• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Dream Girl 2 Review: ફની વન લાઈનર્સથી ભરપૂર ફિલ્મ તમને ખુબ હસાવશે, પ્રેમ માટે કરમ બન્યો પુજા...

Dream Girl 2 Review: ફની વન લાઈનર્સથી ભરપૂર ફિલ્મ તમને ખુબ હસાવશે, પ્રેમ માટે કરમ બન્યો પુજા...

04:30 PM August 25, 2023 admin Share on WhatsApp



Dream Girl 2 Review: આયુષ્માન ખુરા(Ayushyman Khurana)ના ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા પોતાની ફિલ્મ ડ્રિમ ગર્લની સિક્વલ લઈને આવી ગયો છે. 2019ની હિટ ફિલ્મ ડ્રીમ ગર્લની સિક્વલ ડ્રીમ ગર્લ 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ(Release) થઈ છે. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે, જેનો મોટાભાગનો શ્રેય ફિલ્મના લેખક-દિગ્દર્શક રાજ શાંડિલ્યને જાય છે, જેમણે પોતાના લેખનમાં પ્રાણ પૂર્યા છે. આયુષ્માન ખુરાનાની સાથે કોમેડી લિજેન્ડ(Comedy Legend) પરેશ રાવલ, રાજપાલ યાદવ, વિજય રાઝ, અન્નુ કપૂર, અસરાની, મનોજ જોશી અને સીમા પાહવા જેવા કલાકારોએ પણ ધૂમ મચાવી છે. 

dream girl 2 review gujju news channel bollywood news

► ડ્રીમ ગર્લ 2 ફિલ્મની સ્ટોરી

વાર્તાની શરૂઆત કરમ (આયુષ્માન ખુરાના)થી થાય છે, જે માતા રાનીના જગરાતામાં ગીતો ગાવા જાય છે, એક સમય હતો જ્યારે તે સીતા અથવા દ્રૌપદી તરીકે લોકોનું મનોરંજન કરતો હતો. પરંતુ હવે નસીબ આ પ્રતિભાને જીવવાની તક આપે છે જ્યારે પરી(Ananya Pandey)ના પિતા(મનોજ જોશી) કરમ(આયુષ્યમાન)ને કહે છે કે પરી ત્યારે જ લગ્ન કરશે જ્યારે તેની પાસે 6 મહિનામાં મજબૂત બેંક બેલેન્સ, નોકરી અને પોતાનું ઘર હશે. જેના લીધે આયુષ્માન ખુરાનાને કરમમાંથી પૂજા બનવું પડે છે. ક્યારેક તે બારમાં ડાન્સ કરે છે તો ક્યારેક તેને કોઈની પત્ની બનવું પડે છે. આ દરમિયાન હાસ્યની સાથે ભાવનાઓનો પ્રવાહ જોવા મળે છે. હવે કરમ પોતાનો પ્રેમ મેળવવા માટે પૈસા, ઘર અને નોકરી મેળવી શકશે કે કેમ તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

► ફિલ્મના ડાયલોગ્સ ફિલ્મની જાન!

ડ્રીમ ગર્લ 2 ફિલ્મ રાજ શાંડિલ્ય દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. તેમના લખાણમાં જાદુ છે, તેમના વન લાઇનર્સ અદ્ભુત છે. જો તેઓએ વાર્તા પર થોડો વધુ ભાર મૂક્યો હોત તો ફિલ્મનું સ્તર તદ્દન અલગ થઈ શક્યું હોત. જોકે તેમ છતાં, ફિલ્મ તમને ક્યાંય બોરિંગ નહીં લાગે. હસતા હસતા ક્યારે ફિલ્મ રસ્તા ઓળંગી જાય તે ખબર નહિ પડે.

► મગજ સાઈડમાં મુકીને ફિલ્મ ઈન્જોય કરજો!

અમે તમને અગાઉથી ચેતવણી આપવા માંગીએ છીએ કે, ફિલ્મમાં વધુ પડતા તર્કનો ઉપયોગ કરશો નહીં, નહીં તો તમે નિરાશ થઈ શકો છો. ફિલ્મના કેટલાક ઈમોશનલ સીન્સ અને ફની વન-લાઈનર્સ તમને ખૂબ હસાવવાની શક્તિ ધરાવે છે. આ સાથે કોમેડી લેજેન્ડ પરેશ રાવલ, રાજપાલ યાદવ, વિજય રાજ, અન્નુ કપૂર અને સીમા પાહવા જેવા કલાકારો તમને ખૂબ હસાવવાના છે. પરેશ રાવલ અને રાજપાલે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કોમેડીમાં તેમનાથી શ્રેષ્ઠ કોઈ નથી. ફિલ્મનું સંગીત ઠીકઠાક છે. દિલ કા ટેલિફોન ગીત રિમેક કરવામાં આવ્યું છે જેને આ ફિલ્મનું જીવન કહી શકાય.


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Entertainment News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us