હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ કરોડ હતી, જે વધીને 8 વર્ષમાં 1.51 થઈ ગઈ છે.
ગ્રોસ જીએસટી કલેક્શન 5 વર્ષમાં બે ઘણું થઈને નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયાના લાઈફટાઈમ હાઈ પર પહોંચી ગયો છે, જે નાણાકીય વર્ષ 2020-21માં 11.37 લાખ કરોડ રૂપિયા હતું. ગ્રોસ જીએસટી કલેક્શન નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયાના પર પહોંચી ગયું છે. જે ગયા નાણાકીય વર્ષની તુલનામાં 9.4 ટકા વધારે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel