
એક સમય હતો જ્યારે વેસ્ટ ઈન્ડિઝ(west indies cricketer)ના ખેલાડીઓનો વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વાગતો હતો. જો કે સમય જતાં ટીમ ધીમે ધીમે તેની ટીમ ખાડામાં ગઈ. ઘણા ખેલાડીઓએ રાષ્ટ્રીય ટીમ છોડીને ટી20 લીગ પસંદ કરી. તેમાં કોઈ શંકા નથી કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ ચાહકોને પસંદ છે. માત્ર તેની ક્રિકેટિંગ સ્કિલ માટે જ નહીં, પરંતુ તે તેની લાઈફસ્ટાઈલ માટે પણ હેડલાઈન્સમાં રહે છે. કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ પોતાની રંગીન લાઈફસ્ટાઈલ માટે પ્રખ્યાત છે. આજે આપણે એવા જ ક્રિકેટરની વાત જાણવાના છીએ..
આ યાદીમાં પહેલું નામ વેસ્ટ ઈન્ડિઝના ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલ(Chris gayle)નું આવે છે. ગેલને કોણ નહીં ઓળખતું હોય? પોતાની બેટિંગથી બોલરોને હફાવનાર ગેલ જ્યારે ક્રિકેટ મેદાનથી દુર જાય છે ત્યારે ખુબ પાર્ટી કરે છે. ક્રિસ ગેલ તેની રમતની સાથે સાથે તેના રંગીન મિજાજ માટે પણ જાણીતો છે. તે ઘણીવાર દારૂ, સિગારેટ અને છોકરીઓ સાથે પાર્ટી કરતો જોવા મળે છે.
ડ્વેન બ્રાવો(Dwayne Bravo) પણ વેસ્ટ ઈન્ડિઝના એવા ક્રિકેટરોમાંથી એક છે જેઓ સખત પાર્ટી કરે છે. બ્રાવો ડીજે પણ વગાડે છે. આવી સ્થિતિમાં તે ઘણીવાર ક્લબમાં પાર્ટી કરતો જોવા મળે છે. ગેઈલની જેમ બ્રાવો પણ દારૂનો શોખીન છે. વેસ્ટ ઈન્ડિઝની સંસ્કૃતિમાં પણ આવી વસ્તુઓ સામાન્ય માનવામાં આવે છે. અને તે હંમેશા ગ્લેમર વચ્ચે રહેવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો : Sofia Ansariનો હોટ સેક્સી વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા..!
આન્દ્રે રસેલ(Andre Russle) ક્રિકેટના મેદાન પર તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તે પોતાની રમતને સુધારવા માટે સખત મહેનત પણ કરે છે પરંતુ તક મળતાં જ પાર્ટી કરવાનું ચૂકતો નથી. રસેલ ઘણીવાર તેની પત્ની સાથે પાર્ટી કરતો જોવા મળે છે. રંગીન મૂડમાં તે ગેલ અને બ્રાવોથી ઓછો નથી.
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ(Kiren Polard)ને પણ પાર્ટી એનિમલ માનવામાં આવે છે. પોલાર્ડને પણ તક મળે ત્યારે તે પાર્ટી કરવાનું ચૂકતો નથી. તે ઘણીવાર તેની પત્ની સાથે પાર્ટીમાં એન્જોય કરતો જોવા મળે છે.
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટીનો બેસ્ટ(Tino Best)ની બદનામીની વાર્તાઓ પણ વ્યાપકપણે ચર્ચાઈ રહી છે. ટીનો બેસ્ટને પાર્ટી અને દારૂનો પણ ખૂબ શોખ છે. ટીનો બેસ્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે 650 થી વધુ છોકરીઓ સાથે સંબંધ બાંધ્યા છે. અને એક સમયે તે પ્લેબોયની ભૂમિકામાં પણ હતો. આ સમાચાર બાદ તેની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી. પરંતુ તે પૂર્વે તેમણે ક્રિકેટ છોડી દીધું હતું.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Sports News