• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • રાજકારણ
  • ભાજપ પ્રદેશ અધ્યક્ષને બદનામ કરવાના કેસમાં ત્રણ કાર્યકર થયા સસ્પેન્ડ,ભાજપની મોટી કાર્યવાહી...

ભાજપ પ્રદેશ અધ્યક્ષને બદનામ કરવાના કેસમાં ત્રણ કાર્યકર થયા સસ્પેન્ડ,ભાજપની મોટી કાર્યવાહી...

03:53 PM August 06, 2023 admin Share on WhatsApp



ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપે ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. રિપોર્ટ આપ્યા બાદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યવાહી કરી હતી. સક્રિય સભ્ય ,પ્રાથમિક સભ્ય અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  જિલ્લા ભાજપ પ્રમુખે રાકેશ સોલંકી (પ્રભારી ઉમરપાડા તાલુકા ભાજપ), હરદીપસિંહ અટોદરિયા(કારોબારી ચેરમેન, તરસાડી નગર પાલિકા), દેવેન્દ્રસિંહ ચૌહાણ (પ્રમુખ, તરસાડી નગર ભાજપ)ને સસ્પેન્ડ કર્યા હતા.


આ પણ વાંચો : આ ગુજ્જુ છે સૌથી ધનિક ક્રિકેટર: સચિન-ધોની કરતા પણ છે અમિર, કોહલી તેમના ફ્લેટમાં રહે છે ભાડે...


આ મામલે રાકેશ સોલંકીની ફરીવાર ધરપકડ કરવામાં આવી હતી. સંદીપ દેસાઇની અરજી પર ફરીવાર ધરપકડ કરાઇ હતી. ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યુ છે. આ મામલે ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ  સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. સીઆર પાટીલને બદનામ કરવા ફરતી કરેલી પત્રિકામાં સંદીપ દેસાઈને પણ બદનામ કરતું લખાણ લખાયું હોવાના કારણે ફરિયાદ નોંધાઈ છે. મોટા માથાઓએ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યાની આશંકા છે. સીઆર પાટીલ અને સંદીપ દેસાઈને બદનામ કરવાના ષડયંત્રને લઈને રાજકારણ ગરમાયું છે.  

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની છબી ખરડવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ ષડયંત્ર પાછળ ભાજપના જ નેતાનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રમાં પૂર્વ મંત્રી અને ભાજપના જ ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનો સૂત્રોનો દાવો છે. ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગણપત વસાવા ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. ગણપત વસાવા સામે કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે. જિનેન્દ્રના વિડિયો બાદ ગણપત વસાવાના સમર્થકોએ પત્રિકાઓ ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જોકે આ મામલે ગણપત વસાવાએ ખુલાસો કર્યો છે. ગણપત વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી અને તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યકરનું નામ સામે આવ્યું હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. 

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત રાજકારણ સમાચાર Gujarat Politics News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગોડાઉન સહાય યોજના 2026 | મેળવો ₹1,00,000 ની સહાય | Godown Sahay Yojana Gujarat

  • 23-08-2026
  • Gujju News Channel
  • iPhoneની જીદે એક જ પરિવારના ત્રણ જીવ લીધા, દીકરો ટેકરી પરથી પડ્યો તો બચાવવા દોડેલા પિતા પણ ખડક પરથી પડ્યા
    • 22-08-2026
    • Gujju News Channel
  • 53 રૂપિયા પ્રાઈસ બેન્ડ, પ્રીમિયમ પર GMP, 5 ઓગસ્ટે દાવ લગાવવા માટે ઓપન થશે IPO
    • 02-08-2026
    • Gujju News Channel
  • મિત્રો... નહીં હવે હાય ફ્રેન્ડ્સ! જંતર-મંતર પર Gen-Z આંદોલન બાદ કેમ બદલાઈ PM મોદીની વાત કરવાની રીત?
    • 02-08-2026
    • Gujju News Channel
  • અનંત અંબાણી પછી હાર્દિક પંડ્યા પણ પહોંચ્યો વેંકટેશ્વર ભગવાનના ધામ, વાળ અર્પણ કર્યા, લોકો તિરુપતિમાં કેમ મુંડન કરે છે? જાણો કથા
    • 02-08-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?
    • 27-07-2026
    • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us