• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • તમારા જન્મનો સમય અને વાર જણાવશે તમારૂ વ્યક્તિત્વ, આ વારે જન્મેલા લોકો હોય છે સૌથી ભાગ્યશાળી..!

તમારા જન્મનો સમય અને વાર જણાવશે તમારૂ વ્યક્તિત્વ, આ વારે જન્મેલા લોકો હોય છે સૌથી ભાગ્યશાળી..!

12:31 PM September 23, 2023 admin Share on WhatsApp



સામાન્ય રીતે ભવિષ્ય જાણવા માટે જન્મની તારીખ, સમય, નામના પહેલા અક્ષર કે રાશિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમને એ ખબર છે કે, તમારું ભવિષ્ય ક્યા વારે તમારો જન્મ થયો છે તેના પરથી પણ જાણી શકાય છે. અઠવાડિયાના તમામ દિવસોના સ્વામી એક-એક ગ્રહ હોય છે. આ ગ્રહ જે તે દિવસે જન્મ લેતા વ્યક્તિના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડે છે. સ્વભાવ અને પ્રકૃતિ પર ઊંડી અસર કરે છે. વ્યક્તિનો જન્મ જે દિવસે થયો હોય તેવું તેનું ચરિત્ર પણ હોય છે. તો ચાલો જાણીએ ક્યા વારે જન્મેલા લોકો કેવા હોય છે.

► સોમવારે જન્મેલા લોકો હોય છે શાંત

સોમવારે જન્મતા લોકો ચંદ્રના પ્રભાવના કારણે શાંત અને બુદ્ધિશાળી હોય છે. આવા લોકો પોતાની વાણી અને વર્તન તેમજ સરળતાથી લોકોને મોહી લે છે. સોમવારે જન્મેલા લોકો સ્થિર સ્વભાવ વાળા અને સુખ-દુખની સ્થિતિમાં સમાન વ્યવહાર કરનાર હોય છે.

► મંગળવારે જન્મેલા લોકો હોય છે પરાક્રમી

મંગળવારે જન્મેલા લોકો પર મંગળનો પ્રભાવ હોય છે. જેથી તેઓ જટીલ સ્વભાવના, અન્યના કામમાં ભૂલ કાઢનાર, યુદ્ધ પ્રેમી, પરાક્રમી અને પોતાની વાત પર અડગ રહેનાર હોય છે. તેઓ પરિવારનું નામ રોશન કરે છે

► બુધવારે જન્મેલા લોકો અભ્યાસમાં હોય છે સંપત્તિવાન

બુધવારે જન્મેલા લોકો બુધના પ્રભાવના કારણે મીઠું બોલનારા, ભણવામાં રુચિ રાખનાર, જ્ઞાની અને સંપત્તિવાન હોય છે. તેઓ અન્ય લોકો પર સરળતાથી ભરોસો નથી કરતા.

► ગુરુવારે જન્મેલા લોકો હોય છે ધનવાન

આ દિવસે જન્મ લેનાર લોકો વિદ્યામાં નિપુણ, ધનવાર, જ્ઞાની અને વિવેકશીલ હોય છે. આવા લોકો અન્યને ઉપદેશ આપવામાં આગળ રહે છે. સાથે જ આ લોકોને માન-સન્માન પ્રાપ્ત કરવાની અને પ્રસિદ્ધિ પામવાની તીવ્ર ઈચ્છા વાળા હોય છે.

► શુક્રવારે જન્મેલા લોકો ધરાવે છે તીક્ષ્ણ બુદ્ધિ

શુક્રવારે જન્મેલા લોકો શુક્રના પ્રભાવના કારણે ચંચળ, ભૌતિક સુખમાં લિપ્ત રહેવા વાળા, તર્ક-વિતર્કમાં હોશિયાર હોય છે. ધનવાર અને તીક્ષ્ણ બુદ્ધિના સ્વામી હોય છે. તેમને ભગવાનમાં વિશ્વાસ નથી હોતો.

► શનિવારે જન્મેલા લોકો હોય છે પરાક્રમી

શનિવારના દિવસે જન્મ લેનારા લોકો શનિવા પ્રભાવના કારણે કઠોર સ્વભાવ વાળા, પરાક્રમી, પરિશ્રમી, દુખ સહેવાની શક્તિ વાળા, ન્યાયી અને ગંભીર સ્વભાવ વાળા હોય છે. આવા લોકોને સેવાના કારણે પ્રસિદ્ધિ પણ મળે છે.

► રવિવારે જન્મેલા લોકો હોય છે તેજસ્વી અને ગુણવાન

રવિવારે જન્મેલા લોકો સૂર્યના પ્રભાવના કારણે તેજસ્વી, ચતુર, ગુણવાન, ઉત્સાહી, દાની પરંતુ થોડો ગર્વ રાખનારા હોય છે. તેમની પિત પ્રકૃતિ હોય છે. તેમને ગુસ્સો પણ બહુ જ આવે છે.

► દિવસે જન્મ લેનાર લોકો હોય છે આકર્ષક

દિવસે જન્મ લેતા લોકો આકર્ષક હોય છે. અને ધાર્મિક પ્રકૃતિના હોય છે. તે સામાજિક કાર્યોમાં ભાગ લેતના પુણ્યાત્મા હોય છે. તે પોતાના જીવનમાં દરેક સુખ-સુવિધા પ્રાપ્ત કરનાર હોય છે. આવા લોકો મિત્રોમાં ખૂબ જ લોકપ્રિય હોય છે. 

► રાત્રે જન્મતા લોકો હોય છે રોમાન્ટિક

રાત્રે જન્મતા લોકો રોમેન્ટિક હોય છે. તેઓ ઓછા બોલા હોય છે. તેઓ ચાલાક અને પોતાનું કામ કઢાવવામાં હોશિયાર હોય છે.તેમને શારીરિક તકલીફો રહે છે. તે પોતાના કામમાં મશગૂલ રહે છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્રની માહિતી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us