• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની જાહેરાત, સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદને લઈ સાધુ-સંતોનો મોટો નિર્ણય..!

સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની જાહેરાત, સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદને લઈ સાધુ-સંતોનો મોટો નિર્ણય..!

12:09 PM September 03, 2023 admin Share on WhatsApp



Salangpur Temple Controversy : સાળંગપુરમાં ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે કંડારાયેલાં શિલ્પચિત્રોનો વિવાદ વધારે વકરી રહ્યો છે. ત્યારે હનુમાનજીના અપમાનને લઈ સંતો અને સનાતની સમાજમાં આક્રોશ વધ્યો છે. સનાતની સાધુ-સંતો સમગ્ર વિવાદ મુદ્દે અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ કાર્યક્રમમાં નહિ જવા તેમજ સ્વામિનારાયણ મંદિરમાં નહિ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો : King of Salangpurની પ્રતિમાની નીચે કંડારાયેલાં શિલ્પચિત્રોનો વિવાદ શું છે? થોડું વિચાારો, ભગવાનને નાના-મોટા દેખાડનાર આપડે કોણ ?


King of Salangpur HANUMAN CONTROVERSY Vivad who we are

► સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર

સાળંગપુર વિવાદમાં સનાતન ધર્મના સંતોએ સૌથી આકરો નિર્ણય કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ સનાતન ધર્મના સંતોએ ભગવાન રામના શપથ લીધા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સામુહિક બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જેમાં સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મંચ પર નહીં બેસવા દે તેમજ સનાતન ધર્મના સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પાકિસ્તાન સાથે તૂલના કરવામાં આવી હતી.

► બેઠકમાં 11 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

અમદાવાદના લંબે નારાયણ આશ્રમના સંત સંમેલનમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતીજી માતા, કલ્યાણનંદ ભારતી બાપુ, સરખેજના ઋષિ ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં 11 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, હનુમાનજીને દાસ બતાવી સાધુ સંતોને ઠેસ પહોંચાડી છે. ભીંતચિત્ર હટવું જોઈએ તેવી સાધુ સંતોની માગ છે. હનુમાનજીના અપમાનથી સનાતની સંતોની લાગણી દુભાઇ છે. આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, તે જોતા હવે સમાધાનકારી વલણની તાત્કાલિક જરૂર છે. સનાતન ધર્મના સંતોએ બેઠકનો દોર શરૂ થયો છે. મંગળવારે સુરેન્દ્રનગરના લીંબડીમાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે સંતો-મહંતો એકઠા થશે. આ સંમેલનમાં ગુજરાત સહિત સમગ્ર દેશના સંતો-મહંતો હાજરી આપશે.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Salangpur News In Gujarati

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us