• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • ટાલ પડવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છો, તો લગાવો આ બેસ્ટ હેર ઓઇલ...

ટાલ પડવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છો, તો લગાવો આ બેસ્ટ હેર ઓઇલ...

03:53 PM June 19, 2022 admin Share on WhatsApp



વાળ આપણી સુંદરતાનો જરૂરી ભાગ છે. સુંદર વાળ તમારા લૂકને વધારે છે, જ્યારે ડ્રાય અને ડેમેજ (dry and damage) વાળ તમારી પર્સનાલીટી બગાડવા માટે પૂરતા છે. તેથી તેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. જો કે, વિવિધ પ્રકારના વાળને વિવિધ પ્રકારની સંભાળની જરૂર હોય છે. નિષ્ણાતોના મતે વાળમાં તેલ લગાવવું દરેક પ્રકારના વાળ માટે ફાયદાકારક છે. કેટલીકવાર સ્કાલ્પ (scalp) માંથી તેલ તમારા વાળના તમામ ભાગો સુધી પહોંચતું નથી. આવી સ્થિતિમાં, તેલ વાળને મજબૂત અને ચમકદાર (strong and shine) બનાઇ રાખવામાં, તૂટવા અને ખરવા જેવી સમસ્યાઓને રોકવામાં સારી ભૂમિકા ભજવે છે.

વધુ ગરમી અને તડકાના કારણે વાળમાં ઘણી બધી ગંદકી જમા થાય છે. તેનાથી વાળ ખરવા અથવા ડેમેજ થવા લાગે છે. ગરમી છે એમ વિચારીને તેલ લગાવવાનું ક્યારેય બંધ ન કરો, તેના બદલે તમારા વાળના પ્રકાર પ્રમાણે યોગ્ય તેલ લગાવો. તો ચાલો અમે તમને પુરૂષો માટે એવા પાંચ હેર ઓઈલ (hair oil) વિશે જણાવીએ, જે વાળને સારો ગ્રોથ તો આપશે જ સાથે-સાથે તેમને સ્વસ્થ પણ રાખશે.

​ડ્રાય અને ડેમેજ વાળ માટે જોજોબા તેલ

સ્કાલ્પમાં ગંદકી જમા થવાથી વાળ ડ્રાય અને ડેમેજ થઇને તૂટવા લાગે છે. જોજોબા હેર ઓઈલ (jojoba hair oil) આ પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમારા ફ્રીઝી વાળ (Frizzy hair) માટે પણ એક ઉત્તમ ઉપાય છે. સૌથી સારી વાત એ છે કે, આ તેલ ઓછું ચીકણું છે. તેમાં તીવ્ર ગંધ પણ નથી આવતી. તેના એન્ટીબેક્ટેરિયલ (Antibacterial)ગુણોના લીધે તે તમારા સ્કાલ્પ અને વાળ વધારવા ( scalp and hair growth) માટે શ્રેષ્ઠ તેલોમાંનું એક છે.

​ટાલ માટે બદામનું તેલ

વધુ પડતા વાળ જેના ખરતા હોય તેવા લોકો ટાલનો શિકાર બને છે. આ સમસ્યાથી પીડિત લોકો માટે બદામનું તેલ (almond oil) ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આ તેલનો નિયમિત ઉપયોગ કરો છો, તો માત્ર 3 મહિનામાં તમારા વાળ 4 ઈંચ વધી શકે છે. વિટામિન E (vitamin E) થી ભરપૂર હોવા ઉપરાંત, બદામના તેલનો ઉપયોગ વાળ માટે એરોમાથેરાપી (Aromatherapy) માં થાય છે. આ ઓઇલ વાળ માટે ક્લીન્ઝિંગ એજન્ટ (Cleansing agent) તરીકે કામ કરે છે. ધૂળના કણો અને પ્રદૂષકોનો નાશ કરવા માટે આ હેર ઓઇલ અઠવાડિયામાં ચાર વાર લગાવવું જોઈએ. વાળમાં એક અલગ જ ચમક જોવા મળશે.

​સંવેદનશીલ વાળ માટે જૈતુનનું તેલ

જૈતુનનું તેલ એટલે કે ઓલિવ ઓઇલ (olive oil) સંવેદનશીલ વાળ માટે કંડીશનરની ગરજ સારે છે. આનાથી એલર્જી (Allergies) થવાની સંભવના ઓછી રહે છે, તેથી સંવેદનશીલ વાળ માટે તેને યોગ્ય મનાય છે. નિષ્ણાંતો પણ સ્કાલ્પને મોઇશ્ચરાઇઝ (Moisturize) કરવા માટે હંમેશા જૈતુનના તેલનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આમાં રહેલા એન્ટી ઇફ્લેમેટ્રી (Anti-inflammatory) ગુણોના કારણે આ સ્કાલ્પ માટે શ્રેષ્ઠ ગણાય છે.

​તમામ પ્રકારના વાળ માટે નારિયેળનું તેલ

નારિયેળના તેલ (coconut oil) નો ઉપયોગ તમામ પ્રકારના વાળ (all hair type) માટે યોગ્ય છે. આ તેલ વાળ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓને ટાળવામાં મદદરૂપ થાય છે. વાળમાંથી ડેન્ડ્રફ (dandruff) હટાવવા અથવા વાળને પોષણ આપવું હોય અને વાળને ચમકદાર બનાવવા માટે પણ નારિયેળના તેલનો ઉપયોગ કરી શકાય છે. જો તમારે તમારા વાળ સારા કરવા હોય તો તમારી માટે આ સારું ઓપ્શન છે.

​ડેમેજ વાળ માટે એવોકાડો ઓઇલ

એવોકાડો ઓઇલ (Avocado oil) વાળને વધારનારા વિટામિન એ,બી,ઈ,ડી, આયર્ન, અમીનો એસિડ અને ફોલિક એસિડ (Vitamins A, B, E, D, Iron, amino acids and folic acid) સહિતના કેટલાંય પોષક તત્વોથી ભરપૂર છે. આ તેલ ડ્રાય અને ડેમેજ વાળ (Dry and damaged hair) માં ભીનાશ લાવે છે. આમાં વાળ માટે ફાયદાકારક ગુણો હોવાથી તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત એવાકાડો તેલ વાળને યૂવી કિરણ (UV Rays) થી બચાવે છે અને મજબૂત બનાવે છે.

જો તમને વાળ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો, તમારા વાળના પ્રકાર મુજબ અહીં બતાવેલા હેર ઓઇલનો જરૂર ઉપયોગ કરો, નિયમિતપણે તેનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ અને હેલ્થ (hair growth and health) બંને સારા રહેશે.

નોંધ- આ લેખ સામાન્ય માહિતી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us