• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • Modak Recipe : ગણેશજીને અર્પણ કરો અવનવા મોદકનો ભોગ, જાણો અનોખા મોદક બનાવવાની રેસીપી..!

Modak Recipe : ગણેશજીને અર્પણ કરો અવનવા મોદકનો ભોગ, જાણો અનોખા મોદક બનાવવાની રેસીપી..!

11:55 AM September 24, 2023 admin Share on WhatsApp



Modak Recipe : ગણેશોત્સવના તહેવાર સમગ્ર દેશમાં જોર-શોરથી ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં આ ઉત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રસાદી માટે લોકો ગણપતિ(Ganesh Prasadi)ને પ્રિય એવા અવનવા પ્રકારના મોદક બનાવતા હોય છે. પરંતુ તમારી પાસે અવનવા મોદક બનાવવાનો કોઈ આઇડિયા કે રેસીપી નથી. તો તમારે મુંજાવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને અવનવા મોદક બનાવવાની રેસિપી વિશે જણાવિશું. આપણે આજે આપણે ઉદાકિયે મોદક, ચોકલેટ મોદક, કેસર મોદક, કેસર મોદક, માવા મોદક, તલ મોદકના મોદક બનાવવાની રેસીપી જાણીશું....

(1) માવા મોદક (Mava Modak Recipe)

માવાના મોદક બનાવવાની રેસીપી - આ મોદક બનાવવા ખૂબ જ સરળ છે. આ માટે તમારે માવો, ખાંડ, નારિયેળ અને ડ્રાયફ્રૂટ્સ જોઈશે સ્ટફિંગ બનાવવા માટે નારિયેળને છીણી લો અને ડ્રાયફ્રૂટ્સને પીસીને મિક્સ કરો. આ પછી, કવરિંગ બનાવવા માટે, ખાંડ અને માવાને એક પેનમાં 5-10 મિનિટ માટે ગરમ કરો. તેને ઠંડુ કરો, તેમાં સ્ટફિંગ ભરો એટલે મોદક તૈયાર થઈ જશે.

(2) તલના મોદક (Tal Na Modak Recipe)

તલના મોદક બનાવવા માટે તમારે ફક્ત ચાર વસ્તુઓની જરૂર છે - તલ, ગોળ, ઘી અને દૂધ. તલને સૂકવીને પીસી લો. એક પેનમાં ઘી અને ગોળ ગરમ કરો. જ્યારે ગોળ ઓગળવા લાગે ત્યારે તેમાં તલ ઉમેરો અને ગેસ બંધ કરી દો ત્યારબાદ મોદક આકારમાં વાળી લો એટલે તમારા તલના મોદક તૈયાર છે.

(3) ઉકાદિચે મોદક (Ukadiche Modak Recipe)

ઉકાદિચેનો અર્થ સ્ટીમ થાય છે. આ મોદક જેટલા ટેસ્ટી છે એટલા જ હેલ્ધી પણ છે. તેને બનાવવા માટે તમારે ડ્રાય ફ્રૂટ્સ, નારિયેળ, ગોળ, ચોખાનો લોટ અને ઘી જોઈએ. ચોખાના લોટ અને ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ અને ગોળમાંથી સ્ટફિંગ અને 10-15 મિનિટ વરાળથી બહારનું આવરણ બનાવો અને તમારા ઉકાદિચે મોદક તૈયાર છે.

 

(4) કેસર મોદક (Kesar Modak Recipe)

અમૃત મોદક તરીકે ઓળખાતા આ મોદકના સ્વાદની કોઈ સરખામણી નથી. તેને બનાવવા માટે તમારે માવા, કેસર, ખાંડ અને દૂધની જરૂર પડશે. દૂધમાં કેસર મિક્સ કરો. એક પેનમાં માવા અને ખાંડ ગરમ કરો. ખાંડ ઓગળી જાય પછી તેમાં કેસરનું દૂધ ઉમેરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો થોડુ ઠંડુ પડે એટલે મોદક વાળી લો અને તમારા મોદક તૈયાર છે.

(5) ચોકલેટ મોદક (Chocolate Modak Recipe)

આ ગણેશ ચતુર્થીએ તમે ચોકલેટ મોદક સાથે બાપ્પાના ભોગને નવો સ્વાદ આપી શકો છો. ચોકલેટ મોદક બનાવવા માટે તમારે ડાયજેસ્ટિવ બિસ્કીટ, ચોકો ચિપ્સ, દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ડ્રાય ફ્રુટ્સની જરૂર પડશે. ચોકો ચિપ્સ, દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક ગરમ કરો. પછી તેમાં ડાયજેસ્ટિવ બિસ્કિટનો ભૂકો અને નટ્સ ઉમેરો અને તેને વાળી લો તમારા મોદક તૈયાર છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Recipe In Gujarati - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us