• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • એન્ટરટેઇનમેન્ટ
  • Gadar 2 Trailer : સની દેઓલએ પાકિસ્તાનમાં જઈને ફરી મચાવી ગદ્દર, 11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ...

Gadar 2 Trailer : સની દેઓલએ પાકિસ્તાનમાં જઈને ફરી મચાવી ગદ્દર, 11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ...

01:45 PM July 27, 2023 admin Share on WhatsApp



Gadar 2 Official Trailer Relese : અનિલ શર્મા દિગ્દર્શિત આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર-2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ અભિનેતા સની દેઓલ (Sunny Deol) અને અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel)ની ફિલ્મ ગદર એક પ્રેમ કથા વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. તે સમયે આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જોકે, હવે આજે 22 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ગદર 2 સિનેમાઘરો (Gadar 2 In Cinema)માં ફરી આવી રહી છે. એટલે કે, દર્શકોને ફરી એક વાર તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી (Love Story) જોવા મળશે.

Gadar 2 Official Trailer Relese

હથોડી વડે પાકિસ્તાનીઓને માર્યા ! 

પહેલા ભાગમાં પાકિસ્તાનમાં જઈને હેન્ડપંપ ઉખાડી નાખ્યા બાદ આ વખતે સની દેઓલે હથોડી અને વ્હીલ સ્પિન વડે પાકિસ્તાનીઓને માર મારતો ટ્રેલરમાં જોવા મળે છે. ટ્રેલરે ચાહકોના હોશ ઉડાવી દીધા છે. આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા, જે 'ગદર'માં સની દેઓલ સાથે તેના પુત્ર તરીકે જોવા મળ્યો હતો. તે પણ આ ફિલ્મમાં છે અને તે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરીથી લઈને તેના ડાયલોગ્સ(Story And Dialogue) ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે 11 ઓગસ્ટની તારીખ આવશે અને તેઓ ફિલ્મને મોટા પડદા પર જોઈ શકશે.

તારા સિંહ અને સકીનાની આઈકોનિક લવ સ્ટોરી

સની દેઓલ અને અમીષા પટેલ એટલે કે, તારા સિંહ અને સકીનાની આઈકોનિક લવ સ્ટોરી ફરી એક વાર મોટા પડદા પર જોવા મળશે. હવે 22 વર્ષ પછી એ જ ફર્ક 'ગદર 2'માં પણ જોવા મળે છે. ફિલ્મનું ટ્રેલર આજે 26 જૂલાઈએ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે, તે જ લાગણીઓ અને તે જ વાઈબ્સ. જોકે, ફિલ્મ ગદર 2ના ટ્રેલર રિલીઝ માટે ગ્રાન્ડ ઇવેન્ટ રાખવામાં આવી હતી. બીજી તરફ આ પહેલા આ ફિલ્મના ગીત ‘ઉડ જા કાલે કાવા’ અને ‘મેં નિકલા ગડ્ડી લેકે’ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ગદર 2નું છે અને આ ગીતને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

Gadar 2 Official Trailer Sunny Deol Amisha patel

“દુઆ કરો, મારા પિતા પાકિસ્તાનમાં ફરી ન આવે”

આ વખતે વાર્તા તારા સિંહ અને સકીનાના પૂત્ર ચરણજિત (જીતે) સાથે આગળ વધી છે, જેને જોઈને પાકિસ્તાની સૈન્ય કહે છે કે, તે યોગ્ય સમયે આવ્યો છે. આજે તમારા હૃદયમાં ઠંડક આવી જશે. તમારા પિતાને આ રીતે દુઃખ થતું હશે. તેઓ ચોક્કસ તમને બચાવવા આવશે. આ વખતે તારા સિંહ પોતાના પુત્ર જીતે માટે પાકિસ્તાન પહોંચે છે. પાકિસ્તાની ઑફિસરે ચરણજિતને પૂછ્યું કે, તારી છેલ્લી ઈચ્છા? તે કહે છે, જો તમે નમાઝ અદા કરવા જાવ છો તો અલ્લાહ પાસે તમારા માટે દુઆ માગજો કે, મારા પિતા અહીં ન આવે. કારણ કે, જો તેઓ અહીં આવશે તો તારા એટલા ટુકડા કરશે કે તારું આખું પાકિસ્તાન ગણી શકશે નહીં.

Gadar 2 Filmમાં કેટલી હતી એકટરની ફી ?

ગદર 2 (Gadar2 film)ની લીડ કાસ્ટ(Lead Cast)ની ફી(Fee) વિશે વાત કરીએ તો, સની દેઓલે આ ફિલ્મ માટે 5 કરોડ ચાર્જ કર્યા છે, જ્યારે અમીષાએ 2 કરોડ ચાર્જ કર્યા છે. જોકે, અમીષાને ફિલ્મમાં પહેલાની સરખામણીમાં ઘણી ઓછી જગ્યા મળી છે. બીજી નવી એન્ટ્રી છે – સિમરત કૌર. જે સનીની વહુ મુસ્કાનનું પાત્ર ભજવતી જોવા મળશે. હાલ પ્રશંસકો ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ આપી રહ્યા છે, તે જોવાનું રસપ્રદ રહેશે કે ફિલ્મ થિયેટરોમાં કેટલી મજબૂત સાબિત થાય છે.

(Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Bollywood News



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us