• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • Nitish Reddy : ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનારો ત્રીજો ભારતીય બન્યો નીતિશ રેડ્ડી, પિતાજીની હાજરીમાં સદી ફટકારતા થયા ભાવુક...

Nitish Reddy : ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સદી ફટકારનારો ત્રીજો ભારતીય બન્યો નીતિશ રેડ્ડી, પિતાજીની હાજરીમાં સદી ફટકારતા થયા ભાવુક...

04:46 PM December 28, 2024 Gujju News Channel Share on WhatsApp

Nitish Reddy Test Century vs Australia : નીતિશ રેડ્ડી માટે આ શતક એટલા માટે ખાસ હતું કે સ્ટેડિયમમાં તેના પિતા મુલયમ રેડ્ડી બેઠા હતા. અને તેની હાજરીમાં સદી ફટકારતા તેઓ પણ ભાવુક થયા હતા.



Nitish Reddy Test Century vs Australia : ભારતીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઇતિહાસ રચ્યો છે. આ ડે ટેસ્ટમાં નીતિશ રેડ્ડીએ પુષ્પા સ્ટાઈલમાં શાનદાર સદી ફટકારી છે. તેણે 171 બોલ્સમાં ફોર મારીને સદી પૂર્ણ કરી હતી. અને આ ઈનિંગ્સ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. નીતિશ કુમાર રેડ્ડી આ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં કોઈ મુલાકાતી બેટ્સમેન દ્વારા સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રેડ્ડીએ આ સિરીઝમાં અત્યાર સુધી 8 સિક્સર ફટકારી છે. તમને જણાવી દઈએ કે રેડ્ડી પહેલા માઈકલ વોને ઓસ્ટ્રેલિયામાં 2002-2003ની એશિઝ સિરીઝ દરમિયાન 8 સિક્સર ફટકારી હતી. ક્રિસ ગેલ 2009-2010માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં 8 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો હતો.રેડ્ડી ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં નંબર 8 પર બેટિંગ કરીને સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

► નીતિશ કુમાર રેડ્ડી ભારતીય ટીમનો સંકટમોચન બન્યો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં જ્યારે પણ ભારતીય ટીમ મુશ્કેલીમાં આવી છે, ત્યારે નીતિશ કુમાર રેડ્ડીએ ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે. હવે ફરી એકવાર રેડ્ડીએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમ માટે એવી ઇનિંગ રમી છે જેણે ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરી છે. નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી બતાવ્યું છે કે કેવી રીતે ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરી શકાય છે. રેડ્ડીએ આ શ્રેણીમાં 200થી વધુ રન બનાવ્યા છે. રેડ્ડીએ પોતાને એક ઉત્તમ ઓલરાઉન્ડર તરીકે સાબિત કર્યા છે.

► ભારતને ફોલોઓનથી બચાવ્યું

ભારતે 191ના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી ત્યારે નીતિશ રેડ્ડી બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ટીમ ઈન્ડિયાને ફોલોઓન બચાવવા માટે 84 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજા પણ જલ્દી જ આઉટ થઈ ગયો હતો, પરંતુ તે પછી નીતીશે વોશિંગ્ટન સુંદર સાથે બનાવેલી 127 રનની ભાગીદારીથી ટીમ ઈન્ડિયાને હારની પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ મળી. તમને જણાવી દઈએ કે નીતિશ આ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

ક્રિકેટ ન્યુઝ સમાચાર - Cricket News in gujarati - Nitish Reddy Test Century vs Australia with present  of his father get emotional - ભારતીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં સદી ફટકારી ઈતિહાસ રચ્યો

► પિતાએ નીતિશની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી

અહીં સુધી પહોંચવામાં નીતિશ કુમાર રેડ્ડીની ક્રિકેટની સફર આસાન રહી ન હતી. હકીકતમાં નીતિશ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતાએ તેની ક્રિકેટ કારકિર્દી માટે પોતાની નોકરી છોડી દીધી હતી. તેના પિતાની મહેનતનું જ પરિણામ છે કે નીતિશ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટાર બનીને ઉભરી આવ્યા છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારા પિતા એવા પહેલા વ્યક્તિ હતા કે જેમણે મારા પર વિશ્વાસ કર્યો કે હું એક સારો ક્રિકેટર બની શકું છું.' નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યાલાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના પુત્ર વિશે મોટો ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)માં ભારતીય ટીમના સિનિયર ઓલરાઉન્ડર હાર્દિકને મળ્યા બાદ નીતિશની કારકિર્દી બદલાઈ ગઈ હતી. ત્યારથી જ તે માત્ર ઓલરાઉન્ડર બનવા માંગતો હતો.'

► નીતિશની અત્યાર સુધીની ક્રિકેટની સફર 

ઘરેલું ક્રિકેટ અને IPLમાં નીતિશ કુમાર રેડ્ડીના શાનદાર પ્રદર્શન બાદ તેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. નીતિશે આ વર્ષે ઑક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની રમાયેલી મેચમાં પોતાનું T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. નીતિશે રણજી ટ્રોફી દરમિયાન મુંબઈ સામેની તેની બીજી ફર્સ્ટ ક્લાસ મેચમાં 5 વિકેટ લીધી હતી. નીતિશે બાંગ્લાદેશ સામેની ડેબ્યૂ T20 સીરિઝમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં નીતિશે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News -  ક્રિકેટ ન્યુઝ સમાચાર - Cricket News in gujarati - Nitish Reddy Test Century vs Australia with present  of his father get emotional - ભારતીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં સદી ફટકારી ઈતિહાસ રચ્યો



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us