• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં ભારતે વિજયની સિક્સ ફટકારી, ઇંગ્લેન્ડને 100 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં ભારત ટોચ પર..!

World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં ભારતે વિજયની સિક્સ ફટકારી, ઇંગ્લેન્ડને 100 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં ભારત ટોચ પર..!

10:07 PM October 29, 2023 admin Share on WhatsApp



India vs England World Cup 2023 : રોહિત શર્માના 87 અને સૂર્યકુમાર યાદવના 49 રન પછી મોહમ્મદ શમી (4 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડ સામે 100 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. વર્લ્ડ કપ 2023માં ભારતે સતત છઠ્ઠો વિજય મેળવી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન બનાવ્યું છે. બીજી તરફ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપની સફરમાંથી બહાર થઈ ચૂકી છે.

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી 229 રનનો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમના રોહિત શર્માએ 101 બોલમાં 87 રન બનાવ્યા જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી. વિરાટ કોહલી વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો છે. વિરાટ કોહલી 9 બોલનો સામનો કર્યો પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહીં. શ્રેયસ અય્યર પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. 

બાદમાં 230 રનના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓનીં શરૂઆત ધીમી રહી હતી. ભારતીય બોલિંગ સામે ઇંગ્લિશ બેટર્સ પાણીમાં બેસેલા જોવા મળ્યા હતા. બાદમાં 100 રન સુધી પહોંચતાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમને મોઢે ફીણ આવી ગયા હતા અને ઈંગ્લેન્ડની ટીમ 129 ઓલઆઉટ થઈ છે. ભારતીય ટીમના બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું જેમાં મોહમ્મદ શામીએ 4 વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે તેમણે 2 ઓવર મેડન પણ કાઢી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ તથા એક વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી.

આજની મેચ માટે ભારતની ટીમ : 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આજની મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ : 

જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India match live - today Match Score India match Date Time And Result - who win today match - World Cup 2023 - India vs England Match Highlight



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us