• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • વહેલી સવારે થતો ગરદનનો દુખાવો કરો ચપટીમાં દુર, માત્ર આ 5 રીતથી મળશે રાહત...

વહેલી સવારે થતો ગરદનનો દુખાવો કરો ચપટીમાં દુર, માત્ર આ 5 રીતથી મળશે રાહત...

10:08 AM June 15, 2022 admin Share on WhatsApp



ગરદનનો દુખાવો ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ ઘણીવાર એવું જોવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી તરત જ ગરદનની સમસ્યા થતી હોય છે, ત્યારે એવા કેટલાક ઉપાયો છે જેના દ્વારા આ સમસ્યાને દૂર કરી શકાય છે.

ઘણીવાર તમને સવારે ઉઠીને ડોકમાં દુખાવો અથવા ભારેપણું અનુભવાતુ હોય છે, જેના લીધે તમે ન તો ગરદન બરાબર વાળી શકો છો કે ન તો હલનચલન કરી શકો છો. આ સિવાય કેટલાક લોકોને માથાના દુખાવાની સમસ્યા પણ થતી હોય છે, જેના કારણે તેમના રોજિંદા કામ પર અસર પડી શકે છે. તેની પાછળનું કારણ ખોટી રીતે સૂવું અથવા ઓશીકાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાથી થતુ હોય છે. આવી સ્થિતિમાં, કેટલીક સરળ પદ્ધતિઓ અપનાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.

ગરદનનો દુખાવો કેવી રીતે થશે દુર?

1. જો તમને ગરદનમાં દુખાવો થાય છે, તો તમે દુખાવાના ભાગ પર આઈસ પેક અથવા ઠંડા પાણીની પટ્ટી લગાવી શકો છો. આમ કરવાથી ગરદનની માંસપેશીઓનો સોજો દૂર થશે.

2. ગરદનના દુખાવામાં રાહત મેળવવા માટે તમે હીટ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી ગરદનના સ્નાયુના દુખાવાને ત્વરિત દૂર કરી શકાય છે.

3. હળવા હાથોથી ગરદન પર માલિશ કરવાથી માત્ર ગરદનની જકડાઈ જ નહીં પરંતુ માંસપેશીઓનો દુખાવો પણ દૂર થશે. માલિશ કરતા સમયે સરસવનુ, નારિયેળનુ કે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

4. ગરદનના દુખાવાથી બચવા પેટ પર એટલે કે ઊંધા સૂવાનું ટાળો. તમે આજૂબાજુ પડખા પર સૂઈ શકો છો. પરંતુ ઊંધા સુવાથી શરીરના ઘણા ભાગમાં દુખાવો થતો હોય છે.

5. જો ગરદનનો દુખાવો વધી રહ્યો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરી શકાય. શક્યતા છે કે ઊંઘને ​​કારણે ગરદનની ચેતા પર દબાણ આવ્યું હોય, જેના કારણે આ દુખાવો થઈ રહ્યો હોય. ગરદનમાં રક્તરક્ત થઈ હોય ત્યારે પણ ખુબ ધ્યાનથી ગરદન ઉપર નિચે કરીને કસરત કરવી જોઈએ..અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચારની અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. અમે આની પુષ્ટિ કરતા નથી.)

gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Jio IPO વિશે મુકેશ અંબાણીની RIL AGMમાં મોટી ઘોષણા, ઇશા આકાશ અનંત સંભાળશે આ જવાબદારી

  • 19-06-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 જુન 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-06-2026
    • Gujju News Channel
  • બ્રાઝિલનું ઇથેનોલ મોડેલ કેવી રીતે કામ કરે છે? ભારતમાં E20 પછી E25, E30, E85 અને E100 લાગુ કરવાની તૈયારી
    • 18-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 19 જુન 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 18-06-2026
    • Gujju News Channel
  • “15 કરોડની ઓફર મળે તો સૂવા માટે તૈયાર…” 4.4 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઇન્ફ્લુએન્સરે પોતાના મનની વાત શેર કરી
    • 17-06-2026
    • Gujju News Channel
  • એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન
    • 17-06-2026
    • Admin
  • આજનું રાશિફળ, 18 જુન 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-06-2026
    • Gujju News Channel
  • અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર! ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ઈરાન ક્યારેય નહીં બનાવે પરમાણુ હથિયાર’
    • 16-06-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 17 જુન 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 16-06-2026
    • Gujju News Channel
  • મોંઘવારી બેફામ! મે મહિનામાં ફુગાવા વધીને 9.68% થયો, 43 મહિનામાં સૌથી વધુ
    • 15-06-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us