• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Gujarat Corona Cases : રાજ્યમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, અમદાવાદ સહિતના શહેરોમાં અચાનક જ સ્થિતિ ચોંકાવનારી, તંત્ર એલર્ટ પર...!

Gujarat Corona Cases : રાજ્યમાં કોરોનાએ ફરી માર્યો ઉથલો, અમદાવાદ સહિતના શહેરોમાં અચાનક જ સ્થિતિ ચોંકાવનારી, તંત્ર એલર્ટ પર...!

09:09 AM December 21, 2023 admin Share on WhatsApp



Gujarat Corona Updates: ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર 3 અને અમદાવાદમાં 7 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાયેલા 7 કેસ તમામ એક સપ્તાહના છે. જેમાં 7 માંથી 5 કેસ વિદેશના અને 2 કેસ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી વગરના છે. વિદેશથી આવેલા 5 દર્દીઓ ઓસ્ટ્રેલિયા, યુકે, અને સિંગાપોરથી આવેલા છે. આ કેસમાં 4 મહિલા અને 3 પુરૂષ દર્દીઓ છે. જે 15થી લઈને 70 વર્ષની ઉંમર ધરાવે છે. જે તમામને હાલમાં હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ કેસ શહેરના પશ્ચિમ વિસ્તારના જોધપુર, પાલડી અને ઘાટલોડિયા વોર્ડમાં નોંધાયા છે. તમામ પોઝિટીવ દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિસ માટે મોકલવામાં આવ્યા છે. જે બાદ દર્દીઓમાં નવો વાઇરસ છે કે નહીં એ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે.

ગુજરાત માં કોરોના કેસ સમાચાર corona case in gujarat news update

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ ભારતમાં પણ કોરાનાના કેસ નોંધાય રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે.. તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ રાજ્યના હેલ્થ વિભાગ સાથે સમીક્ષા કરી હતી. અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.

► ગાંધીનગરમાં 2 દિવસમાં કુલ 3 પોઝીટીવ કેસ નોંધાયા

ગાંધીનગરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાવા પામ્યો છે. દક્ષિણ ભારતથી આવેલા પ્રવાસીઓનાં ટ્રેકિંગમાં કેસ સામે આવ્યો છે. ગઈકાલે પણ ગાંધીનગરમાં 2 કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. ગાંધીનગરમાં 2 દિવસમાં કુલ 3 પોઝીટીવ કેસ નોંધાયા હતા.

► ઓક્સિજનની ક્યારેય ખોટ પડશે નહીઃ સંજય ત્રિપાઠી (SVP સુપ્રિટેન્ડેન્ટ)

આ બાબતે SVP સુપ્રિટેન્ડેન્ટ સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા નવા કોરોનાં વેરીયેન્ટને લઈ તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને લઈ SVP હોસ્પિટલને કોવિડનાં દર્દીઓ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. 20 બેડ આઈસીયુ માટે અને 30 બેડ અલગ અલગ સ્ત્રી દર્દીઓ માટે ફાળવવામાં આવેલા છે. તેમજ તાજેતરમાં ઓક્સિજનનાં પ્લાન્ટ માટે જરૂરી મોકડ્રીલ પણ કરવામાં આવેલ હતું. અત્રે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક છે. 6 પીએસએ પ્લાન્ટ છે. જેથી ઓક્સિજનની ક્યારેય ખોટ પડશે નહી. AMC સંચાલિત SVPમાં 80 બેડના ફ્લોર સાથે સાથે ઓક્સિજન ટેન્ક અને દવાનો સ્ટોક પણ  તૈયાર કરવામાં આવ્યો છે. મેડીકલ સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

► બેડ અને ઑક્સિજન પ્લાન્ટ નો યોગ્ય વ્યવસ્થાઓ છે - ધારાસભ્ય દર્શિતાબેન

કોરોનાના કેસો વધતા રાજકોટ સિવિલે તૈયારીઓ શરૂ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન વર્તાય  તેના માટે ઓક્સિજન પ્લાન્ટ કવાયત હાથ ધરાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ તંત્ર સાથે બેઠક કરશે. કોરોનાના કેસોને મામલે તંત્રની તૈયારીઓનું  નિરીક્ષણ કરવા ધારાસભ્ય ડૉ દર્શિતા શાહે સિવિલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સિવિલમાં કોરોનાના કેસોને લઈને પુરતી સુવિધા રાખવામાં આવી છે. બેડ અને ઓક્સિજન પ્લાન્ટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - કોરોના  - ગુજરાતી સમાચાર - Gujarat Corona virus Cases update news - corona new varient spread fast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us