• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કેનેડામાં આરામથી જીવવાનું સપનું લઈને ગયેલા ઘણા વિદ્યાર્થીઓની કફોડી હાલત, સારી જોબના પણ ઠેકાણા નથી-બેઝમેન્‍ટમાં રહેવા મજબૂરી..!

કેનેડામાં આરામથી જીવવાનું સપનું લઈને ગયેલા ઘણા વિદ્યાર્થીઓની કફોડી હાલત, સારી જોબના પણ ઠેકાણા નથી-બેઝમેન્‍ટમાં રહેવા મજબૂરી..!

11:56 AM October 18, 2023 admin Share on WhatsApp



No house No Job In Canada For Indian Student : કેનેડામાં ભારતીયોની સંખ્‍યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે કેનેડાની કડવી વાસ્‍તવિકતા પણ ઉજાગર થઈ રહી છે. મોટા ભાગના લોકો સારી લાઈફસ્‍ટાઈલ, સારા પગાર અને ક્‍વોલિટી એજ્‍યુકેશન માટે કેનેડા જતા હોય છે. પરંતુ હકીકત એ છે કે કેનેડામાં અત્‍યારે જોબની ભારે અછત છે અને મકાન મળવા પણ મુશ્‍કેલ છે. તેના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મોટેલમાં અથવા બેઝમેન્‍ટમાં રહેવા માટે મજબૂર બન્‍યા છે જેમાં તેમની મોટા ભાગની મૂડી વપરાઈ જાય છે. કેનેડામાં આરામથી જીવવાનું સપનું લઈને ગયેલા ઘણા વિદ્યાર્થીઓ હવે તેમના નિર્ણય અંગે પસ્‍તાય છે. કેનેડામાં નવા નવા આવેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પોતાની બેગ અને બીજો લગેજ લઈને ઓન્‍ટારિયોમાં ઘર શોધી રહ્યા છે. તેઓ સાવ અજાણ્‍યા લોકોની પણ મદદ માગી રહ્યા છે કારણ કે રહેવાની વ્‍યવસ્‍થા થઈ શકી નથી. ઓન્‍ટારિયોના નોર્થ બેમાં આ વખતે એડમિશન લેનારા ૩૦ ભારતીય વિદ્યાર્થીઓના માથે છાપરું નથી અને બધી જગ્‍યાએ શરણ માગી રહ્યા છે. આ કોલેજે સ્‍ટુડન્‍ટને માત્ર બે દિવસ માટે રહેવાની વ્‍યવસ્‍થા કરી આપી હતી. ત્‍યાર પછી સ્‍ટુડન્‍ટે પોતાની રીતે જ રહેઠાણ શોધવાનું રહે છે.

► સારા પગારની જોબ માટે સ્ટુડન્ટ્સના ફાફાં!

આમાંથી મોટા ભાગના સ્‍ટુડન્‍ડની ઉંમર ૨૦થી ૨૨ વર્ષની આસપાસ છે. એક તરફ કેનેડામાં હાઉસિંગ ક્રાઈસિસ ચાલે છે, બીજી તરફ સારા પગારની જોબ પણ મળતી નથી. અહીં પહેલેથી ૯ લાખ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે અને બીજા પાંચ લાખ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં આવવાના છે. તેની સામે જોબ અને મકાનોની અછત છે. કેનેડા સરકાર પોતાની ઈકોનોમીને આગળ વધારવા માટે ઈમિગ્રેશનને પ્રોત્‍સાહન આપે છે, પરંતુ બેઝિક સગવડો ઉભી કરવામાં પાછળ રહી ગઈ છે. કેનેડામાં વ્‍યાજના દર ઉંચા છે જેના કારણે નવા મકાનો બાંધવાનું પ્રમાણ પણ ઓછું છે.

► મકાનની અછત હોવાથી ભાડામાં વધારો

સરકારી ડેટા પ્રમાણે આખા કેનેડામાં મકાનોની ડિમાન્‍ડની સામે લગભગ ૩.૪૫ લાખ મકાનોની અછત છે. પરિણામે ભાડા એટલા વધી ગયા છે કે વિદ્યાર્થીઓ બેઝમેન્‍ટમાં અથવા મોટેલમાં રહેવા મજબૂર બન્‍યા છે અને તેમાં પણ દરેક રૂમમાં કેપેસિટી કરતા વધુ લોકો ભરાય છે. જાણકારોનું કહેવું છે કે કેનેડામાં આવતા ઘણા વિદ્યાર્થીઓનો હેતુ એજ્‍યુકેશનનો નથી હોતો પરંતુ ગમે તેમ કરીને અહીં સેટલ થઈ જવાનો હોય છે. તેથી તેઓ ગમે તે સહન કરીને રહી જાય છે. સ્‍ટુડન્‍ટ વિઝાનો ઉપયોગ અહીં કેનેડિયન સિટિઝનશિપ માટે થઈ રહ્યો છે.

► "લિવિંગ એક્સપેન્સ વધારે, અહીં રહેવું પોસાતું નથી" 

કેનેડિયન સરકારના આંકડા પ્રમાણે ૨૦૨૨માં અહીં ૫.૫૦ લાખ સ્‍ટુડન્‍ટ આવ્‍યા હતા જેમાંથી ૨.૨૬ લાખ ભારતીયો હતા. એટલે કે ૪૦ ટકા જેટલા ભારતીય વિદ્યાર્થીઓ હોય છે. હાલમાં ૩.૨ લાખ ભારતીયો કેનેડામાં સ્‍ટુડન્‍ટ વિઝા પર રહે છે. ભારતીય વિદ્યાર્થીઓને કયાંય રહેવાની સગવડ ન મળવાના કારણે કેટલીક જગ્‍યાએ તેઓ ૬૦૦થી ૬૫૦ ડોલરનું માસિક ભાડું ચુકવીને બેઝમેન્‍ટમાં પણ રહેવા તૈયાાર થઈ જાય છે. કેનેડામાં ૧૦ હજાર ડોલરના રોકાણ સામે ૬૫૦ ડોલરનું ગેરંટેડ રિટર્ન મળે છે પરંતુ તે આખી રકમ ભાડું ભરવામાં વપરાઈ જાય છે. તેના કારણે સ્‍ટુડન્‍ટ પાસે જમવાના, કરિયાણા કે મોબાઈલ બિલ ભરવાના રૂપિયા રહેતા નથી. પાર્ટ ટાઈમ જોબ પણ બહુ ઓછા કિસ્‍સામાં મળે છે. એક ભારતીય સ્‍ટુડન્‍ટે કહ્યું કે, તે એક ભંડકિયા જેવા મકાનમાં મહિને ૪૫૦ ડોલરનું ભાડું ભરીને રહે છે. તેમાં કરિયાણા અને ફોનના બિલનો ખર્ચ ઉમેરતા મહિને ૭૦૦ ડોલરનો ખર્ચ થઈ જાય છે. આ ઉપરાંત ટયુશન ફીનો ખર્ચ અલગથી ઉઠાવવો પડે છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Canada India news - Student Visa Application -  indian Student suffer in Canada dream turning into nightmare - indian student protest for refund - canada house crisis - home rent price high 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us