
મહાત્મા ગાંધી (Mahatma Gandhi Family Tree)ના પિતાનું નામ કરમચંદ અને માતાનું નામ પુતલીબાઈ હતું. તે તેના પરિવારમાં સૌથી નાના હતા. તેમની બહેનનું નામ રલિયાત હતું અને બે મોટા ભાઈઓના નામ લક્ષ્મીદાસ અને કૃષ્ણદાસ હતા. તેમની બે ભાભીના નામ નંદ કુંવરબેન અને ગંગા હતા. તો ચાલો આજે આપણે મહાત્મા ગાંધીના પરિવાર વિશે જાણીએ.
‘રાષ્ટ્રપિતા’ મહાત્મા ગાંધીનો જન્મ 2 ઑક્ટોબર 1869ના રોજ થયો હતો. આ દિવસને આપણે ગાંધી જયંતિ તરીકેે ઉજવીએ છીએ. અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, તેમના ઉપદેશોને અનુસરવાની વાત કરીએ છીએ, પરંતુ આજે આ અમે તમને ગાંધીજી વિશેે એક અલગ જ વાત જણાવી રહ્યા છીએ તે છે બાપુના પરિવારની... મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi Family Tree) અને કસ્તુરબાને ચાર પુત્રો હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. તેને કોઈ દીકરી નહોતી. હવે જાણો આ તમામ વિશે.
► ગાંધીજી અને કસ્તુરબાના ચાર પુત્રો
1. હરિલાલ | 2. મણિલાલ | 3. રામદાસ | 4.દેવદાસ
1. હરિલાલ ગાંધી
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલના લગ્ન ગુલાબબેન સાથે થયા હતા, તેમને 5 બાળકો હતા, જેમાં બે પુત્રીઓ, રાણી અને મનુ અને ત્રણ પુત્રો કાંતિલાલ, રસિકલાલ અને શાંતિલાલ હતા. રસિકલાલ અને શાંતિલાલનું નાની વયે અવસાન થયું. હરિલાલને 4 પૌત્રો છે. અનુશ્રેયા, પ્રબોધ, નીલમ અને નવમાલિકા.
ગાંધીજીના બીજા પુત્ર સુશીલાબેન સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સીતા, ઇલા અને અરુણ.
ત્રીજો પુત્ર રામદાસ નિર્મલા સાથે લગ્ન કર્યા. ત્રણ બાળકો સુમિત્રા ગાંધી, કનુ ગાંધી અને ઉષા ગાંધી.
સૌથી નાનો પુત્ર દેવદાસ ગાંધી સી. રાજગોપાલાચારીની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. બંનેને 4 બાળકો રાજમોહન, ગોપાલ કૃષ્ણ, રામચંદ્ર અને તારા છે.
► ગાંધીજીને 4 પુત્રો અને 13 પૌત્રો અને તેમના 154 વંશજો
ગાંધીજીને 4 પુત્રો અને 13 પૌત્રો છે. તેમના પૌત્રો અને તેમના 154 વંશજો 6 દેશોમાં રહે છે. જેમાં 12 ડોક્ટર, 12 પ્રોફેસરો, 5 એન્જિનિયર, 4 વકીલ, 3 પત્રકાર, 2 IAS, 1 વૈજ્ઞાનિક, 1 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 5 ખાનગી કંપનીઓમાં સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. જેમાંથી 4એ પીએચડીની ડિગ્રી મેળવી છે.
મણિલાલ ગાંધીની પુત્રી ઇલા શાંતિ સાઉથ આફ્રિકામાં સાંસદ રહી ચૂકી છે. હરિલાલના પુત્ર શાંતિ ગાંધીએ અમેરિકામાં કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન તરીકે કામ કર્યું છે. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધી. નિવૃત્ત IAS અધિકારી છે. પીએમ મોદીએ અનેક અવસરો પર બાપુ પર પોતાના નિવેદનો આપ્યા, જે દર્શાવે છે કે તેઓ તેમનાથી કેટલા પ્રભાવિત છે.
Follow Us On google News Gujju News Channel for latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News Samachar Gujju News Channel | Latest Gujarati News Samachar On Twitter Gujju News Channel | Latest Gujarati News Samachar On Facebook Gujju News Channel - Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Mahatma Gandhiji Family Tree in Gujarati