• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ઈસરોએ મોકલેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચતા જ લીધી પહેલી તસવીર, અદ્દભૂત છે નજારો...

ઈસરોએ મોકલેલા ચંદ્રયાન-3એ ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચતા જ લીધી પહેલી તસવીર, અદ્દભૂત છે નજારો...

07:02 AM August 07, 2023 admin Share on WhatsApp



ઈસરો (ISRO)દ્વારા નિર્મીત ભારતના ચંદ્રયાન-૩ અવકાશયાને 5 ઓગસ્ટ-2023 શનિવારે સાંજના ૭:૧૫ વાગે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળ અને સરળ રીતે પ્રવેશ કર્યો હતો. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્રની પ્રથમ તસવીર પણ સામે આવી ગઈ છે. આ દરમિયાન ચંદ્રની ફરતે ચક્કર લગાવી રહેલા સ્પેસક્રાફ્ટમાં લાગેલા કેમેરામાં ચંદ્રનો એક વીડિયો કેદ થયો છે. વીડિયોમાં ચમકદાર ચંદ્ર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પેસક્રાફ્ટમાં લાગેલા સોલાર પેનલ પણ જોવા મળી રહ્યા છે. ચાંદની આ પ્રથમ ઝલકને ઈસરોએ ટ્વિટર પર શેર કર્યો છે.

► ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક એન્ટ્રી

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ આજે ચંદ્રયાન-3 અવકાશયાનને સફળતા મળી છે. ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરવામાં કોઈ જ ટેકનિકલ કે કુદરતી અવરોધ નડયો નથી.ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નાં સૂત્રોએ આજે આવા ખુશખબર આપ્યા છે. 

first-image-of-moon-surfaced-from-isro-chandrayaan-3-mission-Tweet-x

► ચંદ્રયાન-3 મિશનને આજે 24મો દિવસ

ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈ-2023ના રોજ પૃથ્વી પરથી ચંદ્ર યાત્રાએ રવાના થયું  છે. 23માં દિવસે એટલે શનિવારે સાંજે ચંદ્રયાન-3 અવકાશયાને ચંદ્રની ભ્રમણકક્ષામાં સંપૂર્ણ સફળતાથી પ્રવેશ કર્યો છે. ઉપરાંત સ્પેસક્રાફ્ટે ચમકતા ચંદ્રની તસવીર પણ મોકલી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે. ચંદ્રયાન-3ની ચંદ્ર યાત્રા પર ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. 

► 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે ચંદ્રયાન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નું આગળનું પગલું ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા (ઓર્બિટ)ને ઘટાડવાનું છે. આ પ્રક્રિયા રવિવારે રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. આગામી 17 દિવસ સુધી ચંદ્રયાન-3 ધીરે ધીરે ચંદ્ર તરફ એ જ રીતે આગળ વધશે જે રીતે તે પૃથ્વીથી દૂર ગયું હતું. લૉન્ચિંગના ત્રણ અઠવાડિયા દરમિયાન પાંચ તબક્કાઓમાં તેને ISRO દ્વારા પૃથ્વીથી દૂર મોકલવામાં આવ્યું હતું. આ પછી તેને 1 ઓગસ્ટના રોજ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર તરફ સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાન 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે, જેને આ મિશનનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. ઈસરોએ ટ્વીટ કર્યું કે ચંદ્રયાન-3ની તમામ સિસ્ટમ તંદુરસ્ત છે. બધું બરાબર કામ કરી રહ્યું છે. ISTRAC બેંગલુરુ ખાતેના મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX)થી તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Technology news Space news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us