• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • કેનેડામાં મોદી-જયશંકર ‘વોન્‍ટેડ'ના લાગ્યા પોસ્‍ટર, કેનેડાના સરે સ્‍થિત ગુરુદ્વારામાં ભારત વિરોધી પોસ્‍ટર લાગતા તણાવની સ્થિતિ..!

કેનેડામાં મોદી-જયશંકર ‘વોન્‍ટેડ'ના લાગ્યા પોસ્‍ટર, કેનેડાના સરે સ્‍થિત ગુરુદ્વારામાં ભારત વિરોધી પોસ્‍ટર લાગતા તણાવની સ્થિતિ..!

10:40 AM October 13, 2023 admin Share on WhatsApp



કેનેડામાં ખાલિસ્‍તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્‍યા બાદ ભારત અને કેનેડા વચ્‍ચે રાજદ્વારી તણાવ ફાટી નીકળ્‍યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોએ નિજ્જરની હત્‍યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન કેનેડાના સરે સ્‍થિત ગુરુદ્વારામાં ભારત વિરોધી પોસ્‍ટર લગાવવામાં આવ્‍યા છે. આ પોસ્‍ટરમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને વોન્‍ટેડ બતાવવામાં આવ્‍યા છે. અહેવાલ મુજબ, આ ર્હોડિંગ સરેમાં ગુરુદ્વારા નાનક દેવની બહાર લગાવવામાં આવ્‍યું છે. તેમાં પીએમ મોદી, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માના નામ અને ફોટોગ્રાફ્‌સ પણ સામેલ છે. જો કે, આ પહેલીવાર નથી જ્‍યારે કેનેડામાં કોઈ ભારતીયના નામના વોન્‍ટેડ પોસ્‍ટર લગાવવામાં આવ્‍યા હોય.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સ્‍થાનિક પોલીસ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને તેમાં હસ્‍તક્ષેપ કરી રહી નથી. તેમણે કહ્યું કે આ ર્હોડિંગ્‍સ ગુરુદ્વારા મેનેજમેન્‍ટ કમિટી અને અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્‍ટિસ (SFJ) દ્વારા લગાવવામાં આવ્‍યા છે. આ તે ગુરુદ્વારા છે જ્‍યાં ખાલિસ્‍તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્‍યા કરવામાં આવી હતી, જેનાથી કેનેડા અને ભારત વચ્‍ચે ચાલી રહેલા રાજદ્વારી સંઘર્ષને વેગ મળ્‍યો હતો.ભારતીય દૂતાવાસની ઇમારત પર પોસ્‍ટર પણ ચોંટાડવામાં આવ્‍યા હતા. અગાઉ ઓગસ્‍ટ ૨૦૨૩ માં, કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસની ઇમારત પર ભારતીય રાજદ્વારીઓ અને કોન્‍સ્‍યુલ જનરલના ફોટાવાળા પોસ્‍ટરો ચોંટાડવામાં આવ્‍યા હતા. આ પોસ્‍ટર પર વોન્‍ટેડ લખેલું હતું. પોસ્‍ટરમાં કેનેડામાં માર્યા ગયેલા લ્‍જ્‍થ્‍ ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્‍યાનો પણ ઉલ્લેખ છે.ભારત વિરોધી ખાલિસ્‍તાની સંગઠન શીખ ફોર જસ્‍ટિસે નિજ્જરની હત્‍યા માટે ભારતને જવાબદાર ઠેરવ્‍યું છે.

૧૮ જૂને કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંહ ગુરુદ્વારા સાહિબના ર્પાકિંગમાં ખાલિસ્‍તાની હરદીપ સિંહ નિજ્જરની હત્‍યા કરવામાં આવી હતી. ભારત સરકારે નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો.કેનેડાના પીએમ ટ્રુડોએ આમાં ભારતીય એજન્‍ટોની સંડોવણી વિશે જણાવ્‍યું હતું. જોકે, ભારતે આ તમામ આરોપોને નકારી કાઢયા હતા અને તેમને વાહિયાત અને પ્રેરિત ગણાવ્‍યા હતા.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - india canada news - khalistani Nizzar murder case canada - india canada conflict news - modi jaishankar wanted poster news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us