• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે : ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, 23 તારીખથી મોન્સૂન પર લાગશે બ્રેક...!

મેઘરાજા ફરી ગુજરાતને ઘમરોળશે : ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી, 23 તારીખથી મોન્સૂન પર લાગશે બ્રેક...!

06:41 PM August 20, 2023 admin Share on WhatsApp



ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. જોકે, હવે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેસર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. 

► આ તારીખે ગુજરાતમાં પડશે વરસાદ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલું લોપ્રેશર મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. આ લોપ્રેશર ઉતર તરફ ગતિ કરતા ગુજરાત ઉપર સીયર ઝોન સર્જાયો છે. 20, 21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 


આ પણ વાંચો : આંખ આવવાનો રોગ કેમ અચાનક ફેલાયો ? ડોકટરે જણાવ્યા કારણો અને ઇલાજ...

આ પણ વાંચો : મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!

આ પણ વાંચો : શું વજન વધવાથી તમારી સેક્સ માણવાની ક્ષમતા પર અસર થાય છે?


► અમદાવાદમાં સારા વરસાદની શક્યતા

તેઓએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. છોટુ ઉદેપુર, નર્મદા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, ગાંધીનગર, ખેડા અને અમદાવાદમાં સારા વરસાદની શક્યતા છે. 23 તારીખથી રાજ્યમાં મોનસૂન બ્રેક આવશે. એ પછી રાજ્યમાં વરસાદની શક્યતાઓ ઓછી છે. 

► હવામાન વિભાગે પણ કરી છે આગાહી

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કરાણે રાજ્યમાં વરસાદ તવાની શક્યતા ઉદભવી છે. આ સિસ્ટમનું વહન મોટા પાયે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. આ સિસ્ટમ આગળ વધતા નબળી પડી શકે છે, પરંતુ તેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. 

► આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક નિષ્ણાંતોએ પણ 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ચાણસ્મા, વડનગર, હારીજ, કડી અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, બાયડ અને મોડાસા જ્યારે દહેગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ થવાની વકી હવામાન નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા, બોડેલી, કરજણ સહિતના ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવાના છે. 


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Weather News In Gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

  • 22-03-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 23 માર્ચ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 22-03-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોના લોકો રહેજો સતર્ક
    • 19-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 20 માર્ચ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 19-03-2026
    • Gujju News Channel
  • ડાકોરના રણછોડરાયના ભક્તો માટે ખુશખબર! મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
    • 18-03-2026
    • Gujju News Channel
  • ચૈત્રી નવરાત્રીનો પ્રથમ દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિફળ, 19 માર્ચ 2026 | Aaj Nu Rashifal
    • 18-03-2026
    • Gujju News Channel
  • Bomb Threat Gujarat Vidhansabha: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ધારાસભ્યોને ગૃહમાંથી બહાર કઢાયા
    • 18-03-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 18 માર્ચ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 17-03-2026
    • Gujju News Channel
  • કેરી રસિકો માટે ખુશખબર ! ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસરી કેરીના 200 બોક્સની આવક, જાણો કેટલો રહેશે ભાવ
    • 17-03-2026
    • Gujju News Channel
  • મુકેશ અંબાણીની મોટી તૈયારી! Jioના IPO માટે 6 બેંકો સાથે મિલાવ્યો હાથ
    • 17-03-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us