• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • 6 વર્ષ બાદ જૂનો ઝઘડો ભૂલીને ફરી સાથે આવ્યા Kapil Sharma અને Sunil Grover, Netflixના નવા શોમાં દેખાશે સાથે..!

6 વર્ષ બાદ જૂનો ઝઘડો ભૂલીને ફરી સાથે આવ્યા Kapil Sharma અને Sunil Grover, Netflixના નવા શોમાં દેખાશે સાથે..!

06:22 PM December 02, 2023 admin Share on WhatsApp



kapil Sharma and Sunil Grover Officially Reunite For Netflix Show : 6 વર્ષ સુધી રાહ જોવડાવ્યા બાદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો ઝઘડો આખરે પૂર્ણ થઈ ગયો છે. બંને એક શોમાં ફરીથી સાથે જોવા મળવાના છે. ઓટીટી પ્લેટફોર્મના અપકમિંગ શોમાં કપિલ શર્મા પોતાની જૂની ટોળકી સાથે પાછો આવી રહ્યો છે. જાણી લો શો વિશેની ખાસ વાતો.

કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરનો ફ્લાઈટમાં ખૂબ મોટો ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વકર્યો કે બંને એકબીજાથી અલગ થઈ ગયા. સાથે કામ કરવાનું બંધ કરી દીધું. છ વર્ષ એકબીજા સાથે અબોલા રાખ્યા પછી અને સાથે કામ ના કર્યા બાદ હવે તેઓ ફરી એકવાર સાથે આવી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ પર એક કાર્યક્રમમાં તેઓ સાથે દેખાવાના છે. છ વર્ષ પહેલા બંને ટીવી પર સાથે દેખાયા હતા પરંતુ હવે ઓટીટી પ્લેટફોર્મથી કમબેક કરી રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કપિલ અને સુનીલના કાર્યક્રમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

► સુનીલ અને કપિલ સાથે કામ કરશે

kapil Sharma and Sunil Grover Officially Reunite For Netflix Show

ઓટીટી પ્લેટફોર્મે શોને લઈને પોસ્ટ કર્યું છે. જેમાં લખ્યું છે, "તૈયાર થઈ જાવ, જે ગાડીની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર પાછા આવી રહ્યા છે." શોના અનાઉન્સમેન્ટ વિડીયોમાં કપિલ અને સુનીલ ગ્રોવરની સાથે કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર અને અર્ચના પૂરણ સિંહ પણ જોવા મળે છે.

kapil Sharma and Sunil Grover Officially Reunite For Netflix Show

► વીડિયોમાં ઝઘડાનો પણ કર્યો ઉલ્લેખ

આ વિડીયોમાં સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા ફ્લાઈટમાં થયેલા પોતાના ઝઘડાનો ઉલ્લેખ કરતાં પણ જોવા મળે છે. કપિલ શર્મા કહે છે કે, અમે સાથે આવી રહ્યા છીએ. ત્યારે સુનીલ કટાક્ષમાં કહે છે કે, ઓસ્ટ્રેલિયા રહેવા દઈએ. પણ કપિલ કહે છે કે, ત્યાં જઈએ કારણકે દર્શકો રાહ જોતા હશે. જેથી સુનીલ કહે છે કે, જઈશું પણ બાય રોડ ફ્લાઈટથી નહીં.

► કેમ થયો હતો સુનીલ અને કપિલનો ઝઘડો?

2017માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ઝઘડો થયો હતો. ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતી વખતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેનાલ પ્રમાણે, એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, કપિલ શર્માએ ફ્લાઈટમાં દારુ પીધો હતો. તેની ટીમ ભોજન કરી રહી હતી અને એ વખતે નશામાં ધૂત કપિલે ટીમને ખખડાવી નાખતાં કહ્યું હતું કે, તેઓ તેના વિના જમી જ કઈ રીતે શકે? બાદમાં કોમેડિયને જૂતું કાઢીને ફેંક્યું હતું. એટલું જ નહીં ગુસ્સામાં સુનીલ ગ્રોવરનો કોલર પકડી લીધો હતો. જે બાદ સુનીલે ક્યારેય કપિલના શોમાં વાપસી ના કરી અને બંને વચ્ચેના ઝઘડાની ખબર આગની જેમ ફેલાઈ હતી. જોકે, ગત વર્ષે સુનીલ ગ્રોવરને હાર્ટ અટેક આવ્યો ત્યારે કપિલે તેના ખબરઅંતર પૂછ્યા હતા. જલ્દી સાજો થાય તેવી શુભકામના મોકલી હતી.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - kapil Sharma and Sunil Grover Officially Reunite For Netflix Show



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us