• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • રાજકોટમાં ગણેશજીની 9 ફૂટથી ઉંચી મૂર્તિ નહીં રાખી શકાય, પંડાલમાં CCTV ફરજીયાત...

રાજકોટમાં ગણેશજીની 9 ફૂટથી ઉંચી મૂર્તિ નહીં રાખી શકાય, પંડાલમાં CCTV ફરજીયાત...

05:39 PM August 04, 2023 admin Share on WhatsApp



આવતાં મહિને 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થવાનો છે ત્યારે આ તહેવારની રંગેચંગે ઉજવણી થાય અને કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બની જાય તે માટે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગણેશ મહોત્સવના આયોજકો સાથે એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં કોઈ પણ પંડાલમાં ગણેશજીની નવ ફૂટથી વધુની ઉંચાઈવાળી મૂર્તિ મુકવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે સાથે સાથે દરેક પંડાલમાં સીસીટીવી મુકવા ફરજિયાત રહેશે.

police commissioner rajkot notice

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ ઉપરાંત દરેક પોલીસ મથકના પીઆઈ સહિતનાની ઉપસ્થિતિમાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં અલગ-અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે સાથે આયોજકોના સુચનોનો પણ સ્વીકાર કરાયો હતો.
Ganesh Murti pratima
આ બેઠક બાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઑફ પેરિસની બનાવવા ઉપર, નવ ફૂટ કરતાં ઉંચી મૂર્તિ બનાવવા, વેચવા, સ્થાપના કરવા ઉપર, નક્કી કરેલા વિસર્જન સ્થળો સિવાય અન્ય સ્થળે મૂર્તિનું વિસર્જન કરવા ઉપર, મૂર્તિની બનાવટમાં કોઈ પ્રકારની ગંદકી ફેલાવવા ઉપર, ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર, કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તે પ્રકારના ચિન્હો-નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા ઉપર, સ્થાપના-વિસર્જન સરઘસના રૂટ સિવાયના રૂટ ઉપરથી સરઘસ યોજના ઉપર, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો અમલ નહીં કરનારા આયોજકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ બેઠકમાં આયોજકોને જણાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.


(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - રાજકોટ સમાચાર ગુજરાત સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ક્રુડ ઓઈલના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલથી લઈને LPGમાં મળશે રાહત, સોના-ચાંદીના ભાવ વધવાની સંભાવના

  • 06-05-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 7 મે 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 06-05-2026
    • Gujju News Channel
  • IPL 2026માં પ્લેઓફમાં પહોંચવા માટે કઈ ટીમને કેટલી જીતની જરૂર છે? જાણો સંપૂર્ણ સમીકરણ
    • 05-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 મે 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-05-2026
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો
    • 04-05-2026
    • Gujju News Channel
  • ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
    • 04-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 મે 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-05-2026
    • Gujju News Channel
  • Rajasthan Royals Ownership: મિત્તલ ફેમિલીએ રાજસ્થાન રોયલ્સમાં ખરીદ્યો 75% હિસ્સો, સોમાણી ગ્રુપ બહાર
    • 03-05-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 મે 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-05-2026
    • Gujju News Channel
  • T20 વર્લ્ડ કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન, સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન
    • 02-05-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us