• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Ernakulam Bomb Blast: કેરળમાં યહૂદીઓની પ્રાર્થના સભામાં 3 બ્લાસ્ટ, 2 મહિલાના મોત, 20થી વધુ ઘાયલ..!

Ernakulam Bomb Blast: કેરળમાં યહૂદીઓની પ્રાર્થના સભામાં 3 બ્લાસ્ટ, 2 મહિલાના મોત, 20થી વધુ ઘાયલ..!

12:52 PM October 29, 2023 admin Share on WhatsApp



Blast At Convention Centre In Kerala : કેરળના અર્નાકુલમમાં ક્લામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ મોટા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહેવાલ મળી રહ્યા છે કે જે સમયે આ બલાસ્ટ થયા ત્યારે કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી લોકોની પ્રાર્થના ચાલી રહી હતી. આ બ્લાસ્ટમાં 2 મહિલાના મોત અને લગભગ 20 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. અહેવાલો અનુસાર, યહૂદી સમુદાયના લોકો સવારે 9.30 વાગ્યાની આસપાસ કલામાસેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત ત્રણ ધડાકા થયા હતા.

Blast At Convention Centre In Kerala

► મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું 

આ ઘટના પર મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આ ઘટના વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. અર્નાકુલમમાં બધા ઉચ્ચ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. DGP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે. અત્યાર સુધીમાં 2ના મોત અને બે લોકોની હાલત વધુ ગંભીર છે. 

kerala blast news Blast At Convention Centre In Kerala

► બ્લાસ્ટને નજરે જોનારાએ શું કહ્યું ?

કેરળના એર્નાકુલમમાં ક્લામાસેરીમાં એક કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટમાં એક મહિલાનું મોત થયું છે. આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. બ્લાસ્ટ વખતે લગભગ એક હજાર લોકો કન્વેન્શન સેન્ટરમાં હાજર હતા. તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. NIA પણ પહોંચી ગઈ છે. બ્લાસ્ટનું કારણ બહાર આવ્યું નથી. તંત્રએ હોસ્પિટલોને સંપૂર્ણ તૈયાર રહેવા જણાવ્યું છે. નજરેજોનાર એક વ્યક્તિએ કહ્યું, 'બ્લાસ્ટ હોલની વચ્ચે થયો હતો. મેં બ્લાસ્ટ થયાના ત્રણ ધડાકા સાંભળ્યા હતા. હું પાછળની તરફ હતો. ત્યાં ઘણો ધુમાડો ફેલાયો હતો. મેં સાંભળ્યું હતું કે બ્લાસ્ટમાં એક મહિલાનું પણ મૃત્યુ થયું છે.

► NIA તપાસ કરીને રિપોર્ટ આપશે 

આ શ્રેણીબદ્ધ વિસ્ફોટો અંગે કેરળ પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે. બ્લાસ્ટની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કરશે. NIAની ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને તે તપાસ બાદ રિપોર્ટ આપશે.

► અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી છે. સૂત્રોએ જણાવ્યું છે કે તેમણે આ વિસ્ફોટની તમામ માહિતી એકત્ર કરી લીધી છે. મુખ્યમંત્રીએ તેમને પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા છે અને એ પણ જાણે છે કે પોલીસ ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવા અને સ્થળ પર રાહત અને બચાવ કરવામાં સક્રિય રીતે વ્યસ્ત છે. શાહે કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - kalamassery - ernakulam - kalamassery blast - kerala blast - kerala news - kalamassery convention center - kerala bomb blast - kochi blast - kerala news today - blast in kerala - ernakulam blast ernakulam bomb blast - ernakulam news - kerala ernakulam -  Latest kerala Today News Blast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us