• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલ પટેલની વરસાદની આગાહી : ચોથા રાઉન્ડમાં વરસાદ બોલાવશે બઘડાટી, ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ...

અંબાલાલ પટેલની વરસાદની આગાહી : ચોથા રાઉન્ડમાં વરસાદ બોલાવશે બઘડાટી, ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ...

12:11 PM July 29, 2023 admin Share on WhatsApp



અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં અત્યાર સુધીમાં અલગ અલગ વિસ્તારમાં 80 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અને આગળના ત્રણેય રાઉન્ડમાં ભારે વરસાદ વરસ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) ચોથા રાઉન્ડમાં ભારે પવન ફુંકાવાની સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

વરસાદ અને વાવાઝોડા અંગે સચોટ આગાહી કરનાર ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. 27 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. તેની પાછળનું કારણ એ છે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ડીપ્રેશન સર્જાવાની શકયતાઓ રહેલી છે. દરિયાની અંદર પવન ફૂંકાવાની સંભાવના દેખાઇ રહી છે.

Ambalal Patel agahi varsad


આ પણ વાંચો : પીએમ કિસાન સન્‍માન નિધિનો ૧૪મો હપ્તો ખેડૂતોના ખાતામાં થયો જમા, દેશના 8.5 કરોડ ખેડૂતોને મળ્યો લાભ....


 

ઓગસ્ટમાં આક્રમક રહેશે વરસાદનો રાઉન્ડ

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહીનાની શરૂઆત થી જ વરસાદનો એક આક્રમક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદ ઓછો ઓછો થતો જશે. 23 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે એવી આગાહી પણ કરવામાં આવી છે. વરસાદનાં બીજા અને ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડયા બાદ બાદ હવે મેઘરાજા ચોથા રાઉન્ડમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે.

15 ઓગસ્ટ સુધી છુટોછવાયો વરસાદ

અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર ઓગસ્ટનાં મધ્યભાગ એટલે કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ત્યાર પછી વરસાદનું જોર ઓછું થતુ જશે. જો કે આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમા સિઝનનો સરેરાશ 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાજેતરમાં જ ગુજરાતમાં જુનાગઢ, અમરેલી, નવસારી સહિત ના જિલ્લઓમા ભારે વરસાદ ખાબક્યો હતો. હવેનાં રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને ખાસ તો મહેસાણામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં વરસાદની આગાહી

અમદાવાદમાં તાજેતરમાં અમુક વિસ્તારોમાં 5 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબકી જતાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઇ હતી. જો કે અમદાવાદીઓએ ચોથા રાઉન્ડમાં પણ વરસાદનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે કારણ કે હજુ તેમના પર વરસાદનાં સંકટનાં વાદળો હટયા નથી. આગામી દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી રહિ છે.

દરિયામાં 100 કિમીની ઝડપે ફુંકાઈ શકે પવન

જો કે અરબ સાગરમાં જોવા મળતી હલચલનાં કારણે સૌરાષ્ટ્ર મા સારો વરસાદ પડશે. સમુદ્રમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 48-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 27 જુલાઇથી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા ના વિસ્તારોમા વરસાદ પડે તેવી શકયતાઓ છે. 28 અને 29 તારીખે ઓછો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ‘આખો બંગાળનો ઉપસાગર જાણે વલોવાતો હોય એવી સ્થિતિ સર્જાવાની શકયતાઓ છે. આવી આગાહિ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે

  • 04-02-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel
  • Budget 2026 : ભારતનું બજેટ 165 દેશોના GDP કરતાં પણ વધુ, શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમને શું ફાયદો થશે ?
    • 01-02-2026
    • Gujju News Channel
  • GPSCની ક્લાસ ૧, ૨ અને ૩ ની વિવિધ જગ્યાઓ માટે નોટિફિકેશન, જાણો સંપૂર્ણ વિગત
    • 01-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us