
Asian Champion Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ(Final Match)માં ચૈન્નઇમાં ભારત અને મલેશિયા(India Vs. Malaysia) વચ્ચે ટક્કર થઇ હતી. ભારત ફાઇનલમાં જીત સાથે તેના ચોથા ખિતાબ માટે રમી રહ્યુ હતુ જ્યારે મલેશિયા પાસે તેના પ્રથમ ખિતાબની તક હતી. ભારતની આ પાંચમી ફાઇનલ હતી અને મલેશિયાની ટીમ તેની પ્રથમ ફાઇનલમાં રમી રહી હતી. ભારતે બીજા હાફમાં શાનદાર રમત સાથે જીત મેળવી હતી.
ચેન્નાઈમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 4-3થી હરાવ્યું હતું. આ રીતે ટીમ ઈન્ડિયાએ આખી ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યા વિના ચોથી વખત આ ખિતાબ જીત્યો. ટીમ ઈન્ડિયાએ આ પહેલા 2018માં આ ખિતાબ જીત્યો હતો. ફાઇનલમાં ભારતનો સ્ટાર ખેલાડી આકાશદીપ સિંહ હતો, જેણે ટીમ માટે છેલ્લો ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય ટીમે આખી ટુર્નામેન્ટમાં 7 મેચ રમી અને માત્ર 6માં જ જીત મેળવી. માત્ર એક મેચ ડ્રો રહી હતી.
આ પણ વાંચો : કોલેજમાં ભણવાની સાથે પૈસા કમાવવા છે ? આ પાંચ સરળ રસ્તાથી આત્મનિર્ભર બનો...
આ પણ વાંચો : આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ છે અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...
ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ભારતીય ટીમનો દબદબો જારી રહ્યો હતો. ફાઈનલ પહેલા લીગ રાઉન્ડમાં તેનો સામનો મલેશિયા સામે થયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એકતરફી તેની ધોલાઈ કરી નાખી. ભારતીય ટીમની તે 5-0 થી જીત છતાં, ફાઈનલ મુશ્કેલ હોવાની અપેક્ષા હતી અને તે એવું જ બન્યું. મલેશિયાએ ટીમ ઈન્ડિયાને લાંબા સમય સુધી બેકફૂટ પર રાખ્યું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News In Gujarati