• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • યુરોપિયન દેશોમાં ભીષણ ગરમી-હીટવેવ : અનેક લોકોના નિપજ્યાં મોત, જંગલોમાં લાગી આગ...

યુરોપિયન દેશોમાં ભીષણ ગરમી-હીટવેવ : અનેક લોકોના નિપજ્યાં મોત, જંગલોમાં લાગી આગ...

05:57 PM July 19, 2022 admin Share on WhatsApp



બ્રિટનમાં 47 ડીગ્રી તાપમાન 

ગરમીથી બચવા લોકો રસ્તા પર ફુવારાનો આશરો લેવા લાગ્યા 

શાળામાં રજા : ટ્રેનો રદ, હોસ્પિટલો ઉભરાવા લાગી

સ્પેનમાં હજારો લોકોની હીજરત 

સમગ્ર દેશ આગની ઝપટમાં ચડવાની ચેતવણી :

આગ બુઝાવવાની કામગીરી કરતું પ્લેન ક્રેશ

ફ્રાંસમાં વૃક્ષો પણ સળગી રહ્યા છે, ધૂમાડાના ગોટેગોટા 

પોર્ટુગલ, ગ્રીસ સહિતના દેશોમાં સમાન હાલત

ક્લાયમેટ ચેન્જની અસર હેઠળ વિશ્વના સંખ્યાબંધ દેશો ઝઝૂમી રહ્યા હોય તેમ યુરોપ જેવા દેશોમાં જંગલની ભયાનક આગ વચ્ચે ભીષણ ગરમી અને હીટવેવની હાલત સર્જાઇ છે. બ્રિટન સહિતની દેશોમાં ગરમીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

યુરોપનાં અનેક દેશો ભયંકર ગરમીની લપેટમાં આવી ગયા છે. બ્રિટનમાં સોમવારે તાપમાનનો પારો 39 ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ પૂર્વે 2019ના જુલાઈમાં ભીષણ ગરમી પડી હતી અને ત્યારે તાપમાનનો પારો 38.7 ડીગ્રી નોંધાયો હતો. આ વખતે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભીષણ ગરમીની સાથોસાથ લૂને કારણે લોકોને માર્ગો પર મુકાયેલા ફુવારાનો સહારો લેવાનો વખત આવ્યો છે.

સંખ્યાબંધ ટ્રેનો રદ કરવી પડી હતી. સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી હતી. તબીબોએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે તંદુરસ્ત માનવી માટે પણ ગરમી જોખમ સર્જી શકે છે. સામાન્ય વર્ષોમાં જુલાઈનું તાપમાન 21 ડીગ્રી આસપાસ જ રહેતું હોય છે.

બીજી તરફ સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ સહિત દક્ષિણ પશ્ર્ચિમ યુરોપનાં અનેક દેશો પણ ભીષણ હીટવેવનો સામનો કરી રહ્યા છે અને તેને કારણે જંગલોમાં આગ ફાટી નીકળી છે. ફ્રાંસના બોર્ડો શહેરમાં તાપમાનનો પારો 44 ડીગ્રી પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. સ્પેનમાં 36 સ્થળોએ આગ ભભુકી ઉઠી છે. બે ડઝન જંગલોમાં આગ કાબૂમાં થઇ છે.

સમગ્ર દેશનાં 2/3 ફાયર ફાઈટરોને બચાવ-રાહત કાર્યમાં તૈનાત કરવામાં આવ્યા છે. ગ્રીસ અને સ્પેનમાં પણ આગને કારણે હજારો હેક્ટર જમીન બરબાદ થઇ ગઇ છે. વૃક્ષોમાં પણ આગ ભભૂકતા સમગ્ર વિસ્તારોમાં ધૂમાડાના ગોટેગોટા સર્જાયા છે. યુરોપીયન યુનિયનની ઇમંરજન્સી મેનેજમેન્ટ દ્વારા સમગ્ર સ્પેનમાં આગ ફેલાવાની ચેતવણી આપવામાં આવી છે.

ઉપરાંત પોર્ટુગલનો મોટો ભાગ પણ આગની ઝપટમાં આવી જાય તેવી સ્થિતિ છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઈટીંગ પ્લેન તૈનાત કરવામાં આવ્યું હતું તે પણ તૂટી પડ્યું હતું અને તેના પાયલોટનું મોત થયું હતું.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us