• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • GUJARAT RAIN: મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા', ઘરોમાં ઘૂસ્યા પાણી: રેલવે ટ્રેક - રોડ ધોવાયા…

GUJARAT RAIN: મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા', ઘરોમાં ઘૂસ્યા પાણી: રેલવે ટ્રેક - રોડ ધોવાયા…

08:03 PM July 10, 2022 admin Share on WhatsApp



► બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ વરસાદ

► નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા

► પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોને NDRFની ટીમે બચાવ્યા

► રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા

GUJARAT RAIN: રાજ્યમાં મેઘાવી માહોલ પૂર્ણ રીતે જામી ગયો છે. ગુજરાત મધ્યે 'મેઘ મલ્હાર' સાથે જળ બંબાકાર સર્જાયો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ, કવાંટમાં 8 ઇંચ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા' થયા છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને રેલવે ટ્રેક - રોડ ધોવાઈ ગયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા છે. પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોની જીંદગી NDRFની ટીમે બચાવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા હતા. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે. બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ધોવાઇ જતાં પ્રતાપનગર - છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. બોડેલીના એક રહેણાંક વિસ્તારમાં પાણી ઘુસી જતા વિસ્તારમાં તળાવમાં ફેરવાયો છે અહીંથી 40 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમજ અહીં એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળે છે.

નસવાડીના  પલાસણી ગામમાં અશ્વિની  નદી પરનો પુલ તૂટ્યો

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે ખુબ નુકસાન થયું છે. નસવાડી તાલુકાના પલાસણી ગામના 100 મીટરપુલનો એપ્રોચ તૂટ્યો છે. અશ્વિની નદીના ધસમસતા પાણીને કારણે પેલા પુલ પરનો અડધો અને બાદમાં રોડનો આખો ભાગ તૂટી ગયો. ઘટનાને પગલે આ રોડ બંધ કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર ખડેપગે છે.

પુલની પેરાફીટમાં પણ તિરાડ 

પલસાણી ગામમાં અશ્વિની નદી પરનો આ પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલ તો તૂટ્યો જ સાથે પુલની પેરાફીટમાં પણ તિરાડો પડી ગઈ છે. આ પુલ તૂટી જવાને કારણે કરોડોનું નુકસાન થયું છે અને પુલના બાંધકામ સામે પ્રશ્નો ઊભ થયા છે. 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us