• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • દેશનું નામ બદલવાની વાત માત્ર અફવા! ઇન્‍ડિયા-ભારત વિવાદ પર કેન્‍દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે લગાવ્‍યો વિરામ..

દેશનું નામ બદલવાની વાત માત્ર અફવા! ઇન્‍ડિયા-ભારત વિવાદ પર કેન્‍દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે લગાવ્‍યો વિરામ..

02:27 PM September 06, 2023 admin Share on WhatsApp



દેશના નામ બદલવાને લઈને લોકોમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઇન્‍ડીયા હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ, દલીલો અને પ્રતીકોની વચ્ચે રાજનીતિ ગરમાઈ હતી. ભારત અને ઇન્‍ડિયા વચ્‍ચેના વિવાદ વચ્‍ચે કેન્‍દ્ર સરકારે નામ બદલવાને માત્ર અફવા ગણાવી છે, જયારે ભાજપે વિપક્ષને પૂછ્‍યું છે કે નામ બદલવાથી તેમને શું તકલીફ થઇ રહી છે? આ વિવાદ ત્‍યારે શરૂ થયો જયારે ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૮થી ૧૦ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે યોજાનારી G-20 બેઠક દરમિયાન ૯ સપ્‍ટેમ્‍બરે દેશના મહાનુભાવોને આમંત્રણ પત્ર મોકલ્‍યો. આ પત્રમાં ભારતના રાષ્ટ્રપતિ લખવામાં આવ્‍યા હતા. આ પછી વિપક્ષે આ નામને લઈને સરકાર પર રાજકીય તીર છોડવાનું શરૂ કર્યું. આ બધાની વચ્‍ચે વિદેશ મંત્રાલયે પીએમ મોદીની ઈન્‍ડોનેશિયાની મુલાકાત પર ભારતના વડાપ્રધાન લખ્‍યું.


આ પણ વાંચો : ભારે વિવાદ બાદ અડધી રાત્રીએ સાળંગપુરમાં ભીતચિત્ર દુર કરાયા, પરંતુ અહીં વિવાદનો અંત છે કે નવા પ્રકરણનો ઉદ્દય ?


આ દરમિયાન કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, ‘નામ બદલવાની વાત માત્ર અફવા છે, સંસદના વિશેષ સત્રમાં આવું કંઈ થવાનું નથી. હું ભારત સરકારમાં મંત્રી છું અને G-20ના લોગો પર ભારત અને ઇન્‍ડિયા બંને લખેલું છે તો પછી કોઈ કારણ વગર અફવાઓ કેમ ફેલાવવામાં આવે છે. આવી અફવાઓ કોણ ફેલાવે છે? તેમણે કહ્યું, ‘આખરે ભારત શબ્‍દથી કોઈને શું સમસ્‍યા થઈ શકે છે, આખરે, ભારત શબ્‍દથી શું તકલીફ છે. આ તેમની માનસિકતા દર્શાવે છે, તેમને ભારત સામે વિરોધ છે, કદાચ તેથી જ જયારે તેઓ વિદેશ જાય છે ત્‍યારે ત્‍યાં ભારતની ટીકા કરે છે.

G-20 સમિટ સમાપ્ત થયા પછી, સરકારે ૧૮થી ૨૩ સપ્‍ટેમ્‍બર સુધી સંસદનું વિશેષ સત્ર નક્કી કર્યું છે. સરકારે હજુ સુધી આ સત્રનો એજન્‍ડા સાર્વજનિક કર્યો નથી, જેના કારણે વિરોધ પક્ષોમાં આશંકા છે. ક્‍યારેક વિપક્ષી પાર્ટીઓ અનુમાન લગાવી રહી છે કે સરકાર શ્‍ઘ્‍ઘ્‍ લાવી શકે છે તો ક્‍યારેક તેઓ કહી રહ્યા છે કે સરકાર બંધારણમાં સુધારો કરીને તેની જગ્‍યાએ ભારત લાવી શકે છે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Politics News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us