• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Kalki 2898 Ad Film: કલ્કિ 2989 એડી ફિલ્મની કહાની બે પાર્ટમાં આવશે, મહાભારતથી પ્રેરિત ફિલ્મની જાણો અનોખી વાતો...

Kalki 2898 Ad Film: કલ્કિ 2989 એડી ફિલ્મની કહાની બે પાર્ટમાં આવશે, મહાભારતથી પ્રેરિત ફિલ્મની જાણો અનોખી વાતો...

03:22 PM June 28, 2024 gujjunewschannel.in Share on WhatsApp



Kalki 2898 AD ફિલ્મ 2024ની સૌથી મોસ્ટ અવેટેઇડ ફિલ્મ છે. મલ્ટીસ્ટારર ફિલ્મમાં સાઉથના દિગ્ગજ સ્ટાર્સ પ્રભાસ, કમલ હાસનથી લઈને રાણા દગ્ગુબાટિએ એક્ટિંગ કરી છે, જ્યારે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને દિશા પટનીએ ફિલ્મમાં કમાલ કરી દીધી છે. કલ્કિ 2898 એડી થિયેટરમાં 27 જૂને રિલિઝ થઇ ગઇ છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મને લઈને કહેવામાં આવી રહ્યું છે કે, 600 કરોડના બજેટમાં તૈયાર થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 200 કરોડનું કલેક્શન કરીને બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત અને વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ પૈકીની એક હોવાનું માનવામાં આવે છે. કલ્કિ ફિલ્મ બનાવવા પાછળ ઘણા વર્ષોની મહેનત અને ખર્ચ થયો છે. ચાલો જાણીયે કલ્કિ ફિલ્મની સુપર કાર થી લઇ સુપર સ્ટાર સુધીની ખાસિયતો....

Kalki 2898 Ad Film: કલ્કિ 2989 એડી ફિલ્મની કહાની બે પાર્ટમાં આવશે, મહાભારતથી પ્રેરિત ફિલ્મની જાણો અનોખી વાતો  - kalki 2898 ad release star cast to bujji car know all films unknown Facts here - Entertainment News - મનોરંજન સમાચાર 

►ફિલ્મને બનાવવામાં અંદાજીત પાંચ વર્ષ લાગ્યા

કલ્કિ 2898 ના નિર્દેશક એડી નાગ અશ્વિનનું કહેવું છે કે તેઓ 2019થી આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ વિશે જાણકારી આપતા તેઓ જણાવે છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં અને સ્ટાર કાસ્ટ નક્કી કરવામાં કરવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. અલબત્ત ફિલ્મ શૂટિંગ કરવું ખૂબ જ સરળ હતું. દરેક કલાકારે બહુ સારી એક્ટિંગ કરી છે. કલ્કિ 2898 એડી મૂવી એક સાયન્સ ફિંક્શન ફિલ્મ છે. આ ફિલ્મની કહાણી ભવિષ્યની છે, જે કાશી પર આધારિત છે. આ ફિલ્મમાં કાશી ભવિષ્યમાં કેવી હશે, કેટલી બદલાઇ ગઇ હશે, તે સમયે કેવા પ્રકારના વાહનો હશે, લોકો કેવા પ્રકારના કપડા પહેરશે, પ્રાણીઓ કેવા હશે, આ બધી બાબતો પર ઘણી વિગતવાર કામ કરવામાં આવ્યું છે, જેના કારણે સમય લાગ્યો હતો. કલ્કિ અવતારના સમયને માનવ સભ્યતાનો સૌથી કાળો સમય કહેવામાં આવ્યો છે એટલે અમારી ફિલ્મની ટ્રીટમેન્ટમાં અમારે આ વાતનું ધ્યાન રાખવું પડયું હતું. 

► ફિલ્મના સૌથી પહેલા સ્ટાર કાસ્ટ રહ્યા અમિતાભ બચ્ચન

ફિલ્મ કલ્કિ 2898 એડીને ભારતની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો છે, જેમણે દમદાર એક્ટિંગ કરી છે. ફિલ્મના નિર્માતામાં એક સી સ્વપ્ના દત્ત કહે છે, સૌથી પહેલા આ ફિલ્મ સાથે અમિતાભ બચ્ચન જોડાયા હતા. સામાન્ય રીતે એવું કહેવાય છે કે પાંચ છ મિટિંગ બાદ એ સ્ક્રીપ્ટ વાંચવા સંમત થાય છે પરંતુ ચાર પાંચેક મિટિંગમાં તેમણે ફિલ્મની સ્ટોરી સાંભળી હતી. તેમને ફિલ્મની સ્ટોરી અને રોલ બંને દમદાર લાગતાં આ ફિલ્મ માટે હા પાડી હતી. આ ફિલ્મનું દરેક પાત્ર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, એટલે કોઈને પણ ક્યારેય કોઈની પાસેથી અસુરક્ષાનો અનુભવ થયો નથી. દરેક પાત્ર મહત્વપૂર્ણ છે અને તેમના વગર કહાણી અધૂરી છે.

Kalki 2898 Ad Film: કલ્કિ 2989 એડી ફિલ્મની કહાની બે પાર્ટમાં આવશે, મહાભારતથી પ્રેરિત ફિલ્મની જાણો અનોખી વાતો  - kalki 2898 ad release star cast to bujji car know all films unknown Facts here - Entertainment News - મનોરંજન સમાચાર 

► કલ્કિ ફિલ્મની વાર્તા બે પાર્ટમાં આવશે

સાઉથ મૂવી ની ફેમસ પાન ઇન્ડિયા ફિલ્મોની જેમ કલ્કિ 2898 એડીની કહાણી પણ બે ભાગ રજૂ થશે. ફિલ્મ ડિરેક્ટર નાગ અશ્વિનનું કહે છે કે, તેઓ ફિલ્મના બંને પાર્ટનું શૂટિંગ એક સાથે કરવાના હતા પરંતુ પ્રથમ પાર્ટમાં જ ઘણો સમય લાગ્યો, જેના કારણે બંને પાર્ટ્સનું એક સાથે શૂટિંગ કરી શકાયું નથી. હાલ ફિલ્મના બીજા પાર્ટ પર કામ શરૂ થઇ ગયું છે. નાગ અશ્વિન જણાવે છે, તેઓ આ ફિલ્મને ફ્રેન્ચાઇઝી ફિલ્મની જેમ ડેવલપ કરવાનું વિચારતા નથી. તેની ફિલ્મની સ્ટોરી બે પાર્ટમાં પૂર્ણ થશે.

► મહાભારતથી પ્રેરિત છે કલ્કિ ફિલ્મ

ફિલ્મ કલ્કિ 2898 એડીનું ટ્રેલર લોન્ચ થયા બાદ તેની તુલના હોલિવૂડ ફિલ્મ ડ્યુન સાથે થવા લાગી છે. થોડા અઠવાડિયા પહેલા હૈદરાબાદના રામોજી સ્ટુડિયોમાં સુપરકાર બુજ્જીના લોન્ચિંગ દરમિયાન ડિરેક્ટર નાગ અશ્વિને આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે મને ખબર છે કે લોકો તેની સરખામણી સ્ટાર વોર્સ અથવા ડ્યુન સાથે કરશે. તેમને જે કરવું હોય તે કરે, મને કોઈ સમસ્યા નથી. હું કહેવા માંગુ છું કે મારી ફિલ્મ ખૂબ જ દેશી છે. આ ફિલ્મની કહાણી કાશીમાં સેટ થયેલી છે, કારણ કે આપણા ગ્રંથોમાં છે કે, સૃષ્ટિની શરૂઆત કાશીથી થઇ છે એટલે ભવિષ્યની સૌથી મહત્ત્વની ઘટના માટે અમે કાશીની પસંદગી કરી છે. અમારી ફિલ્મની કહાણી માયથોલોજી થી પ્રેરિત છે, જેનો મહાભારત સાથે ઉંડો સંબંધ છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelfollow for more news on gujju news channelFollow Us On google News Gujju News Channeljoin telegram channel for gujju news channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Kalki 2898 Ad Film: કલ્કિ 2989 એડી ફિલ્મની કહાની બે પાર્ટમાં આવશે, મહાભારતથી પ્રેરિત ફિલ્મની જાણો અનોખી વાતો  - kalki 2898 ad release star cast to bujji car know all films unknown Facts here - Entertainment News - મનોરંજન સમાચાર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us