• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • વોડાફોન-આઇડીયા બંધ થશે? ૧૩ લાખ ગ્રાહકો ગુમાવ્‍યા : જીયો બની નં.૧ કંપની, એરટેલ બીજા સ્થાને..!

વોડાફોન-આઇડીયા બંધ થશે? ૧૩ લાખ ગ્રાહકો ગુમાવ્‍યા : જીયો બની નં.૧ કંપની, એરટેલ બીજા સ્થાને..!

09:59 AM September 29, 2023 admin Share on WhatsApp



ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TROI) એ જુલાઈ મહિનાના આંકડા જાહેર કર્યા છે. Reliance Jio અને Airtel માટે આ સારા સમાચાર છે, કારણ કે બંને કંપનીઓમાં નવા ગ્રાહકોનો હિસ્‍સો વધ્‍યો છે. જિયો(JIO) ૩૯,૦૭,૩૨૦ નવા ગ્રાહકો ઉમેરીને ભારતનું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર બની ગયું છે. તે જ સમયે, એરટેલ(Airtel)ને પણ ૧૫,૧૭,૨૫૭ નવા ગ્રાહકો મળ્‍યા છે. પરંતુ આ ગ્રાહકો વોડાફોન-આઈડિયામાંથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલે કે Vodafone - Idea ના ગ્રાહકો તુટ્યા છે. વોડાફોન આઈડિયા અને BSNLને ફરીથી નિરાશ થવું પડ્‍યું છે. ખરેખર, જુલાઈમાં ૩૯,૦૭,૩૨૦ નવા ગ્રાહકો JIO સાથે જોડાયા છે. આ સાથે જિયોનો કુલ યુઝર બેઝ વધીને ૪૪,૨૪,૮૯,૩૮૯ થઈ ગયો છે. આ સાથે જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ છે. Reliance Jio પછી Bharati Airtel બીજા નંબરે છે.

► વોડાફોન-આઈડિયા બંધ થશે?

જુલાઈ મહિનામાં એરટેલમાં ૧૫,૧૭,૨૫૭ નવા ગ્રાહકો જોડાયા છે. આ રીતે, એરટેલના કુલ વપરાશકર્તાઓની સંખ્‍યા વધીને ૩૭,૫૨,૪૨,૬૧૧ થઈ ગઈ છે, પરંતુ વોડાફોન આઈડિયાના ૧૩,૨૧,૭૫૮ વપરાશકર્તાઓએ કંપની છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે વોડાફોન આઈડિયાને બિઝનેસના દૃષ્ટિકોણથી લાંબા સમયથી નુકસાન થઈ રહ્યું છે. તેમજ નવા અને જૂના યુઝર્સ સતત કંપની છોડી રહ્યા છે. જેના કારણે વોડાફોન આઈડિયાને નુકસાન થઈ રહ્યું છે. અહેવાલો છે કે જો આવું જ ચાલુ રહ્યું તો વોડાફોન આઈડિયા કંપની આગામી દિવસોમાં બંધ થઈ શકે છે. અથવા વોડાફોન-આઈડિયા કંપની પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ હોઈ શકે છે.

► ગ્રાહકો પર શું અસર થશે?

વોડાફોન-આઈડિયા કંપની સંપૂર્ણપણે બંધ નહીં થાય. મતલબ તેની કામગીરી ચાલુ રહેશે. આવી સ્‍થિતિમાં ગ્રાહકોને સીધું નુકસાન નહીં થાય. તમને જણાવી દઈએ કે Viમાં સરકારની ૩૩ ટકા ભાગીદારી છે. આવી સ્‍થિતિમાં કંપની બંધ નહીં થાય. જો કંપની તેના દેવાની ચૂકવણી કરવામાં અસમર્થ હોય, તો કંપની સરકાર દ્વારા લેવામાં આવી શકે છે.બ્રોડબેન્‍ડ વપરાશકર્તાઓની સ્‍થિતિ ટ્રાઈના ડેટા અનુસાર ભારતમાં બ્રોડબેન્‍ડ યુઝર્સની કુલ સંખ્‍યા ૮૫૦.૯૪ મિલિયન છે. દર મહિને ૦.૫૨ ટકાનો વધારો નોંધાયો છે.

► કોના કેટલા યુઝર્સ?

રિલાયન્‍સ જિયો ઇન્‍ફોકોમ લિમિટેડ - ૪૪૧.૯૨ મિલિયન

ભારતી એરટેલ - ૨૪૪.૩૭ મિલિયન

વોડાફોન-આઈડિયા - ૧૨૩.૫૮ મિલિયન

BSNL - ૨૫.૨૬ મિલિયન 

એટ્રિયા કન્‍વર્જન્‍સ - ૨.૧૪ મિલિયન


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Vodafone idea airtel jio user number in 2023



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us