• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • લાઈફ સ્ટાઈલ
  • લગ્ને લગ્ને કુવારો ! 9 યુવતી સાથે કર્યા લગ્ન અને હજુ 2 યુવતીઓ સાથે કરશે લગ્ન !

લગ્ને લગ્ને કુવારો ! 9 યુવતી સાથે કર્યા લગ્ન અને હજુ 2 યુવતીઓ સાથે કરશે લગ્ન !

09:48 AM June 16, 2022 admin Share on WhatsApp



દુનિયામાં એવા ઘણા લોકો છે જેને પોતાની લાઈફમાં કંઈક અલગ કરવુ હોય છે. આવા જ એક બ્રાઝિલિયન મોડેલની વાત છે જેને 10 પત્ની રાખવાની ઈચ્છા છે. જોકે હાલ નવ પત્નીઓ સાથે રહેતો બ્રાઝિલીયન મોડેલ કહે છે કે તે 'નિરાશ અને હેરાન છે' કારણ કે તેની એક પત્ની તેની પાસેથી છૂટાછેડા માંગી રહી છે. આ મોડેલનું નામ આર્થર ઓ ઉર્સો છે. બ્રાઝિલના રહેવાસી આર્થરે ગયા વર્ષે 9 મહિલાઓ સાથે સામૂહિક રીતે લગ્ન કરીને ચર્ચામાં આવ્યો હતો.

બ્રાઝિલના મોડલ આર્થરે જણાવ્યું કે તેની એક પત્ની અગાથા તેને છૂટાછેડા આપવા માંગે છે કારણ કે તેને એક પત્નીત્વના સંબંધમાં પાછા ફરવું છે. અગાથા હવે આર્થરને અન્ય લોકો સાથે શેર કરવા માંગતી ન હતી. તેથી તેણે બહુપત્નીત્વના સબંધોમાંથી બહાર નીકળવાનુ નક્કી કર્યું.

પત્નીના આ નિર્ણય પર આર્થરે કહ્યું કે, 'મને છૂટાછેડાના નિર્ણયથી દુઃખ થયું હતું અને અગાથાના નિવેદનથી મને આઘાત લાગ્યો હતો. આર્થરના કહેવા પ્રમાણે, તેની અન્ય પત્નીઓને પણ અગાથાનું વલણ ખોટું લાગ્યું. અન્ય પત્નીઓએ કહ્યું કે, અગાથાએ લાગણીઓ માટે નહીં પણ રોમાંચ માટે લગ્ન કર્યા હતા.

10 પત્નીઓ રાખવાની ઈચ્છા

આર્થર કહે છે કે 'હું જાણું છું કે મેં એક પત્ની ગુમાવી છે, પરંતુ હું આ સમયે તેનું સ્થાન અન્યને આપવાનો નથી.' જો કે, ભવિષ્યમાં, આર્થરને પત્નીઓની સંખ્યા વધારીને 10 કરવા માટે વધુ બે છોકરીઓ સાથે લગ્ન કરવાની આશા પણ વ્યક્ત કરી છે.

આર્થર કહે છે કે 'હું હંમેશાથી 10 પત્નીઓ રાખવા ઈચ્છતો હતો. અત્યારે મારી એક જ દીકરી છે, પણ મારે મારી દરેક પત્ની પાસેથી એક સંતાન જોઈએ છે. કારણ કે જો તે માત્ર એક કે બે પત્નીઓથી બાળકો પેદા કરે તો બાકીની પત્નીઓ માટે તે યોગ્ય રહેશે નહીં.

'ડેઇલી મેઇલ'ના જણાવ્યા અનુસાર, આર્થરની પહેલી પત્નીનું નામ લુઆના કાઝાકી છે. ગયા વર્ષે તેણે વધુ 8 મહિલાઓ સાથે લગ્ન કર્યા. તેમણે કહ્યું કે આ તેમનો એકપત્નીત્વનો વિરોધ છે. હાલમાં, આર્થરની 9 પત્નીઓમાંથી એકે તેને છૂટાછેડા આપવાનું મન બનાવી લીધું છે. અને વધુ 2 યુવતિ સાથે લગ્ન કરીને 10 પત્ની રાખવાનો નિર્ણય લીધો છે....



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO

  • 02-08-2026
  • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us