• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • પાકિસ્તાન બાદ શ્રીલંકાની એક યુવતી તેના પ્રેમીને મળવા આંધ્રપ્રદેશ પહોંચી, 15 ઓગસ્ટ પહેલા દેશ છોડવાનો આદેશ...

પાકિસ્તાન બાદ શ્રીલંકાની એક યુવતી તેના પ્રેમીને મળવા આંધ્રપ્રદેશ પહોંચી, 15 ઓગસ્ટ પહેલા દેશ છોડવાનો આદેશ...

03:30 PM July 30, 2023 admin Share on WhatsApp



હજુ પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર અને અંજુનો મામલો થાળે પડ્યો નથી કે હવે શ્રીલંકાની એક યુવતી તેના પ્રેમીને મળવા આંધ્રપ્રદેશ પહોંચી ગઈ છે. યુવતીનું નામ વિઘ્નેશ્વરી છે જ્યારે તેના બોયફ્રેન્ડનું નામ લક્ષ્‍મણ છે. લક્ષ્‍મણ ચિત્તૂર જિલ્લાના વી કોટામંડલ વિસ્તારનો રહેવાસી છે. લક્ષ્‍મણ અને વિઘ્નેશ્વરી વચ્ચે ફેસબુક પર મિત્રતા હતી. થોડી જ વારમાં બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરીવર્તિત થઈ ગઈ હતી.

ફેસબુક પર ફ્રેન્ડશીપ થઈ હતી

ફેસબુક પર ફ્રેન્ડશીપ થયા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને જોતા જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. કોઈ કારણસર લક્ષ્‍મણ શ્રીલંકા ન પહોંચી શક્યો એટલે વિઘ્નેશ્વરી આંધ્રપ્રદેશ પહોંચી ગઈ અને છેલ્લા 20 દિવસથી તે અરિમાકુલાપલ્લી ગામમાં તેના પ્રેમી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યારે ગામલોકોને ખબર પડી ત્યારે તેઓએ 15 દિવસ પહેલા સાંઈબાબા મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા.


આ પણ વાંચો : મેકઅપ વગર રેખા પહેલીવાર કેમેરામાં થઈ કેદ, 'વાસ્તવિકતા' જોઈને લોકો ચોંકી ઉઠ્યા!

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે પ્રતિ લીટર રૂ.10નો ઘટાડો ! 1 વર્ષમાં ક્રૂડ ઓઈલ 35% થયું સસ્તું…

આ પણ વાંચો : ટીવી સિરિયલમાં નહીં હોય આટલી હોટ એક્ટ્રેસ, નિયા શર્મા સેક્સી લુકના કારણે ફરી ચર્ચામાં...


shril lankan girl Vighneshwari love andhrapradesh boy

ટુરિસ્ટ વિઝા પર પહોંચી ભારત

તે જ સમયે, જ્યારે સ્થાનિક પોલીસને આ બાબતની જાણ થઈ, ત્યારે તેઓએ જિલ્લા મુખ્યાલયમાં બંનેની પૂછપરછ કરી. જેમાં જાણવા મળ્યું હતું કે વિઘ્નેશ્વરી શ્રીલંકાથી ટુરિસ્ટ વિઝા પર ભારત પહોંચી છે. આ વિઝા 6 ઓગસ્ટ સુધી માન્ય છે. પોલીસે આ અંગે યુવતીના પરિવારજનોને પણ જાણ કરી છે અને વિઝા પૂરો થાય તે પહેલા શ્રીલંકા પરત ફરવા સૂચના આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે બંને પક્ષોને કોર્ટમાં જઈને લગ્ન કરવાની સલાહ આપી છે કારણ કે વિદેશી મહિલા હોવાના કારણે મંદિરના લગ્ન માન્ય નથી. જો બંને કોર્ટમાં જઈને લગ્ન કરી લે તો કપલ સાથે રહી શકે છે. હાલ આ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પાકિસ્તાનની સીમા હૈદર જેવી છે લવસ્ટોરી

જણાવી દઈએ કે વિઘ્નેશ્વરીની લવ સ્ટોરી સીમા હૈદર જેવી જ છે. બંને વિદેશી મહિલા છે અને બંને ભારતમાં તેમના પ્રેમી સુધી પહોંચી ગયા છે. સીમા હૈદર નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી. હાલમાં તે તેના બોયફ્રેન્ડ સચિન સાથે ગ્રેટર નોઈડામાં રહે છે. સીમા હૈદર અને સચિન વચ્ચે મિત્રતા PUBG ગેમ રમતી વખતે થઈ હતી. બાદમાં બંને વચ્ચે ફેસબુક અને વોટ્સએપ દ્વારા વાતચીત શરૂ થઈ હતી. જોકે, સીમા હૈદર હાલમાં તપાસ હેઠળ છે અને એટીએસની ટીમે તેની ઘણી વખત પૂછપરછ કરી છે.

Seema Haider pakistani lady love indian boy

રાજસ્થાનની અંજુ પ્રેમીને મળવા ગઈ છે પાકિસ્તાન

બીજી તરફ રાજસ્થાનની અંજુ નામની મહિલા તેના પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચી છે. જેમાં તેના ઈસ્લામ સ્વીકાર અને લગ્નની પણ ચર્ચાઓ થઈ રહી છે. અંજુ પરિણીત છે અને તેને બે બાળકો છે.


આ પણ વાંચો : Sherlyn Chopra હજૂ પણ પેઈડ સેક્સ માટે તૈયાર છે ? અભિનેત્રીએ આપ્યું ચોકવનારું નિવેદન...

આ પણ વાંચો : ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં જવું છે? આ 5 નિયમો યાદ રાખો કાનુની કાર્યવાહીથી બચી જશો...

આ પણ વાંચો : કેમ વધી રહ્યા છે લગ્નેત્તર સંબંધો, સર્વેમાં આ શહેરની મહિલાઓ આવી ટોપ પર....


(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - દેશ વિદેશના સમાચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી

  • 11-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel
  • Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે
    • 10-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us